શ્રધ્ધા અને અંધ્ધશ્રધ્ધા વચ્ચે પાતળી ભેદરેખા છે અને તેમાય જ્યારે વાત પૈસાની હોય ત્યારે અનેકના મન લલચાય છે. આવો જ એક કિસ્સો ભુજ(Bhuj) તાલુકાના કોટડા ગામે સામે આવ્યો છે. જ્યા બે ગઠીયાએ ખેડુતને(Farmers) વાડીમાં ધન હોવાનુ કહી ધાર્મિક વિધીના બહાને લાખોનો ચુનો ચોપડ્યો (Cheating) છે. જો કે મામલો સામે આવ્યા બાદ ખેડુત પોલીસ મથકે પહોચ્યા હતા અને પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. વાડીમા ધન હોવાનુ કહી આ બે ગઠીયાએ 19 તોલા દાગીનાની ઠગાઇ કરી ફરાર થઇ ગયા હતા.
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ફરિયાદી ભરત રમણિકલાલ માકાણીની વાડીએ આજથી એકાદ વર્ષ પહેલા શંકરનાથ ઉર્ફે ગોપાલ ઉર્ફે પ્રકાશગીરી બાબુનાથ વાદી તથા ટીકનાથ ઉર્ફે વિશ્વનાથ ગુલાબનાથ વાદી આવ્યા હતા.અને તેઓએ વાડીમાં ગુપ્ત ધન હોવાની લાલચ ખેડુત બંધુઓને આપી હતી. ત્યાર બાદ વાડીમાં ચોક્કસ જગ્યાએ લાલ કપડામાં સોનાના દાગીના મુકવા માટે જણાવ્યુ હતુ. જે અનેક વાર કરી ખેડુતને વિશ્વાસમાં લીધા હતા. જો કે એક દિવસ 2 ભાઇઓ પુજા કર્યા બાદ માટલુ લેવા ગયા ત્યારે તેમાથી ધરેણા ગાયબ હતા.
ખેડુતોએ અનેકવાર સંપર્ક કર્યો પરંતુ તે સંપર્ક થઇ શક્યો નહી તો વાડી આરોપીઓએ પોતાનુ અકસ્માતમાં મોત થયુ હોવાનુ પણ તરકટ રચ્યુ હતુ. પરંતુ મામલો પોલીસ મથકે પહોચ્યા બાદ પોલીસે બંનેની ધરપકડ કરી તમામ સોનાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ બન્ને શખ્સો ભચાઉ વાદીનગરના રહેવાસી છે.
છેલ્લા એક વર્ષથી ચાલતા આ ખેલમાં ખેડુતોને મોડે ભાન થયુ કે તેઓ ઠગાઇ ગયા છે. જો કે 22 તારીખે મામલો પોલીસ મથકે પહોચ્યા બાદ પોલીસે હાલ 11.24 લાખના મુદ્દામાલ સાથે બન્નેને ઝડપી પાડ્યા છે. પી.એસ.આઇ વી.બી ઝાલા એ જણાવ્યુ હતુ કે રીમાન્ડની માંગણી કરી અન્ય ગુન્હામાં સંડોવણી સહિતના મુદ્દાઓને લઇને તપાસ કરાશે.
આ પણ વાંચો : પોલીસ તોડકાંડઃ આજે ડીજીપી આશિષ ભાટિયા સરકારને સોંપશે રિપોર્ટ, ગમે તે ઘડીએ થઇ શકે છે કાર્યવાહી !
આ પણ વાંચો : Ahmedabad: ભારતમાં ચાઈનીઝ કંપનીઓ ઉભી કરી અર્થતંત્રને નુકસાન કરવાનું કૌભાંડ, 3 લોકોની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ
Published On - 7:44 pm, Wed, 23 February 22