ભરૂચના પાલેજ નજીક મોટી ટ્રેન દુર્ઘટના ટળી, રેલ્વે ટ્રેક પર ફ્રેકચર મળી આવતા ટ્રેનો રોકી દેવાઈ

ગુજરાતના ભરૂચમાં પાલેજ નજીક મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. જેમાં રેલ્વે ટ્રેક પર ફ્રેકચર મળી આવતા ટ્રેનો રોકી દેવામાં આવી છે.

ભરૂચના પાલેજ નજીક મોટી ટ્રેન દુર્ઘટના ટળી, રેલ્વે ટ્રેક પર ફ્રેકચર મળી આવતા ટ્રેનો રોકી દેવાઈ
Bharuch Palej Railway Track Fracture
| Edited By: | Updated on: Jan 16, 2022 | 7:48 PM

ગુજરાતના ભરૂચમાં(Bharuch) પાલેજ(Palej) નજીક મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. જેમાં રેલ્વે ટ્રેક(Railway Track) પર ફ્રેકચર મળી આવતા ટ્રેનો રોકી દેવામાં આવી છે.જેમાં ભરૂચના પાલેજ નજીક રેલ ટ્રેકનું ફેક્ચર મળી આવ્યું હતું. તેમજ અપ અને લુપ લાઈનને જોડતો પાટો તૂટેલી હાલતમાં મળી આવ્યો હતો. આ સમગ્ર કિસ્સામાં ગેંગમેનની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી. જેના પગલે વડોદરાથી ભરૂચ તરફ આવતી 7 ટ્રેનોને ડાઉન લુપ લાઈન પરથી પસાર કરાઈ હતી. જેના પગલે ટ્રેન વ્યવહાર અડધો કલાક વિલંબિત થયો હતો. તેમજ ચાર સૂપરફાસ્ટ ટ્રેનોને પાલેજ-કરજણ વચ્ચે ઉભી કરી દેવાઈ છે.

તેમજ ટ્રેક ચેકીંગ વેળા ગેંગમેન ચંદન કુમારના ધ્યાને ટ્રેક ફેક્ચર આવ્યું હતું.જો કે શિયાળામાં અતિશય ઠંડીના કારણે ટ્રેક પર ફ્રેકચર થવાની ઘટનાઓ સામે આવે છે.

 

આ પણ વાંચો : વિકાસ બની આફતઃ વડોદરા જિલ્લાના ગામના રસ્તા પર પાણી ફરી વળ્યાં, જાણો શું છે કારણ?

 આ પણ વાંચો :  BANASKANTHA : પોષી પુનમ પહેલા અંબાજીમાં શ્રદ્ધાળુઓ ઉમટયાં, મંદિર પરિસર બંધ હોવાથી ભક્તો મુંઝાયા

Published On - 6:49 pm, Sun, 16 January 22