Gujarati NewsGujaratKhedaDiscrimination in the name of religion! Nadiads Knowledge School In such a controversy, the audio of the conversation of the school staff with the parents went viral.
કથિત ઓડિયો ક્લિપમાં વાલીને શાળાના સ્ટાફ તરફથી એડમિશન બાબતે કોલ કરવામાં આવે છે. ત્યારે વાલીસામેથી સવાલ ઉઠાવે છે કે મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે નમાજ પઢવા અલગ રૂમ છે? તો શું હિંદુ વિદ્યાર્થીઓને હનુમાન ચાલીસા ગાવા માટે અલગ રૂમ આપશો?
દેશભરમાં મસ્જિદમાં લાઉડ સ્પીકર પર નમાઝ પઢવા મુદ્દે વાદ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ ધાર્મિક (religion) વિવાદ હવે સ્કૂલો સુદી પહોંચી ગયો છે. ખેડા (Kheda) લ્લામાં નડિયાદ (Nadiad) ની નોલેજ સ્કૂલની કથીત ઓડીયો ક્લીપ હાલ ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં એક વાલી સ્કૂલના સ્ટાફને ફોન પર ફરિયાદ કરી રહ્યો છે કે મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે નમાજ પઢવા અલગ રૂમ આપો છો તો શું હિંદુ વિદ્યાર્થીઓને હનુમાન ચાલીસા ગાવા માટે અલગ રૂમ આપશો?
કથિત ઓડિયો ક્લિપમાં વાલીને શાળાના સ્ટાફ તરફથી એડમિશન બાબતે કોલ કરવામાં આવે છે. ત્યારે વાલીસામેથી સવાલ ઉઠાવે છે કે મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે નમાજ પઢવા અલગ રૂમ છે?. બીજી તરફ સ્ટાફ દ્વારા પણ સ્કૂલમાં નમાજ માટે અલગ રૂમ હોવાની ઓડિયોમાં જ કબૂલાત કરવામાં આવી છે. જોકે ઓડિયો ક્લીપ અંગે TV9 કોઇ પુષ્ટી કરતું નથી.