ગુજરાતના નડિયાદમાં(Nadiad) વર્ષ 2017માં 7 વર્ષની બાળકી તાન્યા અપહરણ(Tanya)કેસમાં નડિયાદ સેશન્સ કોર્ટે તેના ત્રણ મુખ્ય આરોપીને આજીવન કેદની(lifetime Imprisonment) સજા ફટકારી છે. તેમજ રૂપિયા ચાર લાખનો દંડ ફટકાર્યો છે. આ ઘટનાની વિગત મુજબ નડિયાદના સંતરામ દેરી રોડ પર આવેલ લક્ષ ડુપ્લેક્ષમાં ઘર નંબર 8 માં રહેતી તાન્યા પટેલ નામની 7 વર્ષીય બાળકીનું ગત 18-09-2017 ની રાત્રે 8 વાગ્યાના સુમારે ઘર નંબર 5 માં રહેતા મિત પટેલ નામના 22 વર્ષીય યુવક ધ્વારા ખંડણી ની લાલચે મિત્રની કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને તાન્યાને આણંદ લઇ જઈ આઈસ્ક્રીમ ખવડાવ્યા બાદ વાસદ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ફેકી દીધી હતી. પરંતુ નડિયાદ પોતાના ઘર પાસે આવી ગયો હતો અને સ્થાનિકોની સાથે સાથે તે પણ તાન્યા ની શોધખોળ માં લાગી ગયો હતો ,તાન્યાના અપહરણ બાદ તેના દાદી ધ્વારા સમગ્ર મામલાની ફરિયાદ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ ધ્વારા તાન્યા ના ગુમ થયાની જાહેરાત સોશિયલ મીડિયામાં પણ ફરતી કરી હતી અને આણંદ પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની પણ મદદ લઇ ગુમ થયેલ તાન્યાની સઘન તપાસ તાન્યાના ઘરની આસપાસ અને નજીકની કેનાલ પર ચાલુ કરી હતી.
આ દરમિયાન તાન્યાનું અપહરણ અને બાદમાં મર્ડર કરનાર મુખ્ય પાડોશી આરોપી મિત પટેલની ઝીણવટ પૂર્વક પોલીસ તપાસનું નિરીક્ષણ કરી રહ્યો હોવાનું સ્થાનિક બાતમીદારો ધ્વરા ખેડા એલસીબી ના અધિકારીઓને બાતમી મળતા એલસીબી પોલીસ ધ્વારા મિતની વેજ્ઞાનિક ઢબે પૂછ પરછ હાથ ધરી હતી. જેમાં તાન્યાનું 18 તારીખના રોજ અપહરણ કરતા પહેલા મિતે તેના એમ મિત્ર પાસે પોતાના માતાપિતાને અંબાજી લઇ જવાના હોવાનું બહાનું બનાવી કાર માંગી હતી અને બાદમાં કારમાં તાન્યાનું અપહરણ કરીને તેના બે સગીર મિત્રોને લઇ આણંદ તરફ નીકળી જઈ વાસદ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ફેકી દઈ પરંત નડિયાદ આવી ગયો હતો અને બંને સગીર મિત્રો પણ પોત પોતાના ઘરે પહોચી ગયા હતા તેવું પોલીસ તપાસમાં મિત ધ્વારા કબુલાત કરવામાં આવી હતી .
આ ઉપરાંત મિતના અન્ય બે સગીર મિત્રોને મિત ધ્વારા 1000 રૂપિયા આપવામાં આવ્યા હતા અને પોલીસ તપાસ ઢીલી થાય પછી વડોદરાથી કેપ ,ટી શર્ટ અને રૂમાલ ખરીદી અને ખંડણીની માંગ કરવામાં આવનાર હોવાની ચોકાવનારી કબુલાતો તાન્યા કેસના મુખ્ય આરોપી મિત ધ્વારા કરવામાં આવી હતી. તાન્યા હત્યા કેસમા પોલીસે મિત પટેલ તેની માતા અને ભાઈની ધરપક્ડ કરી હતી જે કેસમાં કોર્ટે 29 સાક્ષીઓ ને તપાસવામાં આવ્યા હતા અને 97થી વધારે દસ્તાવેજી પુરાવાઓને આધારે મિત પટેલ, તેની માતા જિગીષા પટેલ અને ભાઈ ધ્રુવ પટેલને આજીવન કેદ( જ્યાં સુધી જીવે ત્યાં સુધી)ની સજા ફટકારવામાં આવી છે અને મૃતકના પરિવારને ચાર લાખ રૂપિયા ચૂકવી આપવાનો હુકમ કરવામાં આવેલ છે
આ પણ વાંચો : Gandhinagar: રાજ્યમાં પીવાના પાણીની તકલીફ ન પડે તેવી સરકારની તૈયારી, ગ્રામ્ય વિસ્તાર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 7:15 pm, Wed, 13 April 22