ગુજરાતે(Gujarat) વિશ્વવ્યાપી મહામારી કોરોના સામે રક્ષણાત્મક ઉપાય સમાન કોરોના વેક્સિનેશન(Vaccination) અન્વયે પર મિલીયન એટલે કે દર દસ લાખ લોકોએ વેક્સિનેશન અંતર્ગત પાંચ લાખ ૧૭ હજાર વ્યક્તિઓનું વેક્સિનેશન કરીને દેશભરમાં અગ્રીમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતમાં કોરોના વેક્સિનેશનના ૭૫ લાખ ડોઝ જુલાઇ-ર૦ર૧ દરમ્યાન થયા છે.
જ્યારે તા.૩૧મી જુલાઇ સુધીમાં ગુજરાતમાં કોરોના વેક્સિનેશન ૩ કરોડ ૩ર લાખ ૬પ હજાર ૯૭પ ડોઝ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના વેક્સિનેશનની કામગીરીની સમીક્ષા દરમ્યાન આ વિગતો આપવામાં આવી હતી.
રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી પ૦ ટકા ઉપરાંત એટલે કે ર કરોડ પ૩ લાખ ૩ર હજાર ૦ર૩ લોકોને અત્યાર સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે અને ૭૯ લાખ ૩૩ હજાર ૯પર લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે.
ગુજરાતે તા.૩૧ જુલાઇ-ર૦ર૧ સુધીમાં ૩ કરોડ ૩ર લાખ ૬પ હજાર ૯૭પ ડોઝ કોરોના વેક્સિનના આપ્યા છે.
મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે હાથ ધરાઇ રહેલી સઘન વેકસીનેશન ઝૂંબેશમાં સક્રિયતાથી કર્તવ્યરત રહીને આ સિદ્ધિ મેળવવા માટે આરોગ્ય તંત્રના સૌ કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સૌ કર્મીઓએ કોરોના વેકસીનેશન આપવા માટે આદરેલી ઝૂંબેશના પરિણામે 29 જુલાઇ સુધી ૧૯,૬૬,૫૦૬ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર, ૪પથી વધુ વયના ૧,૨૦,૭૧,૯૦૨ તેમજ ૧૮ થી ૪૪ વયજૂથના ૧,૦૮,૧૮,૪૩૪ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
આ પણ વાંચો : આજથી નાણાકીય વ્યવહારો સંબંધિત આ નિયમો બદલાશે, જાણો તમારા પર શું પડશે અસર
આ પણ વાંચો : Bhakti : રવિવારે બિલકુલ ન કરો આ કામ ! નહીં તો કરવો પડશે સૂર્યદેવના પ્રકોપનો સામનો
Published On - 6:25 am, Sun, 1 August 21