KHEDA : ડાકોરના રણછોડરાયજીના વસ્ત્રની ONLINE નોંધણી, કેવી રીતે કરશો નોંધણી ?

|

Mar 23, 2021 | 7:27 PM

KHEDA : ડાકોરમાં રણછોરડાયજીના સવારના વસ્ત્ર ધરાવવા માટે વસ્ત્રની નોંધણી ONLINE કરાઇ છે. મંદિરની વેબસાઇટ www.ranchhodraiji.org પર 25મી MARCH સવારે 8 થી નોંધણી કરી શકાશે.

KHEDA : ડાકોરના રણછોડરાયજીના વસ્ત્રની ONLINE નોંધણી, કેવી રીતે કરશો નોંધણી ?
ડાકોર મંદિર

Follow us on

KHEDA : ડાકોરમાં રણછોરડાયજીના સવારના વસ્ત્ર ધરાવવા માટે વસ્ત્રની નોંધણી ONLINE કરાઇ છે. મંદિરની વેબસાઇટ www.ranchhodraiji.org પર 25મી MARCH સવારે 8 થી નોંધણી કરી શકાશે.

ડાકોરમાં ભગવાન રણછોડરાયજી મહારાજના 1લી APRIL, 2021થી 31મી MARCH, 2022ના સમય દરમયાન સવારના વસ્ત્રો ધરાવવા માટેની ONLINE નોંધણી 25મી માર્ચ, 8 વાગેથી મંદિરની WEBSITE પરથી થઇ શકશે.

જે અંગેની વિગતો શરતો, નિયમો તથા નોંધણી અંગેની વિગતવાર માહિતી ઉક્ત સાઇટ ઉપરથી વસ્ત્ર નોંધણી OPTIONમાં તેની માહિતી મળી શકશે. વસ્ત્ર નોંધણી કેવી રીતે કરવી ? તે અંગે મંદિરના સત્તાધિશોએ જણાવ્યું છે કે, વસ્ત્ર નોંધણી માટે મંદિર વેબસાઇટમાં GOOGLE એકાઉન્ટથી લોગીન કરી શકાશે. LOG IN થયા બાદ વસ્ત્ર રજીસ્ટ્રેશન ફોર્મ ઓપન કરવું. એક GOOGLE એકાઉન્ટથી ફક્ત એક જ વસ્ત્રની તારીખ નોંધાવી શકાશે. બાદમાં વસ્ત્ર રજીસ્ટ્રેશન ફોર્મમાં વિવિધ વિગતો આપવાની રહેશે. જેમાં NAME, ADDRESS, ગામ, તાલુકો, રાજ્ય, પીનકોડ, MOBILE NUMBER, AADHAR NUMBER ટાઇપ કરવાનો રહેશે. ખોટી વિગતો રજુ કરી હશે તો ફોર્મ રદ ગણવામાં આવશે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ONLINE વસ્ત્ર નોંધણી માટે આટલી વિગતો સાથે રાખવી જરૂરી

ગુગલ એકાઉન્ટનો યુઝર નેમ તથા પાસવર્ડ
ઓનલાઇન પેમેન્ટ માટે ક્રેડિટ, ડેબીટ કાર્ડ, નેટબેકીંગ વગેરે સાથે રાખવા જરૂરી છે.
આધારકાર્ડ, સરનામું, પીનકોડ નંબર, મોબાઇલ નંબર વગેરે પ્રાથમિક માહિતી
વસ્ત્ર ધરાવવા નક્કી કરેલી તારીખ નક્કી કરી હોય તેની વિગતો આપવી

બેંક સાથે જોડેલો રજીસ્ટર્ડ કરેલો મોબાઇલ નંબર OTP માટે સાથે રાખવો જરૂરી છે.
એક GOOGLE એકાઉન્ટથી ફક્ત બે જ તારીખોની નોંધણી થઈ શકશે.
વસ્ત્ર નોંધણી અંગેનો લાગો રૂ.5 હજાર ઓનલાઇન ભરવાનો રહેશે.

ફાગણી પૂનમે ડાકોરમાં ખૂબ મોટો ઉત્સવ અને ખૂબ મોટો મેળો યોજાતો હોય છે. આ દરમિયાન સરકારી તંત્ર પણ ખડે પગે ઉભુ રહેતું હોય છે. પૂનમના આગલા દિવસથી પગપાળા આવતા યાત્રાળુઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા બેઠકોનો દૌર પણ શરૂ થતો હોય છે.

પરંતુ આ વખતે પૂનમ નિમિતે ત્રણ દિવસ મંદિર બંધ રહેશે. જેમાં ફાગણ સુદ અગિયારસ આમલી અગિયારસ તરીકે ઉજવાતી હોય છે. જેમાં ભગવાન ગજરાજ ઉપર સવાર થઈ અબીલ ગુલાલની છોળો વચ્ચે લાલબાગ જતા હોય છે. પરંતુ કોરોનાને લઇ આ ઉત્સવ પણ સાદી રીતે ઉજવાશે. એટલે કે ભગવાન ગજરાજ ઉપર નહીં, પરંતુ સાદી પાલખીમાં સવાર થઈ લાલબાગની જગ્યાએ લક્ષ્મીજીને મળશે. આમ તો શુક્રવાર અને અગિયારસના દિવસે ભગવાન લક્ષ્મીજીને મળવા અચૂક જતા હોય છે.

Published On - 6:00 pm, Tue, 23 March 21

Next Article