VIDEO: જીમના બહાને જુગાર રમતી પત્નીએ 12 લાખ રૂપિયાનું દેવાળુ ફૂંક્યું, પોલીસે કરી ધરપકડ

|

Jan 04, 2020 | 10:14 AM

રાજકોટમાં જુગારની લત લાગેલી એક મહિલા 12 લાખ રૂપિયા હારી ગઈ. હવે તે રૂપિયા ભરવા તેણે તેના ઘરેથી ઘરેણાં લઈ એક ફાઈનાન્સ કંપની પાસે ગીરવે મૂકી પૈસા લીધા હતા. પતિ અને સાસરિયાંને આ વાતની ત્યારે ખબર પડી જ્યારે એક મહિલા 11 લાખ રૂપિયાની ઉઘરાણી કરવા પહોંચી.   Web Stories View more Bank Of Baroda માંથી […]

VIDEO: જીમના બહાને જુગાર રમતી પત્નીએ 12 લાખ રૂપિયાનું દેવાળુ ફૂંક્યું, પોલીસે કરી ધરપકડ

Follow us on

રાજકોટમાં જુગારની લત લાગેલી એક મહિલા 12 લાખ રૂપિયા હારી ગઈ. હવે તે રૂપિયા ભરવા તેણે તેના ઘરેથી ઘરેણાં લઈ એક ફાઈનાન્સ કંપની પાસે ગીરવે મૂકી પૈસા લીધા હતા. પતિ અને સાસરિયાંને આ વાતની ત્યારે ખબર પડી જ્યારે એક મહિલા 11 લાખ રૂપિયાની ઉઘરાણી કરવા પહોંચી.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

મહિલાના પતિ અંકિત ભીમાણીએ તેની પત્ની એકતા વિરૂદ્ધ રાજકોટના ભક્તિનગરમાં ફરિયાદ નોંધાવી છે. પતિનો આરોપ છે કે, પત્ની જિમના બહાને રોજ 10:30 વાગ્યે ઘરેથી નીકળતી હતી અને બપોરે 1.30 વાગ્યે ઘરે પાછી ફરતી હતી. આ દરમિયાન તે ક્લબમાં જુગાર રમતી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જુગારની લતમાં ઘરેણાં ચોરી ગિરવે મૂક્યાં

અંકિતનું કહેવું છે કે શરદ મહિનાની આઠમના દિવસે એકતા ઘરમાં કોઈને પણ કહ્યા વગર પિયર જતી રહી હતી. નોમના દિવસે એક મહિલા ઘરે આવી જેણે કહ્યું કે, એકતા જુગારમાં 11 લાખ રૂપિયા હારી ગઈ છે અને તે એ રૂપિયા લેવા આવી છે. અમે તેને કહ્યું કે, અમને આ અંગે કંઈ ખબર નથી. એકતા અમને કહ્યા વગર પિયર જતી રહી છે, તેની પાસે જઈને પૈસા માંગો તો મહિલા જતી રહી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તિજોરી તપાસતા ખબર પડી જુગારની લત વિશે

એકતાની જુગારની લત વિશે ખબર પડતાં માતા રંજનાબેને ઘરની તિજોરી ખોલી ઘરેણાં તપાસ્યાં તો સોનાનો હાર, વીંટી સહિત 5.60 લાખ રૂપિયાના ઘરેણાં ગાયબ હતાં. એકતાને ફોન કરી આ વિશે પૂછતાં તેણે જણાવ્યું કે જુગારમાં હારેલી રકમ ભરવા માટે તેણે ઘરેણાં ચોર્યાં હતાં. ત્યારે એકતાના પતિ અંકિતનું કહેવું છે કે, અમને તેના પર જરા પણ શક નહતો. તેણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. પરિવારના સભ્યો સાથે પણ દગો કર્યો છે. આ જ કારણે હવે હું તેને મારી સાથે રાખવા ઈચ્છતો નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: સુરતની જાણીતી સંઘવી એક્સપોર્ટ ઈન્ટરનેશનલ પ્રા.લી. કંપનીને બેંકની નોટિસ, 822 કરોડ રૂપિયાની વસુલાત અંગે BOI બેંકે આપી નોટિસ

Next Article