લોકસભા ચૂંટણીની તૈયારી કોંગ્રેસ કરશે ગુજરાતથી, 12 માર્ચે 58 વર્ષ બાદ CWCની બેઠક ગુજરાતમાં

|

Mar 10, 2019 | 5:29 AM

અમદાવાદમાં 12મી માર્ચે કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠક મળવાની છે, ત્યારે તેને લઈને તાડામાર તૈયારીઓને આખરી ઓપ અપાવામાં આવી રહ્યો છે. CWCની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. ઉપરાંત ચાર રાજ્યોના મુખ્યપ્રધાન પણ આ બેઠકમાં આવવાના છે. ગુજરાતમાં 58 વર્ષ પછી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ […]

લોકસભા ચૂંટણીની તૈયારી કોંગ્રેસ કરશે ગુજરાતથી, 12 માર્ચે 58 વર્ષ બાદ CWCની બેઠક ગુજરાતમાં

Follow us on

અમદાવાદમાં 12મી માર્ચે કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠક મળવાની છે, ત્યારે તેને લઈને તાડામાર તૈયારીઓને આખરી ઓપ અપાવામાં આવી રહ્યો છે. CWCની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે.

ઉપરાંત ચાર રાજ્યોના મુખ્યપ્રધાન પણ આ બેઠકમાં આવવાના છે. ગુજરાતમાં 58 વર્ષ પછી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ રહી છે. ત્યારે સભાના આયોજન માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે. 12 માર્ચે સવારે 10:30 વાગ્યે અમદાવાદના શાહીબાગ સરદાર સ્મારક ખાતે CWCની બેઠક યોજાશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

જે બાદ બપોરે 1 વાગ્યે અડાલજ ખાતે કોંગ્રેસ જનસભાને સંબોધન કરશે. સભા સ્થળ પર 4 લાખથી વધુ લોકો એકઠા થવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. ત્યારે નેતાઓની સુરક્ષાને લઈને પણ SPGની ટીમે ત્રિમંદીર પાસે સભા સ્થળની મુલાકાત કરી હતી. 12 માર્ચના રોજ પ્રથમ વખત કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ અને નેતાઓ એક મંચ પર જોવા મળશે.

Published On - 5:27 am, Sun, 10 March 19

Next Article