Gujarat Rain : ખેડા, આણંદ, છોટા ઉદેપુર સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ, અમદાવાદમાં રહેશે વાદળછાયુ વાતાવરણ, જૂઓ Video

|

Jun 24, 2023 | 10:08 AM

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

Gujarat Rain : ખેડા, આણંદ, છોટા ઉદેપુર સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ, અમદાવાદમાં રહેશે વાદળછાયુ વાતાવરણ, જૂઓ Video

Follow us on

weather News : હવામાન વિભાગે (Meteorological department ) ગુજરાતમાં પાંચ દિવસ વરસાદને (Rain) લઇને આગાહી કરી છે. જે અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લાના ડાકોરમાં તો વહેલી સવારે મંગળા આરતી કરવા આવેલા ભક્તો વરસાદમાં ફસાયા હતા.

આ પણ વાંચો-વડોદરામાં બે કેમિકલ ઉદ્યોગો પર ITની કાર્યવાહી યથાવત્, સર્ચ ઓપરેશન દરમિયાન 20થી વધુ લોકર મળી આવ્યા

આણંદ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ

આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ઉમરેઠ પંથકના સુરેલી ,સુંદરપુરા, ભાલેજ ,પણસોરા ,થામણા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ઉમરેઠ પંથકમાં ખેડૂતોએ વાવણી માટે તૈયારીઓ આરંભી છે. ઉમરેઠ પંથકમાં દોઢ કલાકથી વધુ સમય સુધી વરસાદ વરસ્યો છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આણંદ જિલ્લામાં  બાકરોલ, ચિખોદરા, ગામડી, વઘાસી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. 2 કલાકમાં આણંદ જિલ્લાના 2 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 6થી 8 વાગ્યા સુધીમાં ઉમરેઠ અને આણંદમાં ખાબક્યો 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરેલી ,સુંદરપુરા, ભાલેજ ,પણસોરા ,થામણા પંથકમાં વરસાદ વરસ્યો છે.

ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ

ખેડા જિલ્લાના ડાકોરમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ડાકોર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. કાલસર,નેશ, ધુણાદરા, આગરવા, જાખેડ, સુઈ, વલ્લભપુરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઇ છે. ડાકોરમાં રાજા રણછોડની મંગળા આરતી કરવા આવેલા ભક્તો વરસાદમાં ફસાયા હતા. મંદિર બહાર વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જો કે ભારે ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી છે.

વડોદરામાં ગાજવીજ સાથે વરસાદ

વડોદરા સાવલી તાલુકામાં વરસાદનું આગમન થયુ છ. ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહયો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બોડેલી નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહનચાલકો સહિત લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:10 am, Sat, 24 June 23

Next Article