Kheda : નડિયાદમાંથી ઝડપાયેલી નકલી હળદરની ફેકટરી મુદ્દે પોલીસે ફેક્ટરી માલિકોની કરી ધરપકડ

|

Apr 14, 2023 | 5:22 PM

ખેડાના (Kheda) નડિયાદમાં ડુપ્લીકેટ હળદર બનાવવાનું રેકેટ ઝડપાયું હતુ. જેના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારે આદેશ આપ્યો હતો. રાજ્યમાં દાખલો બેસાડવા માટે ડુપ્લીકેટ હળદર બનાવાતા બે આરોપી વિરુદ્ધ IPCની 4 કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

Kheda : નડિયાદમાંથી ઝડપાયેલી નકલી હળદરની ફેકટરી મુદ્દે પોલીસે ફેક્ટરી માલિકોની કરી ધરપકડ

Follow us on

ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં નકલી હળદરની ફેકટરી પકડવા મામલે પોલીસે કાર્યવાહી કરી છે. નડિયાદ ટાઉન પોલીસે ફેક્ટરી માલિકોની ધરપકડ કરી છે. ફેક્ટરી માલિક અમિત ટહેલિયાણી અને પંકજ ટહેલિયાણીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને આજે નડિયાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નડિયાદ ટાઉન પોલીસ આરોપીઓના રિમાન્ડની માંગણી કરશે.

આ પણ વાંચો-Breaking News: Jammu Kashmir: બૈસાખી મેળામાં મોટી દુર્ઘટના, સંગમ પર બનેલો ફૂટ બ્રિજ તૂટ્યો, ઘણા લોકો ઘાયલ

ખેડાના નડિયાદમાં ડુપ્લીકેટ હળદર બનાવવાનું રેકેટ ઝડપાયું હતુ. જેના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારે આદેશ આપ્યો હતો. રાજ્યમાં દાખલો બેસાડવા માટે ડુપ્લીકેટ હળદર બનાવાતા  આરોપી વિરુદ્ધ IPCની 4 કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જેમાં આરોપીઓ વિરુદ્ધ કલમ 420,272,273,120(B) મુજબની ગુનો નોંધાયો છે.

સાનિયા મિર્ઝા અને હરભજન સિંહને આ દેશમાં મળ્યું ખાસ સન્માન
મ્યુચ્યુઅલ ફંડમાં રેકોર્ડ રોકાણ, જાણો આઉટફ્લો અને ઇનફ્લો વિશે
કબૂતરની ચરક શરીરની આ મોટી બીમારી કરે છે દૂર, જાણો આ આયુર્વેદિક ઉપચાર વિશે
Kanguva : અભિનેત્રીએ એક ગીત માટે 21 વખત કપડા બદલ્યા
Tulsi Leaves Benefits : તુલસીના છે અઢળક ઔષધીય ગુણો, આ રીતે કરો પાનનું સેવન
ગુલાબજળ ચહેરા પર લગાવવાના ફાયદા જાણી રહી જશો દંગ

ડુપ્લીકેટ હળદર બનાવાતી ફેકટરીમાં રહેલા કણકી, ઓલિયો રેસીન (કેમિકલ ), સ્ટાર્ચ પાવડર મળીને કુલ 54,92,550 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ બનાવટી હળદર ઓછા ભાવે આસપાસના વિસ્તારોની હોટલોમાં વેચાણ કરતા હોવાનું સામે આવ્યુ હતુ.

આરોપી પર કઈ કલમો લગાવી

IPCની કલમ 120B

આ કાયદામાં એવું કહેવામાં આવ્યું છે કે જો બે કે તેથી વધુ લોકો વચ્ચે ગુનો કરવા માટે સમજૂતી થાય છે, તો આવા કૃત્ય IPCની કલમ 120B હેઠળ સજાપાત્ર છે. તેથી, આ પ્રકારનું ષડયંત્ર ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો છે. જો કોઈ ગુનાના મુખ્ય ગુનેગારને 5 વર્ષની કેદની સજા થઈ હોય તો તેની સાથે કોઈપણ રીતે તે ગુનાના કાવતરામાં જે કોઈ સંડોવાયેલ હોય. તેને પણ માત્ર 5 વર્ષની સજા થશે.

આઈપીસી કલમ 272 અને 273 ખાદ્યપદાર્થોમાં ભેળસેળ માટે છ મહિનાની જેલ અને રૂ. 1000 દંડની જોગવાઈ કરે છે. આ ગુનો કોગ્નિઝેબલ ગુનાની શ્રેણીમાં આવતો નથી અને જામીનપાત્ર છે.

420 આ કમલ મુજબ સજાપાત્ર અપરાધ કરવા માટેના ગુનાહિત કાવતરા સિવાયના ગુનાહિત કાવતરામાં જે કોઈ પક્ષકાર છે તેને છ મહિનાથી વધુની મુદત માટે કોઈપણ વર્ણનની કેદ અથવા દંડ અથવા બંને સાથે શિક્ષા કરવામાં આવે છે.

કેવી રીતે ડુપ્લીકેટ હળદરનું રેકેટ ઝડપાયું

ખેડા જિલ્લાના નડિયાદ શહેર પોલીસને મોટી સફળતા મળી હતી. નડિયાદ મિલ રોડ પર ડુપ્લીકેટ દારૂ બનાવવામાં વપરાતા કેમિકલનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે સરનામાંવાળી જગ્યા પર ચેકિંગ કરતા પોલીસને ડુપ્લીકેટ હળદર બનાવાતુ હોવાનું જોવા મળ્યુ હતુ. પોલીસે નકલી હળદર બનાવવાના આ રેકેટને ઝડપી લીધુ હતુ.

આજકાલ ભેળસેળનો જમાનો છે. ચોખાથી માંડીને મસાલા અને દૂધ બધું શુદ્ધ છે તેની કોઈ ગેરંટી આપી શકાતી નથી. તમારા ઘરમાં જે હળદર આવે છે તેમાં કોઈ ભેળસેળ તો નથી ને, તે તપાસવું તમારા માટે મહત્વનું છે. ત્યારે આ તમામ વચ્ચે ખેડા જિલ્લાના નડિયાદમાંથી ડુપ્લીકેટ હળદર બનાવવાની ફેકટરી ઝડપાઇ હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article