Kheda: સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયા જતી જન શતાબ્દી ટ્રેનને નડિયાદનું સ્ટોપેજ મળ્યુ, ખેડાવાસીઓમાં આનંદની લાગણી

દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા-એકતા નગર જતી અમદાવાદથી ઉપડતી જન શતાબ્દી ટ્રેનનું સરદાર પટેલ જન્મભૂમિ નડિયાદને જ સ્ટોપેજ અપાયું નહોતું. જેથી લોકલાગણી દુભાઈ હતી.

Kheda: સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયા જતી જન શતાબ્દી ટ્રેનને નડિયાદનું સ્ટોપેજ મળ્યુ, ખેડાવાસીઓમાં આનંદની લાગણી
Statue of Unity-Kevadia-bound Jan Shatabdi train gets Nadiad stoppage
| Edited By: | Updated on: Mar 09, 2022 | 2:06 PM

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદ (Nadiad) ના જંકશન રેલવે સ્ટેશન પર આજે અમદાવાદ-કેવડીયા(એકતા નગર) જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન (Shatabdi Express train) આવી પહોંચી હતી. જન શતાબ્દી એક્પ્રેસ ટ્રેનને નડિયાદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ અપાતા કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે (MP Devusinh Chauhan) ટ્રેનના આગમન સમયે નડિયાદ સ્ટેશન પર ઉપસ્થિત રહી ટ્રેનનું સ્વાગત કર્યું હતું.

ખેડાવાસીઓ હવે નર્મદાના કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળને માણવા સરળતાથી જઇ શકશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયા જતી જન શતાબ્દી ટ્રેનને નડિયાદનું સ્ટોપેજ આપવામાં આવ્યુ છે. ત્યારે જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન પ્રથમ વાર નડિયાદમાં પહોંચતા સાંસદ દેવુસિંહ ચૌહાણે ટ્રેનના એન્જીનનું પૂજન કરી ટ્રેનનું સ્વાગત કર્યુ હતુ. તેમજ લોકો-પાયલોટને મો મીઠું કરાવ્યું હતું. આ પ્રસંગે ડી.આર.એમ(વડોદરા) અમિત ગુપ્તા સહિત રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં સ્ટેચ્યૂ ઓફ યુનીટી, કેવડીયા જતી જન શતાબ્દી ટ્રેનને કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન દેવુસિંહ ચૌહાણે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, “ વિશ્વ વંદનીય મહાપુરુષ સરદાર સાહેબની વિશાળ પ્રતિમાના દર્શન કરવા જતા યાત્રીઓ પૈકી નગર નડિયાદ સહિત ખેડા જિલ્લાની જનતાને સરદાર સાહેબની જન્મભૂમિ નડિયાદથી જ આ ટ્રેનનો લાભ મળી રહે તે ઉદ્દેશથી નડિયાદ સ્ટેશનને આ સ્ટોપેજ મળ્યું છે. ત્યારે તેના લાભાર્થી મુસાફરો નાગરિકો આ ટ્રેનનો વધુમાં વધુ લાભ લે તેવી મારી લાગણી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમાના દુનિયાને દર્શન કરાવ્યા છે.”  દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા-એકતા નગર જતી અમદાવાદથી ઉપડતી જન શતાબ્દી ટ્રેનનું સરદાર પટેલ જન્મભૂમિ નડિયાદને જ સ્ટોપેજ અપાયું નહોતું. જેથી લોકલાગણી દુભાઈ હતી. લોકોની લાગણી-માગણી અને રજુઆતો તેમને મળતા આ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવજીએ આપેલા સાનુકુળ પ્રતિસાદના પગલે જન શતાબ્દી ટ્રેનને નડિયાદ રેલવે સ્ટેશન પર અપ અને ડાઉન ટ્રેનોને સ્ટોપેજની સુવિધા ઉપલબ્ધ બની છે.

આ ઉપરાંત બાંદ્રા-ટર્મિનસ-અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેન અને મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી ઓખા-સૌરાષ્ટ્ર મેલનું પણ ડાઉન સ્ટોપજ નડિયાદને મળ્યું છે. આવનારા સમયમાં કોરોના મહામારી અને લોકડાઉન સમયે સ્ટેશન પરથી જતી આવતી અને રોજીંદા મુસાફરોને ઉપયોગી “મેમુ” સહિતની ટ્રેનો છેલ્લા 2 વર્ષથી બંધ હતી તે હવે ચાલુ થઇ જશે તેવુ પણ કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું.

આ પણ વાંચો-

Gandhinagar: સતત બીજા દિવસે કલોલમાં ઝાડા-ઉલટીના વધુ 88 કેસ નોંધાયા, 14 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાથી સારવાર હેઠળ

આ પણ વાંચો-

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની ગીર સોમનાથના બે યુવાનોએ કરી મદદ, ભારત પરત ફરતા પહેલા સ્વયંસેવક બની પહોંચાડી સેવા

Published On - 1:32 pm, Wed, 9 March 22