Mahisagar : કારંટા ગામની સગીરાની હત્યાનો આરોપી 5 દિવસના રિમાન્ડ પર, જુઓ Video

Mahisagar : કારંટા ગામની સગીરાની હત્યાનો આરોપી 5 દિવસના રિમાન્ડ પર, જુઓ Video

| Edited By: | Updated on: Apr 02, 2023 | 8:42 AM

કોર્ટે આરોપી જીતેન્દ્રને પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે હત્યાના આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુની સંતરામપુરાના સંજેલી પાસેથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે ઉર્સના મેળામાં સગીરા સાથે ચટ્ટાઇ બાબતે ધક્કામુકી થઇ હતી.

મહિસાગરના કારંટા ગામમાં નદીમાંથી સગીરાનો મૃતદેહ મળવાના કેસમાં આરોપીને રિમાન્ડ પર મોકલાયો છે. કોર્ટે આરોપી જીતેન્દ્રને પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે હત્યાના આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુની સંતરામપુરાના સંજેલી પાસેથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે ઉર્સના મેળામાં સગીરા સાથે ચટ્ટાઇ બાબતે ધક્કામુકી થઇ હતી. જેમાં સગીરાને ધક્કો વાગતા તે નીચે પડી ગઇ હતી અને બેભાન થઇ ગઇ હતી.

આ પણ વાંચો : ગુજરાતી વીડિયો: મહિસાગર અને પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો, વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ

જેથી આરોપીએ સગીરાને કોથળામાં ભરી નદીમાં ફેંકી દીધી હતી. મહત્વનું છે કે ઉર્સના મેળામાંથી સગીરા ગુમ થઇ હતી. અને ચાર દિવસની શોધખોળ બાદ નદીમાં બાંધેલી હાલતમાં સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

જેતપુરમાંથી મળ્યો મૃતદેહ

આ અગાઉ રાજકોટના જેતપુરમાંથી ગઈકાલે ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. અઢી વર્ષની બાળકની તેના ઘર નજીક એકલી રમતી હતી તે સમયે એકલતાનો લાભ લઈ અજાણ્યો શખ્સ તેને ઉઠાવી ગયો હતો. આરોપી શખ્સ બાળકીને શારીરિક અડપલા કરવાના ઈરાદાથી અવાવરુ સ્થળે લઈ ગયો હતો. જો કે બાળકીએ બુમ પાડતા પકડાઈ જવાના ડરે તેની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ મૃતદેહને કોથળામાં વીંટીને અવાવરૂ સ્થળે ફેંકી દીધો હતો.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 02, 2023 08:20 AM