ખેડા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર, ઠાસરા, ગળતેશ્વર, નડીયાદ સહીતના વિસ્તારોમાં વરસાદ

|

Sep 19, 2021 | 4:40 PM

ખેડાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ડાકોર મંદિરના મુખ્ય દરવાજાની બહાર સર્વત્ર પાણી જ પાણી દેખાતું હતું.

KHEDA : રાજ્યમાં ચોમાસું હાલ સક્રિય છે. વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે, ત્યારે ખેડા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે. સમગ્ર ખેડા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ખેડા જિલ્લાના
ડાકોર, ઠાસરા, ગળતેશ્વર, નડીયાદ, ખાત્રજ, સોજાલી, સણસોલીમાં વરસાદ વરસાદ પડ્યો છે, તો બીજી બાજુ મહેમદાવાદ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. નડિયાદની વાત કરીએ તો નડિયાદ નડીયાદ શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે અને ભારે પવન સાથે વરસ્યો છે.

ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં પણ વરસાદ પડ્યો છે. ખેડાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ડાકોર મંદિરના મુખ્ય દરવાજાની બહાર સર્વત્ર પાણી જ પાણી દેખાતું હતું. ડાકોરના
ગોપાલપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. આમ સમગ્ર ખેડા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થઇ છે.

ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં પડેલા વરસાદથી રાજ્યનો મોસમનો કુલ વરસાદ 73.95 ટકા થયો છે. જે ઓગષ્ટ માસના અંતમાં 51 ટકા હતો. એટલે કે છેલ્લા 20 દિવસમાં રાજ્યમાં મોસમનો 24 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેના લીધે રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. તેમજ આગામી 21 સપ્ટેમ્બર સુધી પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા છે.હવામાન વિભાગે સાથે આ પણ આગાહી પકરી છે કે આજે 19 સપ્ટેમ્બરથી આગામી પાંચ દિવસ સુધી પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી.આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, નવસારી અને તાપીમાં ભારે વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો : હોદ્દો સંભાળતા રાજેન્દ્ર ત્રિવેદીએ ઉચ્ચારી ચિમકી, કર્મચારીઓ અને અધિકારીઓની મિલીભગત નહીં ચાલે

આ પણ વાંચો : Surat: શહેરના માથાભારે આરોપી અશરફ નાગોરીને ATS એ ઝડપી પાડ્યો, આરોપી સામે ગુજસીટોકનો ગંભીર ગુનો

Next Video