Mahisagar : લુણાવાડામાં ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ, લોકોને ગરમીથી રાહત મળી

|

Jun 23, 2022 | 5:51 PM

મહીસાગર (Mahisagar) જિલ્લાના લુણાવાડામાં ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં શહેરમાં આખા દિવસના બફારા બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ હતી.

Mahisagar : લુણાવાડામાં ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ, લોકોને ગરમીથી રાહત મળી
Rain
Image Credit source: File Image

Follow us on

ગુજરાતમાં(Gujarat)  ઉનાળાની વિદાય સાથે ધીરે ધીરે ચોમાસાની(Monsoon 2022)  શરૂઆત થઈ ચૂકી છે. જેમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ધીમી ધારે તો કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં મહીસાગર (Mahisagar) જિલ્લાના લુણાવાડામાં ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં શહેરમાં આખા દિવસના બફારા બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ હતી. જો કે ધોધમાર વરસાદ વરસતા શહેરના માંડવી બજાર, હુસેની ચોક, દરકોલી દરવાજા અને હટાડીયા બજારમાં ઢીંચણ સમાં પાણી વહ્યા હતા. તેમજ વરસાદના પગલે લોકોને ગરમીથી ભારે  રાહત મળી છે.

આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે

આ ઉપરાંત ગુજરાતમાં વરસાદની રાહ જોઇને બેઠેલા ખેડૂતો માટે રાહતના  સમાચાર મળી રહ્યાં છે.આગામી ત્રણ દિવસ ગુજરાતમાં રસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.જો કે  એક  દિવસ સામાન્ય વરસાદ રહેશે.જ્યારે 24 અને 25 જૂને ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માનીએ તો દક્ષિણ ગુજરાતના  સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. તો જૂનાગઢ, રાજકોટ, પોરબંદર અને અમરેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ રહેશે.મહત્વનું છે કે રાજ્યમાં જૂન મહિનામાં  અત્યાર સુધી 50 ટકા વરસાદની ઘટ છે.રાજ્યમાં જૂન મહિનામાં સરેરાશ 1.5 ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 40 અને મહતમ તાપમાન 28 ડિગ્રી  રહેશે

જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 30  અને મહતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. ઉપરાંત વાદળછાયુ વાતાવરણ રહેતા શહેરવાસીઓને પારાવાર ગરમીથી રાહત મળશે.તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 40 અને મહતમ તાપમાન 28 ડિગ્રી  રહેશે.ભરૂચમાં ન્યૂનતમ તાપમાન 35 અને મહતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.તેમજ દિવસ દરમિયાન મોટાભાગે 73 ટકા વાદળછાયુ વાતાવરણ રહેશે.તેમજ 50 ટકા વરસાદ થવાની પણ શક્યતા છે.

દિવસ દરમિયાન શહેરવાસીઓને વાદળછાયા વાતવરણનો અનુભવ કરશે.

જ્યારે આજે મહેસાણામાં  વરસાદની આજે કોઈ પણ શક્યતા નથી.શહેરમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 40 ડિગ્રી રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 40 ડિગ્રી  રહેશે.જ્યારે દિવસ દરમિયાન શહેરવાસીઓને વાદળછાયા વાતવરણનો અનુભવ કરશે.

પંચમહાલમાં ભારે વરસાદથી શાળાને નુકસાન

પંચમહાલ જિલ્લાના શહેરામાં ગઈકાલે મોડી રાત્રે ભારે પવન સાથે પડેલ વરસાદમાં શાળાને નુકસાન થયું છે. શહેરા ખાતેની ઉર્દુ કુમાર અને કન્યા શાળાના ઓરડાઓના પતરાં ઉડ્યાં હતાં. શહેરાની મુખ્ય શાળા જર્જરીત થવાને લઈ બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા વાલીઓએ માંગ કરી છે. આ ઉપરાંત ભારે પવનને પગલે શહેરાના મુખ્યમાર્ગ ઉપર ઝાડ પડ્યું હતું જેના કારણે વીજ પોલને નુકસાન પહોચ્યું હતું.

છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડ્યો

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉન સહિત આસપાસના ગામડાઓમા ધોધમાર વરસાદ પડ્યો છે. કંડવા , નસવાડી ,કુકાવટી , આકોના ,હરિપુરા , રામપુરી સહીત અન્ય ગામોમાં વરસાદ પડ્યો છે. નસવાડી તાલુકામાં 700 હેકટરમાં કપાસનું વાવેતર કરાયું છે. વરસાદ વરસતા ખેડૂતોએ વાવેતર કરેલ બિયારણને જીવતદાન મળ્યું છે.

Published On - 5:43 pm, Thu, 23 June 22

Next Article