ગુજરાતના(Gujarat)ખેડાના કપડવંજના(Kapadvanj)નવાગામમાં ખેડૂતે બાગાયતી પાકના બિયારણમાં(Seed) છેતરપિંડી(Fraud)થયાનો આક્ષેપ કર્યો છે. ફૂલોના ખેતરને જોઈને કદાચ આપને લાગશે કે વાહ શું સુંદર ફૂલો ઉગ્યા છે. પરંતુ હકીકત કંઈક જૂદી છે. નવાગામના કેટલાક ધરતીપુત્રો દ્વારા આગ્રાની એક કંપની પાસેથી મોઘા ભાવે ગલગોટાના છોડ લઈને તેની ખેતી કરી હતી.
આ કંપની દ્વારા તે સમયે જણાવ્યું હતું કે આ છોડ પર મેરીગોલ્ડ ફૂટબોલ યલો ફ્લાવરનું મબલખ ઉત્પાદન થશે.પરંતુ છોડ રોપ્યાના ત્રણ મહિના પછી જયારે ફૂલો બેસવાની શરૂઆત થઇ. જે સમયે ખેડૂતોના મોતિયા મરી ગયા હતા.કંપનીના જણાવ્યા પ્રમાણે એક જ પ્રકારના ફૂલો આવવાને બદલે ૭ કરતા વધારે જાતના ફૂલો ઉગતા મોટી નુકસાની થઈ હતી.
કારણ કે આ પ્રકારના ફુલો માર્કેટમાં વેચાતા જ નથી. તો બીજી તરફ ઘણા છોડો નિષ્ફળ જવાને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.ત્યારે ખેડૂતે સમગ્ર મામલે ગ્રાહક સુરક્ષામાં ફરીયાદ કરવા અંગે જણાવ્યું હતુ.
આ પણ વાંચો : દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે મતદાન શરૂ, ભાજપના ઉમેદવારે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો
આ પણ વાંચો : વડોદરામાં દિવાળી પૂર્વે આરોગ્ય વિભાગ એક્શનમાં, મીઠાઇ ફરસાણની દુકાનો પર સઘન ચેકિંગ હાથ ધર્યું