આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

|

Jun 05, 2024 | 4:58 PM

હીરા મોતી જડેલા સેન્ડલની ખૂબ જ ચર્ચા થઈ હતી અને એ વાત આજ સુધી ચર્ચામાં રહી છે. ઈટાલીના સાલ્વાટોરને ખાસ સેન્ડલના ઓર્ડર સાથે મહારાણીએ પસંદ કરેલા હીરા અને મોતી પણ તેમને મોકલી આપ્યા હતા. આમ હીરા અને મોતી જડેલા આ સેન્ડલની કિંમત એ સમયે પણ બેહદ કિંમતી માનવામાં આવતી હતી.

આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ
હિરા-મોતી જડીત સેન્ડલ

Follow us on

ભારતના રાજા અને મહારાજાઓની અનેક કહાનીઓ છે, જે કહાનીઓને દશકાઓ અને સદીઓ બાદ પણ ખૂબ જ ચર્ચામાં રહી છે. ભારતના રાજાઓના શૌર્ય અને વીરતાની ખૂબ ચર્ચાઓ થવા સાથે રાજાઓના નિર્ણયથી લઈને શોખ સુધીની ચર્ચાઓ પણ દાયકાઓ અને સદીઓ બાદ થતી રહી છે. ભારતના રાજા મહારાજાઓ જ નહીં પરંતુ રાણી મહારાણી સાથે જોડાયેલી વાતો પણ કહાની સ્વરુપ ખૂબ ચર્ચામાં રહે છે.

ભારતીય મહારાજાના મહારાણીઓ દ્વારા સદીઓ પહેલા કેવા ફેશનેબલ હતા અને આ માટે કેવા શોખ ધરાવતા હતા તેની વાર્તાઓ પણ અદ્ભૂત રહી છે. બરોડાના રાજકુમારી ઈન્દિરા દેવી પોતાના ડ્રેસિંગ માટે ખૂબ જ સભાન રહેતા હતા. તેઓને એ સમયના ફેશનેબલ માનવામાં આવતા હતા. સાડીથી લઈને તેમના જૂતાઓની પણ ચર્ચાઓ એ જમાનાથી આજ સુધી ખૂબ રહી છે.

ઈન્દિરા દેવી વિશે જાણો

સૌથી પહેલા ઈન્દિરા દેવી વિશે જાણી લઈએ. દેશમાં રાજા મહારાજાઓ અને મહારાણીઓની વાત નિકળે એટલે ઇન્દિરા દેવીની વાત પણ જરુર ચર્ચામાં રહેતી હોય છે. ઇન્દિરા દેવી બરોડા રાજ્યના રાજકુમારી હતા. તેમનો જન્મ વર્ષ 1892 માં બરોડામાં થયો હતો. તેઓ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના પુત્રી હતા. તેમની માતા મહારાજાના બીજા પત્ની મહારાણી ચીમનાબાઈના દીકરી હતા.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

બરોડાના રાજકુમારી ઈન્દિરા દેવીના સગાઈ ગ્વાલિયરના તત્કાલીન મહારાજા માધો રાવ સિંધિયા સાથે કરવામાં આવી હતી.જોકે તેઓએ આ સગાઈને તોડી દીધી હતી અને લગ્ન કૂચ બિહારના મહારાજા જિતેન્દ્ર નારાયણ સાથે થયા હતા. બરોડામાં આવેલા ભવ્ય લક્ષ્મી વિલાસ પેલેસમાં ઇન્દિરા દેવી ઉછર્યા હતા. બરોડાના રાજકુમારીના લગ્નને લઈને પણ વાત ખૂબ જ ચર્ચામાં રહી હતી.

સુંદરતા અને ડ્રેસિંગ પ્રત્યે સભાન રહેતા

કૂચ બિહારના મહારાણી ઈન્દિરા દેવી પોતાની સુંદરતા અને ડ્રેસિંગ પ્રત્યે હંમેશા સભાન રહેતા હતા. તેઓ તેમના પહેરવેશ ઉપરાંત તેમના શૃંગારને લઈ ખૂબ જ ચર્ચામાં રહેતા હતા. સિલ્ક અને શિફોન સાડીઓને દેશમાં એક ટ્રેન્ડ બનાવવા માટે મહારાણી ઈન્દિરા દેવીને શ્રેય આપવો જોઈએ. જ્યારે તેઓ સજીને તૈયાર થતા ત્યારે તેમનો પ્રભાવ અને અંદાજ અલગ જ લાગતો હતો.

હિરા-મોતી જડેલા સૅન્ડલ

વિશ્વના જાણીતા ફેશન ડિઝાઈનરોમાંના એક ઇટાલીના સાલ્વાટોર ફેરાગામો મહારાણી ઈન્દિરા દેવીના મનપસંદ પશ્ચિમી ડિઝાઇનરોમાંથી હતા. સાલ્વાટોરે તેમની આત્મકથામાં લખ્યું છે કે, એકવાર રાણીએ તેમની કંપનીને જૂતા બનાવવાનો મોટો ઓર્ડર આપ્યો હતો. તેમાંથી એક ઓર્ડર ખાસ સેન્ડલ બનાવવાનો હતો. જે સેન્ડરમાં માત્ર ચામડું કે, રબર નહીં પરંતુ કિંમતી હીરા અને મોતી જડવાનો ઓર્ડર હતો.

હીરા મોતી જડેલા સેન્ડલની ખૂબ જ ચર્ચા થઈ હતી અને એ વાત આજ સુધી ચર્ચામાં રહી છે. ઈટાલીના સાલ્વાટોરને ખાસ સેન્ડલના ઓર્ડર સાથે તેમણે પસંદ કરેલા હીરા અને મોતી પણ તેમને મોકલી આપ્યા હતા. હાથવણાટ કરાયેલ ફેરાગામો સેન્ડલની જોડી સૅટિન ઉપલા, કૉર્ક વેજ અને પ્લેટફોર્મ સોલ મખમલથી ઢંકાયેલો અને રાઇનસ્ટોન્સ સાથે હાથથી એમ્બૉસ્ડ પિત્તળમાં શણગાર કરેલો છે. આમ હીરા અને મોતી જડેલા આ સેન્ડલની કિંમત એ સમયે પણ બેહદ કિંમતી માનવામાં આવતી હતી.

100 જોડી જૂતાનો ઓર્ડર

ઈટાલિયન કંપનીને કૂચ બિહારના મહારાણીએ 100 જોડી જૂતા બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. આ કંપની 20મી સદીની સૌથી પ્રખ્યાત ડિઝાઇનર કંપની માનવામાં આવતી હતી. આજે પણ આ કંપનીના સમગ્ર વિશ્વમાં લક્ઝરી શોરૂમ છે. સાલ્વાટોર કંપનીને એક સાથે 100 જૂતાનો ઓર્ડર આપવાને લઈ કૂચ બિહારે ખૂબ જ ચર્ચા જગાવી હોવાનું કહેવાય છે.

એ જમાનામાં એક સાથે આટલા બધા જૂતાઓનો ઓર્ડર અને એ પણ વિદેશી ડિઝાઈનર કંપનીને આપવાને લઈ ચર્ચા દેશ વિદેશમાં થવી એ સ્વાભાવિક છે. કારણ કે આ ઓર્ડરમાં હીરા મોતી જડીને તૈયાર કરવાના સેન્ડલનો પણ ઓર્ડર હતો. આજના જમાનામાં આ સેન્ડલની કિંમત કરોડમાં હોઈ શકે એવો અંદાજ પણ માનવામાં આવે છે. એ જમાનામાં પણ આ સેન્ડલને કિંમતી હીરા અને મોતીથી જડવામાં આવ્યા હતા. જેની કિંમત એ વખતે ખૂબજ ઊંચી હોવાનું અંદાજવામાં આવી રહ્યું હતુ.

યુરોપમાં પાર્ટી આયોજન કરતા

કૂચ બિહારના મહારાણી ઈન્દિરા દેવીએ યુરોપમાં ખૂબ જ સમય વિતાવ્યો છે. જે દરમિયાન તેઓએ પાર્ટીઓના મોટા આયોજન પણ યુરોપમાં કરતા હતા. યુરોપમાં પાર્ટીઓના આયોજન દરમિયાન હોલીવુડ સ્ટાર્સ પણ રાણીના સારા મિત્ર હોવાને લઈ પાર્ટીનો હિસ્સો બનતા હતા. મહારાણી યુરોપના અનેક દેશોમાં રહી ચૂક્યા છે. પુત્રીના અભ્યાસ માટે પણ તેઓ તેમની સાથે સાથે રહેતા હતા.

 

સગાઈ તોડવાનો પત્ર લખ્યો

એ જમાનામાં રાજકુમારીના વિચારોને લઈ તેમની ચર્ચા તેમની સગાઈ તોડવાના અને પોતાને પસંદ રાજકુમાર સાથે લગ્ન કરવાનો ઇરાદો પરિવારમાં જાહેર કરવાને લઈ થઈ હતી. એ યુગમાં કોઈ 18 વર્ષની યુવતી સગાઈ તોડવાની અને પસંદગીના યુવક સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરે અને એ માટે મક્કમતા દાખવે એ ખૂબ જ વિચાર કરતા મૂકી દે એવી વાત હતી. ઈન્દિરા દેવીની સગાઈ ગ્વાલિયરના મહારાજા સાથે થઈ હતી. તેમણે તેમની સગાઈ તોડવા માટેનો નિર્ણય કર્યો હતો. આ માટે તેમણે પોતાની સગાઈ જેમની સાથે કરી હતી એ મહારાજા માધો રાવ સિંધિયાને પત્ર લખ્યો હતો.

તેઓએ મહારાજાને પત્ર લખીને જણાવ્યું હતુ કે, તેમની સાથે લગ્ન કરવા માંગતી નથી. તેમના આ પત્ર બાદ ગ્વાલિયરના મહારાજા તરફથી બરોડા એક લીટીનો ટેલિગ્રામ આવ્યો હતો. જેમાં સવાલ કરવામાં આવ્યો હતો કે, રાજકુમારીના પત્રનો અર્થ શું છે? બાદમાં બરોડાની રાજકુમારીના લગ્ન લંડનની એક હોટલમાં જિતેન્દ્ર નારાયણ સાથે થયા હતા. જે લગ્નમાં રાજકુમારીના પરિવાર તરફથી કોઈ ઉપસ્થિત રહ્યું નહોતું. તેઓએ બ્રહ્મ સમાજની રીત રિવાજો મુજબ લગ્ન કર્યા હતા.

મહારાજાના નિધન બાદ કારભાર સંભાળ્યો

રાજકુમારીએ સગાઈ તોડ્યા બાદ પોતાના પરિવારને પોતાના નિર્ણયનો મક્કમતા પૂર્વક મનાવવા માટે પ્રયાસ કર્યો. અંતે પરિવારજનોએ હા ભણી પરંતુ કેટલીક શરતો રાખી હતી. જોકે રાજકુમારી ઈન્દિરા દેવીના લગ્ન જિતેન્દ્ર નારાયણ સાથે થયા હતા. જિતેન્દ્ર નારાયણના મોટા ભાઈ અને કૂચ બિહારના મહારાજા રાજેન્દ્ર નારાયણ ગંભીર બિમાર થયા હતા. જે બિમારીને કારણે તેઓનું નિધન થયું હતુ.

આમ મહારાજા મોટા ભાઈના નિધન બાદ ઈન્દિરા દેવીના પતિ જિતેન્દ્ર નારાયણ કૂચ બિહારના મહારાજાની ગાદી સંભાળી હતી. જોકે મહારાજા જિતેન્દ્ર નારાયણ પણ દારુનું વધુ સેવન કરવાને લઈ બિમારીમાં સપડાયા હતા. જેને લઈ તેઓનું અવસાન થયું હતુ. આમ પતિના અવસાન બાદ તેઓએ પરિસ્થિતિનો સામનો ધૈર્યથી કર્યો અને મોટા પુત્રના સગીર હોવાને લઈ ખુદને જ કૂચ બિહાર રાજયના કારભારને સંભાળ્યો હતો.

તેમના કારભાર સંભાળવા દરમિયાન તેમની વહિવટી કુશળતાને સામાન્ય માનવામાં આવતી હતી. જોકે તેઓએ ખૂબ જ સક્રિય સામાજિક જીવન માટે ઝડપથી ખ્યાતી પ્રાપ્ત કરી લીધી હતી. તેઓએ યૂરોપમાં ખૂબ લાંબો સમય કૂચ બિહારથી દૂર રહીને વિતાવ્યો હતો.

મહારાણી ગાયત્રી દેવીના માતા

લગ્ન બાદ ઈન્દિરા દેવીના પાંચ સતાનો હતો. જેમાં જયપુરના મહારાણી ગાયત્રી દેવી પણ તેમના પુત્રી હતા. મહારાણી ગાયત્રી દેવીનો જન્મ 1919માં લંડનમાં થયો હતો. કૂચ બિહાર રાજ્યની રાજકુમારી ગાયત્રી દેવી શાંતિ નિકેતન અને બાદમાં લંડન અને સ્વિત્ઝરલેન્ડમાં શિક્ષણ મેળવ્યું હતુ. ગાયત્રી દેવીના લગ્ન જયપુરના મહારાજા સવાઈ માનસિંહ બીજા સાથે થયા હતા.

ગાયત્રી દેવીને વિશ્વની 10 સુંદર મહિલાઓમાં ગણવામાં આવતી હતી. એક સંસ્થાએ તેમની ગણના દશ સુંદર મહિલાઓમાં ગણના દર્શાવી હતી. મહારાણી ગાયત્રી દેવી રાજકારણમાં સક્રિય હતા. 1962માં જયપુર બેઠક પરથી સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર તરીકે સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

આ પણ વાંચો:  ભારતનું VVIP વૃક્ષ, લોખંડી સુરક્ષા અને દિવસ-રાત પોલીસ જવાનોનો પહેરો, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article