બધાને પરસ્પર પગે લાગીએ, આદર આપીએ એજ ગુરુ પૂજન કહેવાય: મહંતસ્વામી મહારાજ

|

Jul 21, 2024 | 11:02 PM

ગુરુ-શિષ્યની પવિત્ર પરંપરાને ઉજાગર કરતો તહેવાર એટલે ગુરુપૂર્ણિમા, BAPS સંસ્થાના ગાદીસ્થાન બોચાસણ ખાતે ધામ-ધૂમથી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. ગુરુપૂર્ણિમાની સભામાં અંદાજે 60 હજાર જેટલા ભાવિકો જોડાયા હતા.

બધાને પરસ્પર પગે લાગીએ, આદર આપીએ એજ ગુરુ પૂજન કહેવાય: મહંતસ્વામી મહારાજ

Follow us on

અષાઢી પૂર્ણિમાનો આજનો દિવસ ભગવાન વેદવ્યાસજીની સ્મૃતિરૂપે વ્યાસપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. બોચાસણ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે અષાઢી પૂર્ણિમા ગુરુપૂર્ણિમાનો ઉત્સવ 21 જુલાઇ 2024ને રવિવારના રોજ પરંપરાગત રીતે ગુરુવર્ય પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો હતો. વહેલી સવારે પ.પૂ.મહંતસ્વામી મહારાજે મંદિરમાં ઠાકોરજીની આરતી ઉતારી ગુરુશિખરોમાં ગુણાતીત ગુરુપરંપરાની મૂર્તિઓના દર્શન કરી પ્રાર્થના કરી હતી.

સભાગૃહમાં ગુરુપૂર્ણિમા ઉત્સવની સભાની શરૂઆત

આજના પવિત્ર દિવસે ગુરુના દર્શન તથા ગુરુભક્તિ અદા કરવા સમગ્ર દેશ-વિદેશના હરિભક્તો અને ભાવિકો ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા હતા. ઉપરાંત ઘણા હરિભક્તોએ પદયાત્રા, સાયકલયાત્રા કરીને પણ વિશિષ્ટ ગુરુભક્તિ અદા કરી હતી. સવારે 8.30 વાગ્યે મંદિર પરિસરના વિશાળ સભાગૃહમાં નિર્ધારિત સમય અનુસાર ધૂન-પ્રાર્થના-સ્તુતિ દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવની સભાની શરૂઆત થઈ હતી.

મહાન પુરુષો સાચા ગુણાતીત ગુરુની ઓળખાણ માટે ત્રણ મુદ્દા સમજાવે છે. (1) ગુરુના ગુરુનું વર્તન (2) ગુરુનું પોતાનું વર્તન અને (3) વર્તમાન ગુરુના સંગ થકી જે થયા હોય તેને જાણવા. આ ત્રણ રીતે ગુરુની તપાસ કરીને પછી ગુરુ કરવા જોઈએ. જે આજના ગુરુ પૂર્ણિમા ઉત્સવનો મધ્યવર્તી વિચાર હતો.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

પૂજ્ય આદર્શજીવન સ્વામીએ “ગુરુની ગુણ ગાથા” વર્ણવતા જણાવ્યુ હતું કે વર્તમાન ગુરુ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના જીવનમાં રહેલ ભગવાન પ્રત્યેની નિષ્કામ ભક્તિ, અહંશૂન્યતા, નમ્રતા, સૌનું ભલું કરવાની ભાવના, ભગવાનના કર્તાપણાના અનુસંધાન વિષયક વિવિધ પ્રસંગોને નિરુપ્યા હતા. જેના પરિપ્રેક્ષમાં દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા મહંતસ્વામી મહારાજના દિવ્ય જીવન-કાર્યની પરિચયાત્મક ગાથા સ્ક્રીન પર રજૂ થઈ હતી.

સદગુરુવર્ય સંત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ તેઓના વક્તવ્યમાં ભગવાન સ્વામિનારાયણના જીવન – કાર્યનું નિરૂપણ કરીને ગુણાતીત સંતોની પરંપરા દ્વારા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે એ વાત દોહરાવી હતી.

ગુરુને વિષે નિર્દોષબુદ્ધિ એ જ ગુરુપૂજન છે

આ પ્રસંગે સદગુરુવર્ય સંત પૂજ્ય (કોઠારી) ભક્તિપ્રિય સ્વામીએ આપણે ગુરુનું પૂજન કેવી રીતે કરીશું અને આદર્શ શિષ્ય કેવી રીતે બનીશું એ વિષયક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યુ કે, ‘આપણને જ્યારે ગુણાતીત ગુરુ મળ્યા છે ત્યારે યોગીજી મહારાજે યોગીગીતામાં જ કહ્યું છે કે ગુરુને વિષે નિર્દોષબુદ્ધિ એ જ ગુરુપૂજન છે.’

વરિષ્ઠ સદગુરુવર્ય સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામીએ પ્રાસંગિક આશીર્વાદમાં જણાવ્યુ હતું કે, ‘આદી ગુરુ અને આચાર્ય ભગવાન વેદવ્યાસે સર્વ શાસ્ત્રના સાર રૂપે ‘જીવનનું ધ્યેય ભગવાન છે’ એમ જણાવ્યુ છે. આ સાથે ગુરુનો મહિમા ‘ગુરુ સાક્ષાત પરબ્રહ્મ’ એમ પણ જણાવ્યુ છે જે ગુણાતીત ગુરુનો મહિમા છે.

 

 

ત્યારબાદ વરિષ્ઠ સંતોએ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ.મહંતસ્વામી મહારાજનું પૂજન કર્યું હતું, અને સ્વામીશ્રીને પુષ્પહાર પહેરાવી ગુરુભક્તિ અદા કરી હતી. ચરોતર પ્રદેશના તમામ વરિષ્ઠ સંતોએ પણ સ્વામીશ્રીને પુષ્પહાર પહેરાવી ભક્તિ અદા કરી હતી. ઉત્સવ સભામાં ઉપસ્થિત સૌ હરિભક્તોએ પણ મંત્ર પુષ્પાંજલી દ્વારા સ્વામીશ્રીને વધાવ્યા હતા.

આજના પ્રસંગે ગુરુહરિ પ.પૂ.મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, ‘ગુરુની આજ્ઞા પાળવી અને ગુરુમાં નિર્દોષબુદ્ધિ રાખવી એ ગુરુપૂજન. આજે ગુરુપુનમ છે તો સૌ તને, મને ધને સુખી થાય. બધાને પરસ્પર પગે લાગીએ, આદર આપીએ. એ ગુરુ પૂજન થયું કહેવાય.

દેશ અને વિદેશના મળી કુલ 60,000 જેટલા હરિભક્તો હાજર રહ્યા

આજના પ્રસંગે સાંસદ અને ધારાસભ્ય પણ ઉપસ્થિત રહી ગુરુહરિ પ.પૂ.મહંતસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગુરુપૂર્ણિમાની સભામાં દેશ અને વિદેશના મળી કુલ 60,000 જેટલા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેમની વ્યવસ્થામાં સ્થાનિક સંતોના માર્ગદર્શન મુજબ 5000 જેટલા સ્વયંસેવકો સેવામાં જોડાયા હતા.

આ પણ વાંચો: શામળાજીમાં ગુરુ પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ ઉમટી, લક્ષદ્વીપ પ્રશાસક પ્રફુલ પટેલે કર્યા દર્શન, જુઓ વીડિયો

Next Article