MAHISAGAR : સંતરામપુરમાં ભ્રુણ હત્યાનો વીડિયો વાયરલ, સરકારે આપ્યા તપાસના આદેશ

સંતરામપુરમાં ભ્રૂણ હત્યાના વાયરલ વીડિયોને લઇને તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ પોલીસને સાથે રાખીને વીડિયોમાં જે મકાન દેખાય છે, તેની તપાસ કરી છે.

MAHISAGAR : સંતરામપુરમાં ભ્રુણ હત્યાનો વીડિયો વાયરલ, સરકારે આપ્યા તપાસના આદેશ
FILE PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 10:39 PM

MAHISAGAR : જિલ્લાના સંતરામપુરમાં ભ્રૂણ હત્યાના વાયરલ વીડિયોને લઇને તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ પોલીસને સાથે રાખીને વીડિયોમાં જે મકાન દેખાય છે, તેની તપાસ કરી છે. ઘટનાસ્થળની તપાસ બાદ માહિતી મળી છે કે, તે મકાનમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી નર્સ રહે છે, જે છેલ્લા 10 દિવસથી ગાયબ છે.

બાળકની ગર્ભમાં ચાર મહિલા દ્વારા હત્યાનો વીડિયો વાયરલ

પોલીસ અને આરોગ્ય અધિકારી વીડિયોમાં દેખાતા તમામ પાસા તપાસી રહ્યા છે. મહત્વનું છે કે, મહીસાગરના સંતરામપુરમાં મહિલાના અમાનવીય રીતે ગર્ભપાતના વીડિયોથી ચકચાર મચી ગઇ છે. મહિલાની કૂખમાં રહેલા બાળકની 4 મહિલા દ્વારા હત્યાનો વીડિયો વાયરલ થયો છે. મહીસાગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ કહ્યું કે, આ ઘટના ગુજરાતની ગરિમાને કલંક લગાવે એવી છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તપાસના આપ્યા કડક આદેશ મહીસાગરના સંતરામપુરમાં ખુલ્લા આકાશ નીચે, ઓરડીમાં ઘોર પાપ આચરવાના વાયરલ વીડિયો અંગે મહિલા આયોગના ચેરમેને એસપી અને આરોગ્ય વિભાગના અધિકારીને જાણ કરી કડક પગલા લેવા સૂચના આપી છે. તો રાજ્યના નાયબ મુખ્યપ્રધાન પણ વાયરલ વીડિયો અંગે ચિંતા વ્યક્ત કરી છે. ડેપ્યુટી CM નીતિન પટેલે કહ્યું કે,દોષિતોને શોધીને ઝડપથી સજા અપાવવામાં આવશે’.

મહિસાગર જિલ્લામાં બાળકોની હત્યાનો વેપલો ફુલ્યોફાલ્યો છે

મહીસાગર જિલ્લામાં બાળકોની ગર્ભમાં જ હત્યા કરવાનો વેપલો ચાલી રહ્યો છે, ત્યારે એક મહિલાના અમાનવીય રીતે ગર્ભપાતનો વીડિયો વાયરલ થતા હાહાકાર મચ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છેકે 4 જેટલી મહિલા એક મહિલાને જમીન પર સુવડાવી ગર્ભપાત કરી રહી છે. આ ઘટના બાદ પોલીસ અને આરોગ્ય વિભાગે વીડિયોમાં જે મકાન દેખાય છે તે મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ખુલ્લા આકાશ નીચે અને ઓરડીમાં ઘોર પાપને અંજામ અપાયો મહીસાગરના સંતરામપુરમાં ખુલ્લા આકાશ નીચે, એક ઓરડીમાં ઘોર પાપ આચરવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે . આ ઘોર પાપ મહિલાની કૂખમાં રહેલા બાળકને મારી નાંખવાનું કારસ્તાન હતું. પહેલા તો મહિલાને બેભાન કરવામાં આવી હતી. મહિલા બેભાન થયા બાદ મેડિકલ સાધનો સાથે અમાનવીય રીતે ગર્ભપાત કરાયો હતો. આ ઘટના અંગેની 3 દિવસની તપાસ બાદ મહીસાગર જિલ્લાનો અમાનવીય કિસ્સાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">