કચ્છના બે સ્થળો બન્યા વધુ રમણીય, વૃક્ષો પર સંદેશા સાથેના ચિત્રો દોરી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાઇ

|

Dec 12, 2021 | 4:06 PM

કચ્છના માંડવી ટોપણસર તળાવ નજીક 60 થી વધુ વૃક્ષોમાં વિવિધ થીમ સાથેના ચિત્રો દોરાયા હતા અને હજુ આવતીકાલ સુધી આ ચિત્રકલાનું કામ શરૂ રહેશે.

કચ્છના બે સ્થળો બન્યા વધુ રમણીય, વૃક્ષો પર સંદેશા સાથેના ચિત્રો દોરી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાઇ
Tree Drawing

Follow us on

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav) અંતર્ગત વિવિધ કાર્યક્રમો આયોજીત થઇ રહ્યા છે ત્યારે કચ્છના(Kutch) માંડવીમાં(Mandvi)આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી અને  સાંસદ વિનોદ ચાવડા (Vinod Chavda) તથા સામાજીક આગેવાન દિલીપ દેશમુખની પ્રેરણા થી “સાંસદ વૃક્ષ ચિત્ર સ્પર્ધા” (Sandad Vruksh Chitra Saprdha)નું આયોજન કરાયુ હતુ.

ચિત્ર સ્પર્ધકો દ્રારા ઉત્સાહભેર રજુ કરાયેલ વિવિધ સંદેશા આપતા સુંદર ચિત્ર બનાવાયા હતા. જેને માંડવી ગૌરવપથની શોભા વધારી હતી.

માંડવીના અનેક ચિત્રકારોએ આમાં ભાગ લીધો હતો અને માંડવીના રમણીય તળાવ કિનારે આવેલ ગૌરવપથના વૃક્ષો પર વિવિધ થીમ સાથે ચિત્રો બનાવ્યા હતા. કચ્છ જીલ્લા ભાજપાના મહામંત્રી અનિરૂધ્ધ દવે પુર્વ ભાજપા તથા નગરપાલિકા અધ્યક્ષ અરવિંદ ગોહીલ, બાંધકામ ચેરમેન વિશાલ ઠક્કર સેનિટેશન ચેરમેન જીજ્ઞેસ કષ્ટા, તથા પંકજ ગોર સહિતના ભાજપના આગેવાનોએ ચિત્રકારોને બીરદાવ્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ અગાઉ ભુજ હમિરસર કાંઠે વોક વે પર પણ આજ થીમ પર ચિત્રકારોએ કલાકારી દર્શાવી હતી અને સમગ્ર વોક-વે પર ભુજના નગરસેવકોના પ્રયાસોથી વૃક્ષો પર ચિત્ર દોરી સ્થળની સુંદરતા વધારી હતી ટ્રાફીક નિયમન,પોલિસ નિષ્ઠા,ધાર્મીક સામાજીક વિષયો સાથેના ચિત્રો દોરી કલાકારોએ ત્યા અવરજવર કરતા લોકોને મંત્રમુગ્ધ કરવાનો પ્રયાસ કર્યો હતો તો માંડવી ખાતે કચ્છના પર્યટન સ્થળ,વર્તમાન સમયમાં સોસીયલ મિડીયાના વધેલા ક્રેઝ તથા સામાજીક વિષયો પર આધારીત ચિત્રોએ વૃક્ષની સુંદરતામાં વધારો કરવા સાથે સામાજીક મેસેજ આપવાનો પણ પ્રયાસ કરાયો હતો.

માંડવી ટોપણસર તળાવ નજીક 60 થી વધુ વૃક્ષોમાં વિવિધ થીમ સાથેના ચિત્રો દોરાયા હતા અને હજુ આવતીકાલ સુધી માંડવીના અન્ય વિસ્તાર જેવા કે રૂકમાવત્તી બ્રીજ સહિતના સ્થળો પર આ પ્રકારે અલગ-અલગ ચિત્રોથી શહેરની શોભા વધારવા સાથે આકર્ષણ ઉભુ કરાશે કચ્છના બે ઐતિહાસીક તળાવ ભુજના હમિરસર તથા માંડવીના ટોપણસર તળાવમાં વૃક્ષો પર ચિત્રથી સ્થળની રમણીયતા વધી છે.

આ પણ વાંચો : જાણો શિક્ષણક્ષેત્રમાંથી રાજકારણમાં આવેલા ઊંઝાના MLA આશાબેન પટેલની જીવન ઝરમર

આ પણ વાંચો : Gram Panchayat : શહેરોને પણ આંટી મારતું ગુજરાતનું પેરીસ ધર્મજ ગામ, જાણો કેવું છે આ ગામ

Published On - 4:04 pm, Sun, 12 December 21

Next Article