Mahisagar : બાલાસિનોરમાં ખાતર વિક્રેતાઓને ત્યાં જિલ્લા સ્કવોડનું ચેકિંગ, દુકાનોને નોટિસ ફટકારી

|

Jun 03, 2022 | 8:05 PM

બાલાસિનોર (Balasinor) તાલુકામાં બિયારણમાં ક્વોલિટી વગરનું બિયારણ લાલ પાવડર લગાવી બિયારણમાં પ્રખ્યાત કંપનીના ભળતા નામે નામ પેકિંગ કરી તાલુકાના ખેડૂતોને પધરાવવા આવે છે. આ બિયારણ વેચાણ કરવાથી દુકાનદારોને નફાનું ધોરણ વધતા ખેડૂતોને સારું બિયારણ કહી પધરાવવા આવતું હોવાની વ્યાપક ફરિયાદ છે.

Mahisagar : બાલાસિનોરમાં ખાતર વિક્રેતાઓને ત્યાં જિલ્લા સ્કવોડનું ચેકિંગ, દુકાનોને નોટિસ ફટકારી
Mahisagar Balasinor Agricultural Officer Cheking
Image Credit source: File Image

Follow us on

ગુજરાતના મહિસાગરમાં (Mahisagar) બિયારણ (Seed) અને ખાતરના(Fertilizer)  વિક્રેતાઓને ત્યાં રેડ બાદ બાલાસિનોર(Balasinor)તાલુકામાં ખેતીવાડી આંતર જિલ્લા સ્કોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરની સાત જેટલી દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બિલ ન બનાવવા, રેકોર્ડ ન મોકલવા જેવી બાબતોને કારણે દુકાનોને નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં બાલાસિનોર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી બિયારણ અને ખાતરમાં મિલાવટ અંગે ફરિયાદ હતી. ધ્યાનમાં રાખીને ખેતીવાડી આંતર જિલ્લા સ્કોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના કારણે બિયારણમાં મિલાવટ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. તાલુકામાં આવેલી ખાતર અને બિયારણની દુકાનોમાં છોટાઉદેપુર ખેતીવાડી વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી.

બિયારણમાં પ્રખ્યાત કંપનીના ભળતા નામે નામ પેકિંગની ફરિયાદ

જેમાં મળેલી ફરિયાદ મુજબ બાલાસિનોર તાલુકામાં બિયારણમાં ક્વોલિટી વગરનું બિયારણ લાલ પાવડર લગાવી બિયારણમાં પ્રખ્યાત કંપનીના ભળતા નામે નામ પેકિંગ કરી તાલુકાના ખેડૂતોને પધરાવવા આવે છે. આ બિયારણ વેચાણ કરવાથી દુકાનદારોને નફાનું ધોરણ વધતા ખેડૂતોને સારું બિયારણ કહી પધરાવવા આવતું હોવાની વ્યાપક ફરિયાદ છે.

છોટાઉદેપુર જિલ્લાના નાયબ ખેતી નિયામક અને બે ક્વોલિટી કંટ્રોલ ઈન્સ્પેક્ટરની સંયુક્ત ટીમની રચના

ઉનાળા બાદ હવે ચોમાસાની શરુઆત થવા સાથે જ હવે ખેડૂતો વાવણીમાં લાગી જશે. આ દરમિયાન ખેડૂતો સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી લે ભાગુ વહેપારીઓ દ્વારા ના થાય અને ખેડૂતો અને સારા વહેપારીઓના હિતમાં ખેતીવાડી વિભાગ ખુદ પ્રયાસો કરી રહ્યુ છે. જેથી ગુણવત્તા સભર અને યોગ્ય નિયત કરેલ ભાવે ખાતર બિયારણ વેચતા વહેપારીઓને પણ ખોટી કનડગત થાય અને સાથે જ ખેડૂતોની મહેનત સાથે છેતરપિંડી કોઈ ખોટા વહેપારીઓ ના કરે એ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે માટે સંયુક્ત ખેતિવાડી નિયામક વડોદરા દ્વારા ઝોન માટેની એક વિશેષ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. જે સ્ક્વોડમાં છોટાઉદેપુર જિલ્લાના નાયબ ખેતી નિયામક અને બે ક્વોલિટી કંટ્રોલ ઈન્સ્પેક્ટરની સંયુક્ત ટીમની રચના કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જે ટીમ મહિસાગર જિલ્લામાં તપાસ અર્થે આવી પહોંચી હતી અને તેઓએ દવા-ખાતર અને બિયારણનુ વેચાણ કરનારા વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. જેમાં 54 જેટલા સ્થળો પર તપાસની કાર્યવાહી કરવમાં આવી હતી. જેમાં 29 જેટલા વહેપારીઓને ખુલાસા માંગી સેમ્પલ લેવામાં આવ્યા હતા. સંતરામપુર અને ખાનપુરમાં કેટલાક વહેપારી અને સેન્ટર પરથી અનિયમિતતા જણાઈ આવી હતી. જેને લઈને શંકાસ્પદ લાગતી બાબતોની સ્પષ્ટતા કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.

વેપારીઓમાં ફફડાટ

કેટલાક વહેપારીઓને નોટીસો પાઠવવામાં આવી હતી. જે નોટીસ દ્વારા અનિયિમતતાઓને લઈને ખુલાસા માંગવમાં આવ્યા હતા. ખાસ કરીને વેચાણના બાબતમાં કેટલીક શંકાસ્પદ બાબતો ટીમની નજરમાં આવી હતી. જે અનિયમિતતાઓને લઈને ખુલાસાઓ પુછ્યા હતા. આમ વહેપારીઓમાં ખેતિવાડી વિભાગની કાર્યવાહીથી ફફડાટ વ્યાપ્યો હતો. તો બીજી તરફ ખેડૂતોમાં પણ એ વાતે રાહત સર્જાઈ હતી, કે વાવણી પહેલા સરકાર દ્વારા તંત્રને સાબદુ કરીને ચકાસણી માટે દોડતુ કરી દેવામાં આવ્યુ છે. જેનાથી ખેડૂતો સાથે થતી આર્થિક અને નકલી બિયારણ જેવી છેતરપિંડીમાં રાહત મળશે.

 

Published On - 7:45 pm, Fri, 3 June 22

Next Article