Kheda : ખેડા માર્ગ અને મકાન વિભાગ (Roads and Buildings Department) દ્વારા એસ આર ટુ બ્રીજ રીટ્રોફીટિંગ વર્ક ઓન રસીકપુરા ખેડા રોડ સાબરમતી બ્રીજ પર બેરિંગ રીપ્લેસમેન્ટ,ગ્રાઉટીંગ ગનાઇટિંગ એન્ડ અધર મીસલેનીયસ વર્કસ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. નડિયાદમાં RTO ઓફિસ સામે આવેલા આયોજન કમ્પાઉન્ડ ભવનમાં આવેલા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે.
આ પણ વાંચો-Tender Today : નર્મદા યોજના, ડભોઇ હેઠળની કચેરીઓ માટે ભાડે ડીઝલ વાહન પુરા પાડવા માટે ટેન્ડર જાહેર
અંદાજીત રકમ 211.85 લાખ રુપિયામાં એક પુલના કામ માટે ટેન્ડર મગાવવામાં આવ્યા છે. સરકારની યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ભાવપત્રક મગાવાયા છે.ટેન્ડર તારીખ 4 સપ્ટેમ્બર 2023 બપોરે 12 કલાક પછીથી ઓનલાઇન ઇ ટેન્ડરિંગ પદ્ધતિ દ્વારા વેબસાઇટ www.nprocure.com પર ઓનલાઇન ડાઉનલોડ તેમજ ઇ-ટેન્ડરિંગ પદ્ધતિથી ભરી શકાશે. ઓનલાઇન ટેન્ડરની વિગતો પ્રસ્તૂત વેબસાઇટ પર નિયત તારીખથી જોવા મળી શકશે.ટેન્ડર નોટિસ અંગેનો હવે પછીનો કોઇપણ સુધારો ફકત આ વેબસાઇટ પર જોવા મળશે.
ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો