અમદાવાદમાં 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલની થશે શરૂઆત, પોલીસનો ચાંપતો બંદોબસ્ત તૈનાત

|

Dec 23, 2019 | 3:42 PM

25 ડિસેમ્બરથી અમદાવાદમાં ભવ્યાતિભવ્ય કાંકરિયા કાર્નિવલ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત તૈનાત રહેશે. સુરક્ષાને લઈ પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે. પોલીસના બંદોબસ્તની વાત કરીએ તો, કાંકરિયા કાર્નિવલમાં 1 DCP, 8 ACP, 35 PI, 110 PSI, 1600 […]

અમદાવાદમાં 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલની થશે શરૂઆત, પોલીસનો ચાંપતો બંદોબસ્ત તૈનાત

Follow us on

25 ડિસેમ્બરથી અમદાવાદમાં ભવ્યાતિભવ્ય કાંકરિયા કાર્નિવલ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત તૈનાત રહેશે. સુરક્ષાને લઈ પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે. પોલીસના બંદોબસ્તની વાત કરીએ તો, કાંકરિયા કાર્નિવલમાં 1 DCP, 8 ACP, 35 PI, 110 PSI, 1600 પોલીસ જવાનો, 200 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. જ્યારે 4 પોલીસ સહાયતા કેન્દ્ર બનાવાયા છે અને 1 પોલીસ કંટ્રોલ રૂમ બનાવાયો છે. તો 20 પોડિયમ પોઇન્ટ, 3 વૉચ ટાવરથી લોકોની ગતિવિધિ પર નજર રાખવમાં આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદીઓ માટે ખૂશખબર: અમદાવાદ-મુંબઈ રૂટ પર વધુ એક તેજસ એક્સપ્રેસ દોડશે

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આ સિવાય 72 CCTV કેમેરાથી અને ડ્રોનથી નજર રખાશે. જ્યારે 8 ધાબા પોઇન્ટ પર પણ પોલીસ જવાનો ખડેપગે રહેશે. કાંકરિયાના તમામ ગેટ ઉપર મેટલ ડિટેક્ટર લગાવાશે. આ સિવાય મહિલાઓની સુરક્ષા માટે C ટીમ અને એન્ટી રોમિયો સ્ક્વૉડ પણ તૈનાત રહેશે. તો નશાખોરોને પકડવા માટે બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરવામાં આવશે. તો પાર્કિંગને લઈ કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે એક VIP પાર્કિંગ અને 10 જનરલ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે કાંકરિયા કાર્નિવલમાં દરવર્ષે લાખો લોકો ઉમટી પડતા હોય છે. ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article