ખેડા : કઠલાલમાં નૂતન છાત્રાલયનું કેન્દ્રીય સંચાર રાજય મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ખાતમૂર્હુત

|

Feb 13, 2022 | 6:05 PM

આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજય મંત્રી દેવુસિંહ ચૌહાણે કેન્દ્ર અને રાજય સરકારના શિક્ષણના હિતમાં પ્રજાભિમુખ વહીવટને આવકારતા જણાવ્યું હતું કે, કઠલાલમાં જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે ઉભી થનારી આવશ્યક માળખાગત સુવિધા અહીં સૌ વિદ્યાર્થીઓ માટે આર્શિવાદરૂપ બની રહેશે.

ખેડા : કઠલાલમાં નૂતન છાત્રાલયનું કેન્દ્રીય સંચાર રાજય મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ખાતમૂર્હુત
Kheda: Union Minister of State for Communications Devu Singh Chauhan inaugurates new hostel in Kathlal

Follow us on

Kheda : કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણે (Devu Singh Chauhan)વાલીઓની રજુઆતના પગલે વિદ્યાર્થીઓના હિતમાં સતત પ્રયત્નો કરી શિક્ષણ મંત્રાલયમાંથી અંદાજીત 14 કરોડથી વધુની ગ્રાન્ટ મંજૂર કરાવી અંદાજીત 550 વિદ્યાર્થીઓ માટે રહેણાંક અને ભોજનની માળખાગત સુવિધાઓ ઉભી કરાશે.

ખેડા જિલ્લા સહિત સમગ્ર મધ્ય ગુજરાતના વિદ્યાર્થીઓ કે જે કઠલાલ સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ માટેની શૈક્ષણિક યોગ્યતા ધરાવતા અંદાજીત 550 વિદ્યાર્થીઓ માટે રહેણાંક અને ભોજનની અત્યાધુનિક માળખાગત સુવિધા ઉભી કરાશે. આ માટે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય તરફથી અંદાજીત 14 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર રાજય મંત્રી દેવુસિંહ ચૌહાણે કઠલાલમાં છાત્રાલયના નવા મકાનનું ખાર્તમૂર્હુત કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજય મંત્રી દેવુસિંહ ચૌહાણે કેન્દ્ર અને રાજય સરકારના શિક્ષણના હિતમાં પ્રજાભિમુખ વહીવટને આવકારતા જણાવ્યું હતું કે, કઠલાલમાં જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે ઉભી થનારી આવશ્યક માળખાગત સુવિધા અહીં સૌ વિદ્યાર્થીઓ માટે આર્શિવાદરૂપ બની રહેશે.

આજનું રાશિફળ તારીખ : 01-06-2024
ભારતીય ક્રિકેટ ટીમનો T20 World Cup 2024નો કાર્યક્રમ
તમે ઉનાળામાં રાત્રે સૂતી વખતે વધુ પાણી પીવો છો? તો જાણી લો ગેરફાયદા
આજથી SBI થી ICICI બેંકોના આ નિયમો બદલાશે, જાણી લો કામની વિગત
કોણ છે આ શેખ જેના ફેન છે આપણા અંબાણી, સાઉદી શાહી પરિવારના ખાસ
સિગારેટ પીવાથી ફક્ત કેન્સર નહીં આ 5 રોગનું પણ વધે છે જોખમ

ખેડા જિલ્લાના કઠલાલમાં આવેલા નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભોજન સહિત રહેવાની સુવિધા માટેનું મકાન હાલ જર્જરિત છે. વિદ્યાર્થીઓ માટે જરૂરી રહેણાંકની સવલત માટે નવા અત્યાધુનિક મકાનની પણ આવશ્યકતા અને માંગણી પડતર હતી. જે અંગે ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે વાલીઓની રજૂઆત બાબતે વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ મંત્રાલયમાં સતત પ્રયત્નો કરી કેન્દ્ર સરકારમાંથી અંદાજીત 14 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવી, જેના થકી કઠલાલના નવોદય વિદ્યાલયના છાત્રાલયના રીનોવેશન સહિત સંકુલમાં અદ્યતન સુવિધાસભર નવુ છાત્રાલય જેમાં છાત્રાલયમાં વિદ્યાર્થીઓના રહેવા અને જમવાની પાયાની સુવિધા ઉપરાંત રીડીંગ રૂમ-લાયબ્રેરી, મીટીંગ હોલ જેવી સંલગ્ન સવલોતોનો પણ સમાવેશ કરાશે.

આ શાળા સંકુલમાં 1.713.43 લાખના ખર્ચે રીનોવેશનની કામગીરી અને 5.783.91  લાખના ખર્ચે નવા છાત્રાલયનું નિર્માણ થનાર છે. જૂના છાત્રાલયના જર્જરિત મકાનનું રીનોવેશન કામ આ વર્ષે જૂલાઇ-2022 સુધીમાં પુરૂ કરવાનું આયોજન છે જયારે છાત્રાલયના નવા મકાનનું બાંધકામ જૂલાઇ 2023 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.

જવાહર નવોદય વિદ્યાલયના ચેરમેને જણાવ્યું હતું કે , 1986માં શિક્ષણની નેશનલ પોલીસ અન્વયે સમગ્ર ભારતમાં સૌપ્રથમ ત્રણ રેસીડન્સ સ્કૂલોની સ્થાપના કરવામાં આવી. જેને જવાહર નવોદય વિદ્યાલયથી ઓળખવામાં આવે છે. આ ત્રણ પૈકીની એક જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ મૂકામે ફાળવવામાં આવી હતી.

ચાલુ વર્ષે ધોરણ-6માં પ્રવેશ માટેની 80 જગ્યા પૈકી પ્રવેશ માટે 8867 અરજીઓ આવી છે. તે પૈકીના 40 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જયારે 40 વિદ્યાર્થીઓ માટેની પ્રવેશની મંજૂરીની કાર્યવાહી ચાલુ છે. તેઓએ જણાવ્યું હતું કે, આ શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ આઇ.એ.એસ., જી.એ.એસ., જી.ઇ.ઇ. અને એન.ઇ.ઇ.ટી જેવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવી શાળાની સાથે સાથે રાજયનું નામ પણ રોશન કરી ચૂકયા છે.

જયારે હાલના તબકકે અંદાજે સરેરાશ 15થી 20 બાળકો દર વર્ષે આવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવી રહયા છે. આમ, મર્યાદિત સવલતોમાં પણ અભાવમા પણ ભાવ” સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પોતાનું, કુટુંબનું, શાળાનું અને રાજયનું નામ રોશન કરી રહ્યા છે. તેઓએ વાલીઓની રજૂઆત અને વિદ્યાર્થીઓની સવલત માટે રજૂઆત કરી શાળાના રીનોવેશન અને નવા મકાન માટે ગ્રાન્ટ મેળવી આપવા બદલ સાંસદ અને કેન્દ્રીય મંત્રીનો આભાર વ્યકત કરી શિક્ષણ ક્ષેત્રે આ શાળાના બાળકો દેશભરમાં નામના મેળવે તેવી આશા વ્યકત કરી હતી.

આ પણ વાંચો : Bhavnagar: કાળીયાબીડ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી ગેંગરેપ, 3 આરોપી પકડાયા

આ પણ વાંચો : દેશમા કોરોનાની ત્રીજી લહેર મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું મોટું નિવેદન

Published On - 5:59 pm, Sun, 13 February 22

Next Article