MAHISAGAR : સંતરામપુરમાં ભ્રુણ હત્યા કેસ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ , તપાસનો ધમધમાટ તેજ

|

Jul 18, 2021 | 7:56 AM

મહીસાગર જિલ્લામાં બાળકોની ગર્ભમાં જ હત્યા કરવાનો વેપલો ચાલી રહ્યો છે, ત્યારે એક મહિલાના અમાનવીય રીતે ગર્ભપાતનો વીડિયો વાયરલ થતા હાહાકાર મચ્યો છે.

MAHISAGAR : સંતરામપુરમાં ભ્રુણ હત્યા કેસ  મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ , તપાસનો ધમધમાટ તેજ
MAHISAGAR Police complaint registered in feticide case in Santrampur, investigation is in full swing

Follow us on

MAHISAGAR : સંતરામપુરમાં ભ્રુણ હત્યાનો વિડીયો વાયરલ થતા સ્થનિક પ્રશાસન હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસે તપાસ કર્યા બાદ આખરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.મહીસાગરના સંતરામપુરમાં મહિલાના અમાનવીય રીતે ગર્ભપાતના વીડિયોથી ચકચાર મચી ગઇ છે. મહિલાની કૂખમાં રહેલા બાળકની 4 મહિલા દ્વારા હત્યાનો વીડિયો વાયરલ થયો હતો. મહીસાગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ કહ્યું કે, આ ઘટના ગુજરાતની ગરિમાને કલંક લગાવે એવી છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ પોલીસને સાથે રાખીને વીડિયોમાં જે મકાન દેખાય છે, તેની તપાસ કરી હતી. ઘટનાસ્થળની તપાસ બાદ માહિતી મળી છે કે, તે મકાનમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી નર્સ રહે છે, જે છેલ્લા 10 દિવસથી ગાયબ છે.

ચાર મહિલાઓ દ્વારા ભ્રુણ હત્યાનો વિડીયો વાયરલ
મહીસાગરના સંતરામપુરમાં મહિલાના અમાનવીય રીતે ગર્ભપાતના વીડિયોથી ચકચાર મચી ગઇ છે. મહિલાની કૂખમાં રહેલા બાળકની 4 મહિલા દ્વારા હત્યાનો વીડિયો વાયરલ થયો છે. મહીસાગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ કહ્યું કે, આ ઘટના ગુજરાતની ગરિમાને કલંક લગાવે એવી છે.પોલીસ અને આરોગ્ય અધિકારી વીડિયોમાં દેખાતા તમામ પાસા તપાસી રહ્યા છે.રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ વાયરલ વીડિયો અંગે ચિંતા વ્યક્ત કરી છે. ડેપ્યુટી CM નીતિન પટેલે કહ્યું કે,દોષિતોને શોધીને ઝડપથી સજા અપાવવામાં આવશે.

મહિલાને બેભાન કરી અમાનવીય રીતે ગર્ભપાત કરાયો
મહીસાગરના સંતરામપુરમાં ખુલ્લા આકાશ નીચે ઘોર પાપ આચરવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે. આ ઘોર પાપ મહિલાની કૂખમાં રહેલા બાળકને મારી નાંખવાનું કારસ્તાન હતું. પહેલા તો મહિલાને બેભાન કરવામાં આવી હતી. મહિલા બેભાન થયા બાદ મેડિકલ સાધનો સાથે અમાનવીય રીતે ગર્ભપાત કરાયો હતો. આ ઘટના અંગેની 3 દિવસની તપાસ બાદ મહીસાગર જિલ્લાનો અમાનવીય કિસ્સાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

મહીસાગર જિલ્લામાં બાળકોની ગર્ભમાં જ હત્યા કરવાનો વેપલો ચાલી રહ્યો છે, ત્યારે એક મહિલાના અમાનવીય રીતે ગર્ભપાતનો વીડિયો વાયરલ થતા હાહાકાર મચ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છેકે 4 જેટલી મહિલા એક મહિલાને જમીન પર સુવડાવી ગર્ભપાત કરી રહી છે. આ ઘટના બાદ પોલીસ અને આરોગ્ય વિભાગે વીડિયોમાં જે મકાન દેખાય છે તે મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : MAHISAGAR : સંતરામપુરમાં ભ્રુણ હત્યાનો વીડિયો વાયરલ, સરકારે આપ્યા તપાસના આદેશ

Published On - 7:45 am, Sun, 18 July 21

Next Article