Kheda : ખેડામાં નવરાત્રી (Navratri 2023) દરમિયાન આરોપીઓને જાહેરમાં માર મારવાના મામલામાં આરોપી પોલીસ કર્મચારીઓને હાઇકોર્ટે (Gujarat high court) સજા ફટકારી છે. હાઇકોર્ટે આરોપી પોલીસ કર્મચારીઓને 14 દિવસ સાદી કેદની સજા ફટકારી છે. ખેડામાં નવરાત્રિ દરમિયાન પથ્થરમારાના આરોપીઓને પોલીસ કર્મીઓએ જાહેરમાં માર માર્યો હતો.
ખેડા જિલ્લાના ઉંઢેલામાં નવરાત્રીમાં પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં પોલીસ કર્મીઓની મુશ્કેલી વધી છે. કોર્ટના હુકમના તિરસ્કારના દોષિત 4 પોલીસ કર્મીઓને ગુજરાત હાઈકોર્ટે સજા ફટકારી છે. હાઈકોર્ટે ચારેય પોલીસ કર્મીઓને 14 દિવસની કેદની સજા અને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 4 આરોપી પોલીસ કર્મીઓએ કોર્ટના ઓર્ડર મળ્યાના 10 દિવસમાં હાજર થવા ફરમાન કપરવામાં આવ્યુ છે.
તો બીજી તરફ કોર્ટે કરેલી સજા સામે દોષિતોના વકીલ તરફથી સ્ટેની માગણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા માટે સ્ટેની માગ કરવામાં આવી છે. હાઈકોર્ટે પોતાના હુકમમાં સજાની અમલવારી પર 3 મહિનાનો સ્ટે આપ્યો. ફરિયાદી અને પોલીસકર્મીઓ વચ્ચે સમાધાન નહિ થતાં કોર્ટે કાર્યવાહી છે.
મહત્વનું છે કે ખેડામાં પોલીસકર્મીઓએ આરોપીઓને જાહેરમાં માર માર્યો હતો. જે પછી પોલીસ કર્મીઓ સામે કેસ થયો હતો. ત્યારે ગુનો નોંધાયા બાદ પોલીસકર્મીઓએ કોર્ટમાં અરજી કરી હતી અને પોલીસ વિભાગમાં એક દાયકાની સેવાને ધ્યાને લેવા રજૂઆત કરી હતી. સાથે જ પોલીસકર્મીઓએ વળતર આપવા અંગે પણ તૈયારી દર્શાવી હતી. જો કે આ કેસમાં ફરિયાદી સમાધાન કરવા તૈયાર જ નથી. ઉલ્લેખનીય છે કે 4 પોલીસકર્મીઓ વિરૂદ્ધ માર મારવાનો ગુનો નોંધાયો હતો.
ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:34 pm, Thu, 19 October 23