Navsari: વાતાવરણમાં પલટો અને કોરોના મહામારીના કારણે કેરી પકવતા ખેડૂતોના હાલ બેહાલ
છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડની બની છે. નવસારી સહિત દક્ષિણ ગુજરાતના કેરીના વેપારીઓ અને ખેડૂતો કેરીની ખરીદદારી ન થતા ચિંતામાં મૂકાયા છે.
ફળોના રાજા એટલે કે કેરીનું બજારમાં આગમન થઇ ચૂક્યું છે, પરંતુ વાતાવરણમાં સતત પલટો અને કોરોના મહામારીના કારણે ખેડૂતોના હાલ બેહાલ થઇ રહ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડની બની છે. નવસારી સહિત દક્ષિણ ગુજરાતના કેરીના વેપારીઓ અને ખેડૂતો કેરીની ખરીદદારી ન થતા ચિંતામાં મૂકાયા છે. કેરી પકવતા ખેડૂતોએ માથે હાથ દઇને રડવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે. વેપારીઓ પણ કેરી ક્યારે વેચાશે તેની રાહ જોઈને બેઠા છે.
આ પણ વાંચો: કોરોનાની રસી માટે કાચો માલ આપવા હવે અમેરિકા થયુ તૈયાર, રસીના ઉત્પાદનમાં આવશે વેગ