Kheda : ડાકોરમાં રણછોડરાયજીના દર્શન કરવા વેક્સિનેશન ફરજિયાત

|

Oct 14, 2021 | 4:53 PM

નોંધનીય છેકે ગુજરાતમાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં સૌથી ઓછું રસીકરણ નોંધાયું છે. સૌથી ઓછું રસીકરણ હોવાથી તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા વહિવટી તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. ડાકોરના રહીશોને રણછોડજીના દર્શન કરવા હશે તો હવે વેક્સીન સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. રસી નહીં લીધો હોય તો મંદિરમાં પ્રવેશ નહીં મળે. ઠાસરા પ્રાંત ઓફિસમાં મળેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરની બહાર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને આ અંગે ડાકોર નગરપાલિકા દ્વારા મંદિર મેનેજમેન્ટને પણ પત્ર લખવામાં આવ્યો છે.

નોંધનીય છેકે ગુજરાતમાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં સૌથી ઓછું રસીકરણ નોંધાયું છે. સૌથી ઓછું રસીકરણ હોવાથી તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી અન્વયે મંદિર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. તો આ મામલે ડાકોર નગરપાલિકા દ્વારા મંદિર મેનેજમેન્ટને પત્ર લખવામાં આવ્યો છે.

ખાસ કહેવું રહ્યું કે હજુપણ દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત છે. જેને પગલે સરકારે વેક્સિન ઝડપી બનાવ્યું છે. પરંતુ, ઘણા વિસ્તારોમાં હજુ વેક્સિનેશનને લઇને લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. ત્યારે આ મામલે હવે સરકાર પણ કડકમાં કડક નિયમો અમલી બનાવે તે જરૂરી બન્યું છે.

 

આ પણ વાંચો : Ahmedabad: સંબંધોને શર્મસાર કરે એવી ઘટના, માત્ર એક દિવસના બાળકને ત્યજીને કેમ ભાગી રહી હતી આ મહિલા?

આ પણ વાંચો : આગામી વિધાનસભા ચૂંટણીમાં 100 નવા ચહેરા શોધવાના મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખની સ્પષ્ટતા, જાણો શું કહ્યું CR પાટીલે

Next Video