Holi 2023 : ડાકોરના ઠાકોરના દર્શન માટે રણછોડરાયજી મંદિર દ્વારા અગત્યની જાહેરાત

|

Mar 05, 2023 | 9:33 PM

ગુજરાતના ખેડામાં આવેલા શ્રી રણછોડજી મંદિર ડાકોર દ્વારા ભક્તો માટે પ્રભુના દર્શનનો સમય, મંગળા આરતી, તેમજ પ્રસાદ ક્યાંથી મળશે અને તારીખ 06, 07 અને 08 માર્ચ 2023 આ ત્રણ દિવસ દરમિયાન મંદિરમાં ફાગણી પુનમના લીધે ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે તેને ધ્યાનમાં રાખીને મંદિર દ્વારા ભક્તો માટે હોળી ઉત્સવને ધ્યાનમાં રાખી અગત્યની જાહેરાત કરવામાં આવી છે.

Holi 2023 : ડાકોરના ઠાકોરના દર્શન માટે રણછોડરાયજી મંદિર દ્વારા અગત્યની જાહેરાત
Dakor Ranchodji Mandir

Follow us on

ગુજરાતના ખેડામાં આવેલા શ્રી રણછોડજી મંદિર ડાકોર દ્વારા ભક્તો માટે પ્રભુના દર્શનનો સમય, મંગળા આરતી, તેમજ પ્રસાદ ક્યાંથી મળશે અને તારીખ 06, 07 અને 08 માર્ચ 2023 આ ત્રણ દિવસ દરમિયાન મંદિરમાં ફાગણી પુનમના લીધે ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે તેને ધ્યાનમાં રાખીને મંદિર દ્વારા ભક્તો માટે હોળી ઉત્સવને ધ્યાનમાં રાખી અગત્યની જાહેરાત કરવામાં આવી છે.

સવારે 05.00 થી 8.00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે

ફાગણ સુદ 14 , 06 માર્ચના રોજ સોમવારના રોજ શ્રી રણછોડજી મંદિર, ડાકોર ખાતે સવારે 05. 00 વાગે મંગળા આરતી થશે, સવારે 05.00 થી 8.00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે, સવારે 08.30 થી 01.00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે, બપોરે 01.30 થી 02.30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે, બપોરે 03.45 વાગે ઉત્થાપન આરતી થશે. બપોરે 03.45 થી 05.30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે;સાંજે 05.45 થી 08.00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે, રાત્રે 08.45 થી દર્શન ખુલી ત્યારબાદ અનુકૂળતા મુજબ દર્શન થશે, ત્યારબાદ શ્રી રણછોડરાયજી મહારાજ પોઢી જશે.

શ્રી રણછોડરાયજી મહારાજ અનુકૂળતાએ પોઢી જશે

ફાગણ સુદ 15 (પૂનમ) તારીખ 07 માર્ચના રોજને મંગળવારના રોજ શ્રી રણછોડજી મંદિર, ડાકોર, ખાતે સવારે 04:૦૦ વાગે મંગળા આરતી થશે, સવારે 04.00 થી 07.30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે, સવારે 08.00 થી 02.30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે, બપોરે 03. 00 થી 05.30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે, સાંજે 06.00 વાગે ઉત્થાપન આરતી થશે, સાંજે 06.00 થી 08.00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે, રાત્રે 08.15 વાગે શયનભોગ આરતી થઈને નિત્યક્રમાનુસાર સેવા થઈ સખડીભોગ આરોગી શ્રી રણછોડરાયજી મહારાજ અનુકૂળતાએ પોઢી જશે.

શું વાત કરતા કરતાં તમારો ફોન કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે? જાણો કારણ
નીતા અંબાણી આકાશ-શ્લોકાની પુત્રી સાથે કર્યું ટ્વિનિંગ, જુઓ દાદી અને પૌત્રીનો ધમાકેદાર ડાન્સ
Bank of Baroda આપી રહી છે SBI કરતા સસ્તી કાર લોન, 5 વર્ષ માટે 8,00,000 ની લોન પર EMI કેટલી?
કરીના લાગી કિલર, જન્મદિવસ પર બેબોએ શેર કરી ગ્લેમરસ તસવીરો
સાંજે ઘરના દરવાજા પર રાખો આ 1 વસ્તુ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન!
રોજ ખાલી પેટ કોથમીરના પાન ચાવવાથી જાણો શું થાય છે?

શ્રી ગોપાલ લાલજી મહારાજ ફુલડોળમાં બિરાજશે

ફાગણ વદ 1 (દોલોત્સવ), તારીખ 08 માર્ચના રોજ બુધવારના રોજ શ્રી રણછોડજી મંદિર, ડાકોર ખાતે સવારે 05.15 વાગે મંગળા આરતી થશે, સવારે 05.15 થી 08.30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે,સવારે 09.00 થી 01.00 વાગ્યા સુધી શ્રી ગોપાલ લાલજી મહારાજ ફુલડોળમાં બિરાજશે, ફુલડોળના દર્શન થશે;બપોરે 01.00 થી 02.00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે, સાંજે 03.30 થી 04.30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે, સાંજે 05.15 વાગે ઉત્થાપન આરતી થઇ, નિત્યક્રમાનુસાર શયનભોગ, સખડીભોગ આરોગી, દર્શન ખુલી અનુકૂળતાએ શ્રી રણછોડરાયજી મહારાજ પોઢી જશે.

08 માર્ચના દિવસે બહારના રાજભોગ ગાયપૂજા તેમજ તુલા બંધ રાખેલ છે

આ ઉપરાંત તારીખ 06,07 અને 08 માર્ચના રોજ દર્શનાર્થીઓ માટે હોળી ઉત્સવને ધ્યાનમાં રાખી અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નિજ મંદિર પ્રવેશ બંધ રહેશે તારીખ 06,07 અને 08 માર્ચના સુધી પરિક્રમા બંધ રહેશે; તારીખ 06 માર્ચ થી 08 માર્ચના દિવસે બહારના રાજભોગ ગાયપૂજા તેમજ તુલા બંધ રાખેલ છે.

તારીખ 06 માર્ચ થી 08 માર્ચના દિવસે ભેટ સ્વીકારવાનું તેનો સત્કાર સ્વરૂપે સમાધાન પ્રસાદ મેળવવાના સ્થળો આ મુજબ છે, મંદિર બહાર નીકળવાના દરવાજાની ડાબી બાજુએ; શ્રી લક્ષ્મીજી મંદિરમાં, શ્રીજીની ગૌશાળામાં, ખેડાવાળની ખડકી પાસે; ધજા મોટા દરવાજા બહાર ચોગાનમાં સ્વીકારવાની અલગ વ્યવસ્થા કરી છે, ધજા ઘુમ્મટમાં લઈ જવાનો આગ્રહ રાખવો નહિ; બુટ ચપ્પલ પગરખાં પહેરીને મંદિર પ્રવેશ કરવો નહિ; રામઢોલ લઈને મંદિરમાં પ્રવેશ કરવો નહિ; શ્રી ઠાકોરજીના દર્શન માટે એલ.ઈ.ડી. વોલ ચારેય બાજુ ગોઠવેલ છે; આગામી ચૈત્ર સુદ પૂનમ તારીખ 06 માર્ચના રોજ ગુરુવારના રોજની છે.

તેમજ શ્રી રણછોડજી મંદિર, ડાકોર દ્વારા ભક્તો માટે પ્રભુના ઓનલાઈન દર્શન માટે ranchhodraiji.org વેબસાઈટ તેમજ યુ ટ્યુબ લાઈવ દર્શન માટે Shri Ranchhodraiji Live Darshan, Dakor Temple જાહેર કરાઈ છે.

આ પણ વાંચો : Gujarati Video: સુરતમાં વધુ એક યુવકનું ક્રિકેટ રમતા અચાનક બેભાન થયા બાદ થયુ મોત

Next Article