ગ્રેડ પે આંદોલનમાં હવે તંત્ર કડક બન્યું છે. ગુજરાતમાં (Gujarat) પોલીસ ગ્રેડ પે (Police Grade Pay) મુદ્દે પાંચ સભ્યોની કમિટી (Committee) બનાવવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી પોલીસ ગ્રેડ પે મુદ્દે ચાલી રહેલી માંગણી બાદ રાજ્ય પોલીસ વડાએ(DGP) આશિષ ભાટિયાએ આ મુદ્દાના ઉકેલ માટે પાંચ સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી છે. પરંતુ આ સાથે કે ચીમકી પણ આપી છે. આંદોલન મુદ્દે કાયદાનું પાલન કરવાનું તેમને જણાવ્યું છે.
રાજ્ય પોલીસવડા આશિષ ભાટીયાએ પોલીસ કર્મચારીઓને સૂચના આપી છે. હવે પછી ગેરશિસ્ત કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરાશે. તેમણે કહ્યું, હવે પછી કોઈપણ ખાનગી વ્યક્તિ કે કર્મચારી આ રીતે કાયદા વિરુદ્ધ વર્તન કરશે તો કાયદેસરના પગલાં ભરવામાં આવશે. DGP આશિષ ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં ઉશ્કેરણી જનક પોસ્ટ કરનાર સામે 4 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં રેલી, આયોજનો કરનાર સામે પણ 4 પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ગ્રેડ પે મુદ્દે બનાવવામાં આવેલી કમિટીના અધ્યક્ષ આઇજી બ્રિજેશ ઝા રહેશે. આ કમિટીમાં કુલ પાંચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી તમામ પાસાઓનો અભ્યાસ કરીને રિપોર્ટ સોંપશે.
આ પણ વાંચો: આજે સુરત કોર્ટમાં હાજરી આપશે રાહુલ ગાંધી, કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ કરેલી છે ફરિયાદ: જાણો શું છે મામલો
આ પણ વાંચો: મેયરની માનવતા: રૂફટોપ ખોલીને ગાડીમાં ઉભેલી બાળકીનો થયો એવો અકસ્માત કે પરિવાર હેબતાઈ ગયો, જાણો પછી શું થયું