Kheda: વાલ્લા ગામની શાળાનો નવતર પ્રયોગ, પ્રવેશદ્વાર પર વિશાળ પેન્સિલ, શાળાના સાત પગથિયે જ સફળતાનાં સાત પગથિયાં દર્શાવ્યાં

|

May 05, 2022 | 6:40 PM

પ્રવેશદ્વાર તિરંગો રંગ શોભે છે. પ્રવેશદ્વારની બન્ને બાજુએ ઊભેલી વિશાળ લાલ પેન્સિલ ખૂબ આકર્ષક દેખાય છે. આજુ બાજુ બાળકોના મનગમતા કાર્ટુન પાત્રો ભણતરનું મહત્વ સમજાવી રહેલા નજરે પડે છે.

Kheda: વાલ્લા ગામની શાળાનો નવતર પ્રયોગ, પ્રવેશદ્વાર પર વિશાળ પેન્સિલ, શાળાના સાત પગથિયે જ સફળતાનાં સાત પગથિયાં દર્શાવ્યાં
Walla village school

Follow us on

અનોખી અને જરા હટકે શૈક્ષણિક  (Education) પ્રવૃત્તિઓ માટે ખેડા (Kheda) જિલ્લામાં નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળા (school) રાજ્યભરમાં જાણીતી છે. શાળાના ગાંધીવાદી અને પ્રયોગશીલ શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શાળાના આકર્ષક પ્રવેશદ્વારનો નવતર પ્રયોગ કર્યો છે. જે સમગ્ર ખેડા-આણંદમાં સૌ પ્રથમ પ્રયાસ છે. આ શાળા સામન્ય શાળાઓથી અલગ છે. અહીં ભણવા આવવા માટે બાળકો ઉતાવળાં થતાં હોય છે.

પ્રવેશદ્વાર તિરંગો રંગ શોભે છે. પ્રવેશદ્વારની બન્ને બાજુએ ઊભેલી વિશાળ લાલ પેન્સિલ ખૂબ આકર્ષક દેખાય છે. શાળાના સાત પગથિયાં એ જાણો કે સફળતાના સાત પગથિયાં છે. વિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને બતાવેલ સફળતાના સાત પગથિયાં 1) સ્વપ્ન ,2 ) સંકલ્પ, 3)આયોજન , 4) શ્રમ, 5) શ્રમ, 5) શ્રમ અને 7) આ સાત પગથિયાંના સાત મેઘધનુષી રંગ પણ ખુશહાલ જીવન માટે જાણે કે મહેનત કરવાની શીખ આપે છે.

આ દરવાજા પાસે જ મોટી સ્લેટ પણ છે જેમાં લખેલ સૂત્ર પણ ખૂબ જ સૂચક છે. ‘મારી દઉં હું ઘરને તાળા, મને વહાલી મારી શાળા’ અહીં બાળકોનો કિલ્લોલ નજરે પડે છે. પોતાના ઘરને તાળા મારી દઈ દોડીને શાળાએ આવેલ આ બાળદેવોના હાથમાં ચાવીઓ પણ છે. કહેતાં ઘર જેવું કે ઘરથી પણ સવાયું વાતાવરણ શાળામાં અનુભવાય છે તેથી જ તાળા મારી દોડીને શાળામાં આવ્યા છે. આજુ બાજુ બાળકોના મનગમતા કાર્ટુન પાત્રો ભણતરનું મહત્વ સમજાવી રહ્યા નજરે પડે છે. સાથે આઝાદીના અમૃત મહોત્સવનું પ્રતિક પણ ઉત્સાહ પ્રેરક બની રહે છે .

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

તન-મન-ધન અને સમયદાન આપીને હિતેશકુમાર બ્રહ્મભટ્ટે ખૂબ જ આકર્ષક પ્રવેશદ્વાર તૈયાર કરી બાળદેવોને અર્પણ કરેલ છે. પ્રેરક નવતર વિચાર,આયોજન અને શાળા સમય બાદ-રવિવાર તથા જાહેર રજાના દિવસોમાં શાળાએ જઈ -જઈને સ્વખર્ચે કરેલ આ પ્રયોગથી શાળા અને વાલ્લા ગામની શોભા ખૂબ જ વધી ગઈ છે.

શાળાના વિદ્યાર્થીઓના શુભ હસ્તે આ પ્રવેશદ્વારને અર્પણ કરાયો. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ ઉપર પુષ્પ વૃષ્ટિ કરીને આવકાર્યા હતા.આ પ્રસંગે આચાર્ય જયપાલસિંહ ઝાલા,સરપંચ અશ્વીનભાઈ વાળંદ, ઉપ સરપંચ અશોકભાઈ પરમાર ,શાળા પરિવાર, એસ એમસી સભ્યો તથા ગ્રામજનો ખાસ હાજર રહ્યા હતા.

Next Article