Video: ડાંગરના વાવેતરની ફાયદાકારક સુધારેલી ડેપોગ પદ્ધતિ

|

Jul 20, 2019 | 9:53 AM

ડાંગરનાં વાવેતરની એક પધ્ધતિ અંગે જે ફિલીપાઇન્સમાં વિકસાવવામાં આવી છે. જેમાં નર્સરીમાં ડાંગરનાં ધરૂ તૈયાર કરવાના હોય છે. અને ખાસ તો જે ખેડૂતો વાવેતર દરમિયાન યાંત્રિકરણ અપનાવતા હોય તેમના માટે તો આ જ પધ્ધતિ ફાયદાકારક છે. ગુજરાત માટે ખાસ નવસારી કૃષિ યુનિવર્સિટીનાં તાપી જિલ્લાના વ્યારા સ્થિત ચોખા સંશોધન કેન્દ્ર દ્વારા ચોખાના ધરું ઉછેરની નવી પદ્ધતિ […]

Video: ડાંગરના વાવેતરની ફાયદાકારક સુધારેલી ડેપોગ પદ્ધતિ

Follow us on

ડાંગરનાં વાવેતરની એક પધ્ધતિ અંગે જે ફિલીપાઇન્સમાં વિકસાવવામાં આવી છે. જેમાં નર્સરીમાં ડાંગરનાં ધરૂ તૈયાર કરવાના હોય છે. અને ખાસ તો જે ખેડૂતો વાવેતર દરમિયાન યાંત્રિકરણ અપનાવતા હોય તેમના માટે તો આ જ પધ્ધતિ ફાયદાકારક છે. ગુજરાત માટે ખાસ નવસારી કૃષિ યુનિવર્સિટીનાં તાપી જિલ્લાના વ્યારા સ્થિત ચોખા સંશોધન કેન્દ્ર દ્વારા ચોખાના ધરું ઉછેરની નવી પદ્ધતિ વિકસાવી છે. જેનું નામ છે સુધારેલી ડેપોગ પધ્ધતિ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: Video: ડાંગરના વાવેતરની ફાયદાકારક ઓરણી પદ્ધતિ

આ સુધારેલી ડેપોગ પધ્ધતિમાં ડાંગરના ધરું 12 થી 15 દિવસમાં તૈયાર થઇ જાય છે, ધરું ઘરના ઓટલા જેટલા નાના વિસ્તાર કે ઘરના વાડાની ઓછી જમીનમાં ખુબજ ઓછા ખર્ચે તૈયાર કરી શકાય છે. તે જુના કંતાન, કેળના પાન કે પછી કોન્ક્રીટ જેવી સખત જગ્યા પર તૈયાર કરી શકાય છે. જેમાં ઓછા મજૂરની જરૂર પડે છે જેથી ખર્ચ બચતા ફાયદો થાય છે. આ પદ્ધતિમાં પાણીની પણ ઓછી માત્રામાં જરૂર પડે છે, જેથી પાણીની પણ બચત થાય છે. બીજું ખાસ મહત્વનું કે આ પદ્ધતિથી ઉછરેલી ડાંગર જલ્દી તૈયાર થઈ જતા ખેડૂતોને આર્થિક રીતે ઘણો ફાયદો થાય છે. આ જ કારણને લીધે ધીરે-ધીરે આ દક્ષિણ ગુજરાત વિસ્તારના ખેડૂતો આ પદ્ધતિને અપનાવી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article