પાટીલનો દાવો કેટલો સાચો? રખડતાં પશુઓના ત્રાસમાંથી સુરત મુક્ત થયાનો દાવો, જાણો ગ્રાઉન્ડ રિયાલિટી

|

Oct 27, 2021 | 8:37 AM

વડોદરામાં પ્રદેશ પ્રમુખ પાટીલે મોટા મોટા દાવા કર્યા હતા. જેમાં કહ્યું હતું કે સુરત શહેર ઢોર મુક્ત બન્યું છે. તો ચાલો જાણીએ શું છે સુરતના હાલ.

રોડ પર રખડતા પશુઓના ત્રાસમાંથી સુરત શહેર મુક્ત થઈ ગયું છે. આ દાવો કર્યો છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે. ત્યારે સુરતના રોડ પર ખરેખર રખડતા પશુઓ નથી દેખાતા ? શું ઢોરના ત્રાસમાંથી જનતાને મુક્તિ મળી ગઈ છે ? તે જાણવાનો ટીવી નાઈનની ટીમે પ્રયાસ કર્યો. ચાલો જાણીએ ગ્રાઉન્ડ રિપોર્ટ.

જણાવી દઈએ કે સી.આર. પાટીલે વડોદરામાં સુરતમાં રોડ પરથી પશુઓના ત્રાસ દૂર થયાની દાવો કર્યો છે. ત્યારે આ દાવામાં કેટલો દમ છે કેટલી હકીકત છે ? સુરતના રોડ પર ખરેખર હવે પશુઓ નથી જોવા મળતા ?

તપાસ કરતા સામે એ આવ્યું કે સુરત મહાનગર પાલિકા રોડ પરથી પશુઓ હટાવવા માટે એક્શનમાં આવ્યું છે. મનપાની ટીમ દ્વારા પશુઓને પકડવાની કામગીરી તેજ પણ થઈ છે. ત્યારે એક માસમાં મહાનગર પાલિકાની ટીમે કેટલા પશુઓને પકડ્યા તેના આંકડા પર નજર કરીએ તો, 457 પશુઓને પુરવામાં આવ્યા છે. જેમાં 147 પશુઓને સ્થળ પર દંડ વસુલી છોડવામાં આવ્યા છે. 146 પશુઓને બાદમાં દંડ લઈને મુક્ત કર્યા છે. તો હવે ઢોર પકડાય તો દંડ વધારવામાં આવ્યો છે. પહેલા ઢોર પકડાય તો 150 રૂપિયા એક દિવસ માટે હતા. હવે એક દિવસનો દંડ વધારીને 750 કરવામાં આવ્યો છે. પશુ પકડાય તો હવે પશુના શરીરમાં RFID લગાવામાં આવશે.

પહેલા પશુ પકડાય તો મહાનગર પાલિકા દ્વારા પશુના કાનમાં ટેગ લગાવામાં આવતા હતા. પરંતુ પશુના માલિકો કાન પરથી ટેગ દુર કરતા હતા, એટલે સુરત મહાનગર પાલિકાએ નવી પદ્ધતિ અપનાવી છે. જેથી હવે પશુઓ કેટલી વાર પકડાયા તેની તમામ માહિતી મળી જશે. જો કે, હજુ સુરતના રોડ પર પશુઓની હાજરી તો જોવા મળી રહી છે. હજુ સુરત શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. ત્યારે હવે જોવું રહ્યું કે નવી પોલીસી કેટલી કારગત નીવડે છે.

 

આ પણ વાંચો: Surat : ફિટ રહેવા સુરતીઓએ સાઇકલ શેરિંગ પ્રોજેક્ટમાં 1 લાખ રજિસ્ટ્રેશનનો આંકડો પાર કર્યો

આ પણ વાંચો: Vadodara: નવજાત બાળક ઉઠાવી જવાની ઘટનામાં પોલીસને મળી મોટી સફળતા, આટલા લાખમાં વેચ્યું હતું બાળક

Published On - 8:37 am, Wed, 27 October 21

Next Video