ખીચડી કૌભાંડના ઓડકાર બાદ હવે સુરત મનપાની પાછળ પડ્યું કુતરા કૌભાંડ

|

Oct 10, 2020 | 5:20 PM

સુરત કોર્પોરેશનમાં એક પછી એક કૌભાંડની વણઝાર લાગી છે. પહેલા ખીચડી કૌભાંડ, કચરાપેટી કૌભાંડ, ડીઝલ કૌભાંડ, હાજરી કૌભાંડ, આઈફોન કૌભાંડ જેવા કૌભાંડોથી સુરત મનપાની છબી ખરડાઈ ચુકી છે તેવામાં વધુ એક કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ કૌભાંડ છે કુતરાઓના ખસીકરણનું કૌભાંડ. આ હકીકત પણ એક RTI દ્વારા બહાર આવી છે. RTI એક્ટિવિસ્ટ તૃષાર […]

ખીચડી કૌભાંડના ઓડકાર બાદ હવે સુરત મનપાની પાછળ પડ્યું કુતરા કૌભાંડ

Follow us on

સુરત કોર્પોરેશનમાં એક પછી એક કૌભાંડની વણઝાર લાગી છે. પહેલા ખીચડી કૌભાંડ, કચરાપેટી કૌભાંડ, ડીઝલ કૌભાંડ, હાજરી કૌભાંડ, આઈફોન કૌભાંડ જેવા કૌભાંડોથી સુરત મનપાની છબી ખરડાઈ ચુકી છે તેવામાં વધુ એક કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ કૌભાંડ છે કુતરાઓના ખસીકરણનું કૌભાંડ. આ હકીકત પણ એક RTI દ્વારા બહાર આવી છે. RTI એક્ટિવિસ્ટ તૃષાર મેપાણીએ સુરત મનપાના માર્કેટ વિભાગ દ્વારા કૂતરાઓને આપવામાં આવતી રસી બાબતે સવાલો પૂછ્યા હતા. જેમાં 2014થી અત્યાર સુધી કેટલા કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું, તેની પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો તે બાબતો પૂછવામાં આવી હતી. જેના જવાબમાં પાલિકાએ જણાવ્યું છે કે જાન્યુઆરી 2014થી સપ્ટેમ્બર 2020 સુધી કુલ 47,133 કુતરાઓ પકડવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેમાંથી 43, 791 કુતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે. આ ખસીકરણ માટે કુલ રૂપિયા 3,47,74,464નો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં પાંજરાને કલર કરવાનો ખર્ચ 1,67,000 થયો છે. જો કે આટલા ખર્ચ બાદ પણ શહેરમાં કુતરાઓના ત્રાસ અને કુતરાઓના કરડવાના બનાવો જોતા તેમાં પણ કૌભાંડ થયું હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિપક્ષ પણ આ બાબતે મનપા તંત્ર અને શાસકોને આડે હાથ લઈ રહ્યું છે. કારણ કે આટલા કરોડો રૂપિયા ખર્ચવા છતાં લોકોની કુતરાઓના ત્રાસની ફરિયાદ હજી સુધી ઓછી થઈ નથી. એનિમલ બર્થ કંટ્રોલ દ્વારા બ્લેક લિસ્ટેડ સંસ્થાને પણ કામગીરી સોપાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વિપક્ષે પણ આક્ષેપ કર્યો છે કે કૂતરા દીઠ અધિકારીઓ અને કર્મચારીઓનું કમિશન પણ ફિક્સ હોય છે. જો કે સત્તાવાર રીતે આ આક્ષેપ સ્વીકારવા કોઈ તૈયાર નથી. કુતરાઓના ખસીકરણની બધી કામગીરી નિયમ પ્રમાણે જ થઈ રહી હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. કૂતરાઓને કરડતા અટકાવી શકાય એમ નથી, જ્યારે તેમને મોત આપવાનું પણ કોઈ પ્રાવધાન નહીં હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. જો કે વાત ગમે તે હોય આ આક્ષેપ પર યોગ્ય ખુલાસો થવો પણ તેટલો જ જરૂરી છે. જોવાનું એ રહેશે કે શાસકો પણ આ કૌભાંડમાં કેટલી નિષ્પક્ષ તપાસ કરાવે છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article