Dakor: ફાગણી પૂનમના મેળાને લઈ ભક્તોનું ઘોડાપુર, લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી

| Edited By: | Updated on: Mar 17, 2022 | 5:31 PM

ડાકોર પાલિકા દ્વારા પદયાત્રી સહાયતા કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા છે. તો ગોમતી તળાવમાં તરવૈયા મુકવામાં આવ્યા છે. એસટી વિભાગ દ્વારા પદયાત્રીઓને પરત જવાની વધુ બસ ગોઠવવામાં આવી. તો સફાઈ-લાઈટિંગની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

ડાકોરમાં(Dakor)  ફાગણી પૂનમના મેળો અને હોળી(Holi)  પર્વને  લઈ ભક્તોનો(Devotees)  પ્રવાહ જોવા મળી રહ્યો છે. રણછોડરાયજીના દર્શન કરવા મોટી સંખ્યામાં સંઘ અને ભક્તો પહોંચ્યા છે. ડાકોરમાં પોલીસ વિભાગ દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ રેન્જ આઈજી દ્વારા મહેમદાવાદના રાસ્કા ચેકપોસ્ટથી ડાકોર સુધી 1 ડીવાયએસપી, ચાર પીઆઈ, 350 પોલીસ જવાનો ફરજ બજાવશે. તો 150 સીસીટીવી કેમેરાથી મંદિર પરિસર અને ડાકોરમાં ચાંપતી નજર રખાઈ રહી છે. એસઆરપી અને હોમગાર્ડના જવાનો પણ ખડેપગે તૈનાત છે. આ ઉપરાંત ડાકોર પાલિકા દ્વારા પદયાત્રી સહાયતા કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા છે. તો ગોમતી તળાવમાં તરવૈયા મુકવામાં આવ્યા છે. એસટી વિભાગ દ્વારા પદયાત્રીઓને પરત જવાની વધુ બસ ગોઠવવામાં આવી. તો સફાઈ-લાઈટિંગની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

અગિયારસથી ફાગણી પૂનમ સુધી ડાકોરના રણછોડરાયજી મંદિરમાં દર્શન કરવા શ્રદ્ધાળુ ભકતો પગપાળા સંઘ લઈ ડાકોર આવતા હોય છે, છેલ્લા બે વર્ષ કોરોનાની મહામારીના કારણે ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળો વહીવટી તંત્ર દ્વારા બંધ રખાવવામાં આવ્યો હતો,પરંતુ ચાલુ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતાં રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક, સામાજિક મેળાઓની મંજૂરી આપવામાં આવતા દર વર્ષે પગપાળા ડાકોર જતાં ભાવિક ભક્તોમાં આનંદ લાગણી જોવા મળી રહી

આ પણ વાંચો : Ahmedabad: ગુજરાતના જાણીતા ક્લાસિકલ ડાન્સર અને કોરિયોગ્રાફર બીના મહેતાના નૃત્યોની, જુઓ તસ્વીરો

આ પણ વાંચો : Amreli: સરકારની વિકાસની વાતો વચ્ચે એસટી વિહોણા ગામડા, જાણો જિલ્લાના કયા ગામમાં હજુ સુધી ક્યારેય બસ આવી જ નથી

Published on: Mar 17, 2022 05:30 PM