MAHISAGAR : વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રીવાળા 44 લોકો મળ્યા, તમામને હોમ કવોરન્ટાઇન કરાયા

| Edited By: | Updated on: Dec 07, 2021 | 8:01 PM

મહીસાગર જિલ્લામાં વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રીવાળા 44 લોકો પૈકી 42ને ટ્રેસ કરવામાં આવ્યા છે. વિદેશથી આવનાર તમામને ફરજિયાત હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

મહીસાગર જિલ્લામાં ઓમિક્રોનના ભય વચ્ચે આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જિલ્લામાં વિદેશથી આવનારા લોકોને લઈ તકદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. જિલ્લામાં વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રીવાળા 44 લોકો પૈકી 42ને ટ્રેસ કરવામાં આવ્યા છે. વિદેશથી આવનાર તમામને ફરજિયાત હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

નોંધનીય છેકે ગુજરાતમાં ઑમિક્રૉનની એન્ટ્રી થઇ ગઇ છે. ત્યારે રાજય સરકાર સતર્ક બની છે. અને, આરોગ્ય વિભાગે તમામ પગલા લેવાનું આરંભી દેવામાં આવ્યું છે. રાજયમાં એકબાદ એક વિદેશથી લોકો પરત ફરી રહ્યાં છે. અને, વિદેશથી આવતા લોકોને પગલે ઑમિક્રૉનની દહેશત વધી છે. ત્યારે આવા લોકો થતા કોરોના વધુ ન ફેલાય તેની અગમચેતીરૂપે તમામ પગલા લેવાઇ રહ્યાં છે.

રાજય સરકાર દ્વારા એલર્ટ જાહેર કરી ઝડપી સંક્રમણને અટકાવવા માટેના કડક અમલવારીની તૈયારી શરૂ કરી દીધી છે. પોલીસ તંત્ર દ્વારા ફરી નાઇટ કરફયુ અને માસ્કના નિયમોનો ભંગ કરનાર સામે આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.  કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન કરાયું હતું. બાદમાં કોરોના સંક્રમણ હળવું પડતા લોકડાઉન હટાવી નાઇટ કરફયુનો નિયમ લાગુ કરાયો હતો. પરંતુ ફરી કોરોનાની ત્રીજી લહેરની દહેશતને પગલે ધીરેધીરે નિયમો કડક કરવામાં આવી રહ્યાં છે.

 

આ પણ વાંચો : DRDO: જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ VL-SRSAMનું સફળ પરીક્ષણ, કોઈપણ દિશામાંથી આવતા દુશ્મનને નષ્ટ કરવામાં સક્ષમ

આ પણ વાંચો :  મિસાઈલ ‘કિલર્સ સ્ક્વોડ્રન’ને પ્રેસિડેન્ટ સ્ટાન્ડર્ડ અવોર્ડ અપાશે, 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના જહાજોને નેસ્તનાબુદ કર્યા હતા