Surat: સુરતમાં રેસ્ટોરન્ટની આડમાં ચાલી રહેલા કપલ બોક્સ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

|

Apr 18, 2022 | 10:11 PM

સુરતના (Surat) વેસુ વીઆઇપી રોડ સ્થિત કેનાલ વોક શોપર્સમાં કિ એન્ડ કા રેસ્ટોરન્ટની આડમાં ચાલી રહેલા કપલ બોક્સ પર એલસીબી ઝોન 3 ની ટીમે દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Surat: સુરતમાં રેસ્ટોરન્ટની આડમાં ચાલી રહેલા કપલ બોક્સ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
Couple Box In Surat

Follow us on

સુરત (Surat) જિલ્લાના પાસોદરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનું સરાજાહેર ગળું કાપી હત્યા કરવાની હિચકારી ઘટના બાદ સુરત સિટી વિસ્તારમાં કપલ બોક્સ બંધ કરાવવાની માગ ઉઠી હતી. બીજી તરફ કપલ બોક્સમાં અશ્લીલ કૃત્યો અને નશીલા પદાર્થના સેવન સહિતની અસામાજીક પ્રવૃત્તિઓ થઇ રહી હોવાથી જે તે વખતે પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સુરત સિટી (Surat City Police) એલસીબી ઝોન 3 ની ટીમના એએસઆઇ રોહિત યોગેશ અને તેમની ટીમે વેસુ વીઆઇપી રોડ સ્થિત કેનાલ વોક શોપર્સ નામના બીજા માળે દુકાન નં. 121 અને 122 માં કિ એન્ડ કા નામની રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી.

રેસ્ટોરન્ટમાં 8 થી 10 જેટલા કપલ બોક્સ મળી આવતા માલિક અભિષેક રાજેશ ગોસ્વામી વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો ઉમરા પોલીસમાં નોંધાવી ધરપકડ કરી હતી. સુરતના વેસુ વીઆઇપી રોડ સ્થિત કેનાલ વોક શોપર્સમાં કિ એન્ડ કા રેસ્ટોરન્ટની આડમાં ચાલી રહેલા કપલ બોક્સ પર એલસીબી ઝોન 3 ની ટીમે દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત જિલ્લાની અંદર જે રીતે ગ્રીસ્મા હત્યા કેસ સામે આવ્યો ત્યારબાદ ગુજરાત પોલીસે તમામ શહેરો અને જીલ્લાની અંદર સૂચના આપવામાં આવી હતી.

કપલ બોક્સ જ્યાં ચાલે છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે કારણ કે આરોપી હતો તે કપલ બોક્સ ચલાવતો હતો. કપલ બોક્સ ચલાવતા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં હતી ત્યારબાદ સુરત શહેર પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારોની અંદર ચાલતા કપલ બોક્સ ઓફિસ બંધ કરવાની માગ કરવામાં આવી હતી . ત્યારબાદ એક પછી એક આવા કપલ બોક્સને તોડી પાડવામાં આવ્યા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ફરીથી કેટલાક આવા કપલ બોક્સ શરૂ કરતાની સાથે જ ઉમરા પોલીસે આવા કપલ બોક્સ ચલાવતાં ઈસમ સામે કેસ કરવામાં આવ્યો હતો અને સૂચના પણ આપવામાં આવી છે કે આ રીતના કપલ બોક્સ ફરીથી શરૂ કરશે તો આવનારા દિવસોની અંદર પોલીસ દ્વારા સતત કામગીરી કરી અને કપલ બોક્સને તોડી પાડી અને તેમના જે સંચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: PM મોદીનું 21 એપ્રિલે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન, ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વ પર બહાર પાડવામાં આવશે સિક્કો અને ટપાલ ટિકિટ

આ પણ વાંચો: ગુજરાતમાં 20 અને 21 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી, 35થી 40 પ્રતિ કિમી કલાકની ઝડપે પવન ફુંકાશે

Published On - 10:11 pm, Mon, 18 April 22

Next Article