જાણો અમદાવાદના શાહપુરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલી કૅંડલ માર્ચ દરમિયાન થયેલા પથ્થરમારા અને જૂથ અથડામણનું શું છે સત્ય ?

|

Feb 17, 2019 | 8:25 AM

પુલવામા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં લોકો શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે શોકમાર્ચ કાઢી રહ્યા છે, ત્યારે અમદાવાદના શાહપુરમાં ગઈરાત્રે આવી જ એક શોકમાર્ચ દરમિયાન તોફાનો થઈ ગયાં. TV9 Gujarati   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ […]

જાણો અમદાવાદના શાહપુરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલી કૅંડલ માર્ચ દરમિયાન થયેલા પથ્થરમારા અને જૂથ અથડામણનું શું છે સત્ય ?

Follow us on

પુલવામા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં લોકો શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે શોકમાર્ચ કાઢી રહ્યા છે, ત્યારે અમદાવાદના શાહપુરમાં ગઈરાત્રે આવી જ એક શોકમાર્ચ દરમિયાન તોફાનો થઈ ગયાં.

TV9 Gujarati

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શાહપુરના નાગોરીવાડ વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે અચાનક પથ્થરમારો શરુ થયો અને પછી જૂથ અથડામણ પણ થઈ. આ દરમિયાન કેટલીક ગાડીઓને આગને હવાલે કરી દેવાઈ.

શાહપુરમાં થયેલી આ હિંસક ઘટના વિશે ચોતરફ ચર્ચા એવી છે કે સીઆરપીએફ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવા યોજાયેલી કૅંડલ માર્ચ પર કેટલાક ટીખળખોર લોકોએ પથ્થરમારો કર્યો અને ત્યાર બાદ જૂથ અથડામણ થઈ.

પરંતુ હકીકત શું છે ? જ્યારે દેશ આખો પાકિસ્તાન વિરુદ્ધ એકજુટ છે, ત્યારે શાહપુરના લોકોએ પણ એકતા બતાવી અને હિન્દુ-મુસ્લિમ સહિત તમામ લોકોએ મળી કૅંડલ માર્ચનુ આયોજન કર્યુ હતું. એવામાં કૅંડલ માર્ચ પર પથ્થરમારો કોઈ કેમ કરે ?

મળતી માહિતી મુજબ પથ્થરમારો અને જૂથ અથડામણની આ સમગ્ર ઘટના પાછળ કૅંડલ માર્ચ દરમિયાન નિકળેલો એક વરઘોડો જવાબદાર છે. કૅંડલ માર્ચ દરમિયાન જ વરઘોડો પસાર થતાં કેટલાક લોકોને ગમના માહોલમાં કદાચ આવો વરઘોડો રૂચ્યો નહીં અને કોઈએ પથ્થરમારો કર્યો. પથ્થરમારો શરુ થયા બાદ વરઘોડામાં ભાગદોડ મચી ગઈ અને પછી ઉશ્કેરાયેલા ટોળાએ આગચંપી કરતા એક ગાડી બળીને ખાખ થઈ ગઈ.

માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગૅસના 5 સેલ છોડવાની ફરજ પડી. બે કલાક બાદ મામલો શાંત પડ્યો. આ અંગે પોલીસે કૉમ્બિંગ કરી 20થી વધુ લોકોની અટકાયત કરી છે.

[yop_poll id=1507]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:07 am, Sun, 17 February 19

Next Article