Tender Today : ઠાસરા નગરપાલિકા દ્વારા જેટિંગ મશીન, ખાળકૂવો બનાવવા સહિતના કામ માટે ટેન્ડર જાહેર, જાણો ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ

Kheda News : ઠાસરા નગરપાલિકા હસ્તક આવેલા નાના જેટિંગ મશીન, મોટુ જેટિંગ તથા મીની ફાયર ફાયટરમાં નવીન પ્રેસર પાઇપ નાખવાનું ફીટિંગ સાથે કરવાના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે.

Tender Today : ઠાસરા નગરપાલિકા દ્વારા જેટિંગ મશીન, ખાળકૂવો બનાવવા સહિતના કામ માટે ટેન્ડર જાહેર, જાણો ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ
| Edited By: | Updated on: Mar 10, 2023 | 11:05 AM

ખેડા જિલ્લામાં આવેલી ઠાસરા નગરપાલિકા દ્વારા વિવિધ કામો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. ઠાસરા નગરપાલિકા હસ્તક આવેલા નાના જેટિંગ મશીન, મોટુ જેટિંગ તથા મીની ફાયર ફાયટરમાં નવીન પ્રેસર પાઇપ નાખવાનું ફીટિંગ સાથે કરવાના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ ટેન્ડર માટેની ફી 900 રુપિયા છે. તો તેની EMD રકમ 5 હજાર રુપિયા છે.

આ પણ વાંચો- Tender Today : ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિપેરિંગ સપ્લાય અને ફીટિંગ પાર્ટસ ઓફ યુનીપેવ સેન્સર પેવર માટે ટેન્ડર જાહેર, જાણો ટેન્ડર સ્વીકારવાની છેલ્લી તારીખ

તો આ સાથે જ ઠાસરા નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ રખડતા ઢોર જેવા કે ગાય, બળદ, આખલા વગેરે મેનપાવર સપ્લાય દ્વારા તેમજ પોતાના લોબેડ કેરિયર/સાધનના ઉપયોગથી પશુ દીઠ પકડીને પાંજરાપોળમાં મોકલી આપવાના કામ બાબતે ભાવ મગાવવામાં આવ્યા છે. જેની બાનાની રકમ 5 હજાર રુપિયા છે. ઠાસરા નગરપાલિકા કચેરી ખાતે નવો 10 બાય 10નો ખાળકૂવો બનાવવાની કામગીરી તથા ગટર લાઇન જોડાણ તેમજ માલ સામાન સાથેના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. જેની બાનાની રકમ 5 હજાર રુપિયા છે.

આ ટેન્ડર તારીખ 18 માર્ચ 2023 સાંજે 5 વાગ્યા સુધીમાં ફી આપીને મેળવી શકાશે, તો 29 માર્ચ 2023 સુધીમાં ડોક્યુમેન્ટ ફોર્મ ઠાસરા નગરપાલિકાને પહોંચાડવાના રહેશે.

Published On - 10:59 am, Fri, 10 March 23