Kutch: ભૂજ તાલુકાના બે ગામોમાં મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, ચોરીની ઘટના CCTVમાં કેદ થઇ

|

Feb 06, 2022 | 10:13 AM

રાત્રીના સમયે મંદિરમાં તસ્કરો ત્રાટકી દાનપેટીમાંથી લાખો રૂપિયાની ચોરી કરી હતી. ચોરીની ઘટનાના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે.

કચ્છ (Kutch)જિલ્લાના ભૂજ તાલુકામાં તસ્કરો બેફામ બન્યા છે. તસ્કરોએ ભુજ તાલુકાના લોરીયા ગામે (Loriya Village) બે મંદિરમાં ચોરી (Theft In Temple) કરી છે. ચોરી સાથે તસ્કરોએ મંદિરમાં મૂર્તિઓને પણ નુકસાન પહોંચાડ્યુ છે. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

તસ્કરો ભગવાનના ઘર એટલે કે મંદિરોમાં પણ ચોરી કરવાની તક નથી છોડતા. કચ્છ જિલ્લાના ભૂજ ખાતેના લોરીયા ગામે 2 મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. ભુજ તાલુકાના પાવર પટ્ટી વિસ્તારમાં આવતા સરહદી લોરીયા અને પાસેના હનુમાન નગરના દેવી દેવતાના મંદિરોમાં શુક્રવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. આ તસ્કરોએ મંદિરમાં 450 વર્ષ જૂની ચાંદીના ઘોડા પર બિરાજમાન પારેશ્વર દાદાની મૂર્તિ સાથેનું સિંહાસન અને માતાજીના ઘરેણાં મળી કુલ 9 લાખ 60 હજારની ચોરી કરી જતા ભાવિકોમાં આક્રોશની લાગણી ફેલાઇ છે.

રાત્રીના સમયે મંદિરમાં તસ્કરો ત્રાટકી દાનપેટીમાંથી લાખો રૂપિયાની ચોરી કરી હતી. ચોરીની ઘટનાના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. ગામલોકોએ ચોરીની ઘટના અંગે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. CCTV ફૂટેજના આધારે પોલીસે તસ્કરોને પકડવા પ્રયાસો હાથ ધર્યા છે.

ખાવડા રોડ પરના સરહદી લોરીયા અને પાસેના હનુમાન નગર ગામે આવેલા ઐતિહાસિક પારેશ્વર મંદિર તથા નવ જેટલા દેવી દેવતાઓના મંદિરમાં દ્વાર પર લાગેલા તાળાં તોડી તસ્કરો મંદિર અંદરના ગર્ભ ગૃહમાંથી સિંહાસન સાથે રહેલી પારેશ્વર દાદાની પાંચ ધાતુ મિશ્રિત મૂર્તિ , ચાંદીનો ઘોડો અને વાછરા દાદાની તલવાર ચોરી ગયા હતા. તો આશાપુરા માતાજી, હિંગળાજ માતાજી ગેલોય માતાજીની મૂર્તિ પરથી સોનાનો હાર અને નાથડીઓ સહિતના વિવિધ ઘરેનાઓની ચોરી કરી ગયા હતા. સમગ્ર ઘટના મામલે પોલીસે તસ્કરોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો-

Ahmedabad : સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના દાણીલીમડાના કોર્પોરેટર જમના વેગડા નવા વિવાદમાં સપડાયા

આ પણ વાંચો-

સોમવારથી રાજ્યમાં 1થી 9 ધોરણનુ ઓફલાઇન શિક્ષણ શરૂ થશે, જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને આપી માહિતી

Next Video