Mehsana: ચૌધરી સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો, ગુંજા ગામે વિપુલ ચૌધરીના અને બોરીયાવીમાં અશોક ચૌધરીના સમર્થનમાં સંમેલન

|

Mar 20, 2022 | 2:10 PM

વિસનગર તાલુકાના ગુંજા ગામે વિપુલ ચૌધરીના સમર્થનમાં સભા યોજાઈ અને વિપુલ ચૌધરીને સમર્થનમાં શપથ લેવામાં આવ્યા હતા. બીજી તરફ મહેસાણા તાલુકાના બોરીયાવી ગામમાં ચૌધરી સમાજના બીજા જૂથે હરિભાઈ ચૌધરી અને અશોક ચૌધરીના સમર્થનમાં મહાસંમેલન યોજી વિપુલ ચૌધરી વિરુધ્ધ આક્રોશ ઠાલવ્યો હતો.

મહેસાણા (Mehsana)  જિલ્લામાં ચૌધરી સમાજ (Chaudhary community) માં રાજકારણ ગરમાયુ છે. દૂધસાગર ડેરીની ચૂંટણીમાં સવા વર્ષ પહેલાં વિપુલ ચૌધરી (Vipul Chaudhary) ની કારમી હાર બાદ વિપુલ ચૌધરીએ છેલ્લા એક માસથી રાજકીય ક્ષેત્રે શક્તિ પ્રદર્શન શરૂ કર્યું છે. ત્યારે વિપુલ ચૌધરીએ પામોલની સભામાં ચૌધરી અગ્રણી હરિભાઈ ચૌધરીને ગદ્દાર અને અશોક ચૌધરી (Ashok Chaudhary) ને પપ્પુ કહેતા જ ચૌધરી સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. આથી આજરોજ વિસનગર તાલુકાના ગુંજા ગામે વિપુલ ચૌધરીના સમર્થનમાં સભા યોજાઈ અને વિપુલ ચૌધરીને સમર્થનમાં શપથ લેવામાં આવ્યા હતા.

બીજી તરફ મહેસાણા તાલુકાના બોરીયાવી ગામમાં ચૌધરી સમાજના બીજા જૂથે હરિભાઈ ચૌધરી અને અશોક ચૌધરીના સમર્થનમાં આંજણા આક્રોશ મહાસંમેલન યોજી વિપુલ ચૌધરી વિરુધ્ધ આક્રોશ ઠાલવ્યો હતો. આમ, ચૌધરી સમાજમાં સહકારી ક્ષેત્રને રાજકીય રંગ લાગી જતા બંને જૂથે એકબીજા સામે રોષ અને આક્રોશ ઠાલવ્યો છે.

સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સાર્વજનિક કેળવણી મંડળના દિલીપ ચૌધરી, આજણા યુવક મંડળના પવન ચૌધરી સભામાં હાજર રહ્યા હતા. બોરીયાવી સભામાં આંજણા યુવક મંડળના પવન ચૌધરીએ નિવેદન આપ્યું હતું કે ડેરીમાં અશોક ચૌધરી ખૂબ સારો વહીવટ કરે છે. આજે પણ દિલ્હીમાં ઓબીસીની ફાઇલ ચાલુ છે.
જે લોકો ઓબીસીની વાત કરે છે એ મને સમજાવે કે દિલ્હીમાં એ ફાઇલનું સ્ટેટ્સ શું છે.

આ પણ વાંચોઃ હંમેશાં હરિયાળા રહેતો જિલ્લો છતાં, નવસારી શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે પાણીની સમસ્યા

આ પણ વાંચોઃ ઉત્તર ગુજરાતના કોંગ્રેસ નેતા અને પાટીદાર આગેવાનો ખોડલધામની મુલાકાતે, નરેશ પટેલ સાથે કરી બેઠક

Next Video