Ahmedabad: આરોગ્ય તંત્રનો મોટો નિર્ણય, હોસ્પિટલમાં દર્દીઓના કેસની વિગતમાં વેક્સિનની માહિતી લખવી ફરજીયાત

|

Oct 19, 2021 | 10:21 AM

AMC આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓના કેસ પર વેક્સિનેશનની વિગત લખવાની ફરજીયાત કરવામાં આવી છે.

અમદાવાદમાં AMC આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે વેક્સિનેશન પર હાલમાં ખુબ ભાર મુકવામાં આવી રહ્યો છે, ત્યારે હવે હોસ્પિટલમાં દાખલ થતા પહેલા વેક્સિનેશનની માહિતી લખવી ફરજીયાત કરવામાં અવી છે. જી હા હોસ્પિટલમાં દાખલ થતા તમામ દર્દીઓના કેસ પર વેક્સિનેશનના બંન્ને ડોઝની માહિતી લખવી ફરજીયાત કરવામાં આવી છે. OPD અને IPD બંને કેસ ઉપર વેક્સિનેશનની નોંધણી કરવામાં આવી છે. આરોગ્ય તંત્રએ વેક્સિનની વિગત લખવા સ્ટેમ્પ બનાવવા આદેશ પણ આપ્યો છે.

જણાવી દઈએ કે વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ અને તેની તારીખો કેસ પર લખવાની ફરજીયાત રહેશે. ત્યારે જો કોઈએ વેક્સિન ન લીધી હોય તેવા કિસ્સામાં સારવાર પહેલા જ તાત્કાલિક વેક્સિનેશન કરાવવા સુચના પણ આપવામાં આવી છે.

જણાવી દઈએ કે ગઈકાલ સુધીમાં AMCએ વેકસીનેશનમાં 99.5 ટકાનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. પ્રથમ ડોઝનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે. પ્રથમ ડોઝ પૂર્ણ થતાં બીજા ડોઝ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બીજા ડોઝ માટે એલિજીબલ લોકોને દિવાળી પહેલા બીજો ડોઝ આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. હાલ શહેરમાં 55 ટકા લોકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. ત્યારે દિવાળીના તહેવાર પહેલા બીજા ડોઝની કામગીરી 100 ટકા પૂર્ણ કરવા કોર્પોરેશન દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

 

આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકા: વીજ કરંટની બે ઘટનામાં 3 વ્યક્તિના મોત, ખેતરમાં રમતી હતી બાળકી અને વીજ વાયર પડ્યો નીચે

આ પણ વાંચો: ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે ચારધામ યાત્રા અટકી, ગુજરાતના અનેક યાત્રાળુઓ ફસાયા

Published On - 10:16 am, Tue, 19 October 21

Next Video