નડિયાદમાં દોઢ માસના બાળકને તરછોડવાના મામલે થયો મોટો ખુલાસો, જાણો શા માટે માતા નિષ્ઠુર બની
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા માતૃછાયા અનાથ આશ્રમ બહાર ગત તારીખ 10 નવેમ્બરે મોડી રાત્રે કોઈ નવજાત બાળકને મૂકી ગયું હતું.
KHEDA : નડિયાદમાં બાળકને તરછોડવા મામલે નવો ખુલાસો થયો છે..આરોપી મહિલાની પૂછપરછમાં પોલીસને મહત્વની કડી મળી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હેમા સંઘાણી નામની મહિલાના પુત્રનું એક વર્ષ પહેલા મૃત્યુ થયું હતું.જેથી મહિલાને એકલાતાનો અનુભવ થઇ રહ્યો હોવાથી એક મહિના પહેલા જ પોતાના સંબંધી મારફતે જસદણથી એક બાળકને દત્તક લીધું હતું. પરંતુ બાળકને બિમારી હોવાથી ખર્ચથી મહિલા કંટાળી હતી અને આખરે બાળકને માતૃછાયા અનાથ આશ્રમ ખાતે 10 નવેમ્બરે ત્યજીને ફરાર થઇ ગઇ હતી.CCTV ફૂટેજના આધારે નડિયાદ પોલીસ આરોપીઓ સુધી પહોંચી અને સમગ્ર કેસનો ખુલાસો થયો.
જી.એસ. શ્યાને કહ્યું કે આ બાળકને જયારે હેમાબેન પોતાના ઘરે લઇ ગયા ત્યારે બાળકની તબિયત નાદુરસ્ત રહેતી હતી. ડોકટરની તપાસમાં સામે આવ્યું કે બાળકને હૃદયની ગંભીર બીમારી છે. બાળકનું હૃદય પહોળું હતું અને હૃદયમાં હોલ હતા. આ સાથે જ હૃદયની ઘણી બધી નળીઓ પણ બ્લોક હતી. આ બાળકની સારવારમાં ખુબ ખર્ચ થયેલો અને ત્યારબાદ દત્તક લેનાર માતાને આ ખર્ચ પોસાતો ન હોવાથી આ બાળકને તરછોડ્યું હતું.
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા માતૃછાયા અનાથ આશ્રમ બહાર ગત તારીખ 10 નવેમ્બરે મોડી રાત્રે કોઈ નવજાત બાળકને મૂકી ગયું હતું.બાળકનો રડવાનો અવાજ સાંભળતા જ આશ્રમના સંચાલકો બહાર દોડી આવ્યા હતા.
બાળકની તબિયત નાજુક લાગતા તેને તાત્કાલિક નડિયાદની સિવિલ હોસ્પિટલ લઈ જવાયું હતું.. તે સમયે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.જેની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી.જોકે બાદમાં નડિયાદ સિવિલના તબીબોએ બાળકને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવાનું સૂચન કર્યું હતું.. તરછોડાયેલા નવજાત બાળકની ઉંમર અંદાજીત દોઢ માસ છે..સમગ્ર ઘટનાને લઈ નડિયાદ પશ્ચિમ પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકા ડ્રગ્સ કેસ : પોલીસે ડ્રગ્સની હેરફેર કરનારા વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા
આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણી પહેલા CM ભુપેન્દ્ર પટેલનું નેતાઓને સૂચક નિવેદન, રીસાણા તો કાઈ હાથમાં નહી આવે
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
