જાણો દિવાળી પર શા માટે કરવામાં આવે છે લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા

|

Jan 19, 2021 | 11:32 AM

દિવાળીના તહેવાર પર લક્ષ્મી પૂજા અને ગણેશજીની પૂજાનું ખૂબ જ મહત્વ રહેલું છે. લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા વિના આ તહેવાર અધુરો છે.  તો જાણો દિવાળીના તહેવાર પર લક્ષ્મી અને ગણેશ પૂજાનું મહત્વ લક્ષ્મી પૂજાનું મહત્વ માં લક્ષ્મી ધનની દેવી છે. માં લક્ષ્મીની કૃપાથી ધન અને ઐશ્વર્ય અને વૈભવ પ્રાપ્ત થાય છે. કારતક મહિનાની અમાસના દિવસે […]

જાણો દિવાળી પર શા માટે કરવામાં આવે છે લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા

Follow us on

દિવાળીના તહેવાર પર લક્ષ્મી પૂજા અને ગણેશજીની પૂજાનું ખૂબ જ મહત્વ રહેલું છે. લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા વિના આ તહેવાર અધુરો છે.  તો જાણો દિવાળીના તહેવાર પર લક્ષ્મી અને ગણેશ પૂજાનું મહત્વ

લક્ષ્મી પૂજાનું મહત્વ

માં લક્ષ્મી ધનની દેવી છે. માં લક્ષ્મીની કૃપાથી ધન અને ઐશ્વર્ય અને વૈભવ પ્રાપ્ત થાય છે. કારતક મહિનાની અમાસના દિવસે લક્ષ્મીને પ્રસન્ન કરી સમૃધ્ધિના આશીર્વાદ લેવામાં આવે છે. દિવાળીના તહેવાર પહેલા આવનારી શરદપૂર્ણિમાના તહેવારને મા લક્ષ્મીના જન્મોત્સવ તરીકે મનાવવામાં આવે છે. ત્યારબાદ દિવાળી પર પૂજા કરીને ધન-ધાન્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
ગણેશ પૂજાનું મહત્વ  
ગણપતિજીને બુધ્ધિના દેવતા કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં પૂજા અને કર્મકાંડ ગણેશજીની પૂજા વિના શરું નથી થતું.દિવાળી પર ગણપતિ પૂજાનું પણ આ જ એક મહત્વ રહેલું છે.ધનનો ઉપયોગ યોગ્ય કામ માટે કરો.એ જ પ્રાર્થના સાથે દિવાળી પર ગણેશજીની પૂજા કરવામાં આવે છે.
શું છે ધાર્મિક માન્યતા
દિવાળી કારતક મહિનાની અમાસના દિવસે મનાવવામાં આવે છે. દિવાળીના 15 દિવસ પહેલા કારતક મહિનાની પૂનમ પર લક્ષ્મીનો જન્મોત્સવ એટલે કે શરદોત્સવ મનાવવામાં આવે છે. જેને શરદપૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે. ધાર્મિક રીત મુજબ માં લક્ષ્મીની પૂજાનો મુખ્ય દિવસ શરદપૂર્ણિમા છે જ્યારે દિવાળીની રાત્રે મુખ્ય રુપે માં કાલીની પૂજા થવી જોઇએ તેનું કારણ છે અમાસની રાતને કાલરાત્રિ કહેવામાં આવે છે,જ્યારે શરદપૂર્ણિમાની રાત્રે ધવલ રાત્રિ હોય છે. આ જ દિવસે લક્ષ્મીજી પ્રગટ થયા હતા. શરદ પૂર્ણિમાના દિવસે સમુદ્ર મંથન દરમિયાન દેવી લક્ષ્મી ઉત્પન્ન થયા હતા.
અમાસનો દિવસ માં દુર્ગાના કાલરાત્રિના સ્વરુપ સાથે સંબધિત છે જ્યારે શરદપૂર્ણિમાનો દિવસ માં લક્ષ્મીનુ ધવલ સ્વરુપ છે. એટલે શરદપૂર્ણિમાના દિવસે માં લક્ષ્મીની અને દિવાળીના દિવસે કાલરાત્રિની પૂજા થવી જોઇએ. બદલાતા સમય સાથે બજારવાદના કારણે માં લક્ષ્મીની પૂજાને પ્રાથમિકતા આપવામાં આવે છે. દિવાળીના દિવસે બ્રમ્હા, વિષ્ણું, મહેશ,કાલરાત્રિ અને માં લક્ષ્મીની પૂજા થવી જોઇએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 3:46 pm, Wed, 4 November 20

Next Article