સોલારથી પાકી રહ્યું છે મીઠું ! સૌરઉર્જા સંચાલિત બન્યુ કચ્છનું નાનું રણ

|

Jun 03, 2022 | 2:50 PM

બે વર્ષ અગાઉ ગુજરાતના (Gujarat) ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા સમગ્ર રણને પ્રદુષણમુક્ત સૌર ઉર્જા સંચાલિત બનાવવાની યોજના અમલમાં મુકવાની જાહેરાત કરાતા છેવાડાના માનવી ગણાતા અગરિયા સમુદાયના જીવનમાં વર્ષો બાદ સોનાનો સુરજ ઉગ્યો છે.

સોલારથી પાકી રહ્યું છે મીઠું ! સૌરઉર્જા સંચાલિત બન્યુ કચ્છનું નાનું રણ
કચ્છનુ નાનુ રણ બન્યુ સૌર ઉર્જા સંચાલિત

Follow us on

ગુજરાત (Gujarat) દેશના મીઠાં(Salt Production)ના કુલ ઉત્પાદનમાં 70 ટકા ઉત્પાદન કરે છે. ત્યારે વર્ષો પુર્વે મીઠાનુ ઉત્પાદન કરતા અગરિયાઓ માટે જીવન કપરું હતું. પરંતુ હાલ સમય બદલાયો છે. ટેકનોલોજી આગળ વધી છે. ત્યારે આ અગરિયા લોકોના આંગણે સોનાનો સુરજ ઉગ્યો છે. કારણ કે, હવે કચ્છનું નાનુ રણ સૌર ઉર્જા (Solar Energy) દ્વારા સંચાલિત બન્યું છે. રણના ખેડુતો હવે સૌર ઉર્જાથી મીઠાની ખેતી કરી રહ્યા છે. જેમાં ખારાઘોડા, ઝીંઝુવાડા અને કુડા રણના અગરીયાઓને લાભ મળશે.

સમગ્ર વિશ્વમાં મીઠાના ઉત્પાદનમાં ભારત ત્રીજા નંબરે છે. જ્યારે ચીન અને અમેરિકા અનુક્રમે પહેલા અને બીજા નંબર પર છે. ભારતમાં કુલ મીઠાના ઉત્પાદનમાંથી 70 ટકા ઉત્પાદન એકલું ગુજરાત કરે છે. તેમાં પણ 35 ટકા મીઠું તો ઝાલાવાડ વિસ્તારના ઝીંઝુવાડા, ખારાઘોઢા, કુડા અને હળવદ રણમાં પાકે છે. અત્યાર સુધી રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારો ડીઝલ એન્જીનમાંથી બ્રાઇન મેળવી મીઠું પકવે છે. ત્યારે બે વર્ષ અગાઉ ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા સમગ્ર રણને પ્રદુષણમુક્ત સૌર ઉર્જા સંચાલિત બનાવવાની યોજના અમલમાં મુકવાની જાહેરાત કરાતા છેવાડાના માનવી ગણાતા અગરિયા સમુદાયના જીવનમાં વર્ષો બાદ સોનાનો સુરજ ઉગ્યો હતો.

કોણ મેળવી શકશે લાભ

જે અગરિયા શ્રમયોગી કલ્યાણ બોર્ડનું ઓળખ કાર્ડ ધરાવતા હોય અને 10 એકરમાં મીઠું પકવતા હોય અથવા સહકારી મંડળીમાં મીઠું પકવતા અગરિયાઓને આ લાભ મળ્યો છે. જેમાં સૌ પ્રથમ અગરિયા સૌલાર ઉર્જા સીસ્ટમ ખરીદ્યા બાદ 6 મહિનાની અંદર જીલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં અરજી કરાતા લાભાર્થી અગરિયાના ખાતામાં સોલાર ઉર્જા સીસ્ટમની 80 % સબસિડીની રકમ ખાતામાં જમા થશે અને બાકીની 20 % રકમ લાભાર્થી અગરિયાએ ભોગવવાની રહેશે. હાલમાં કચ્છના નાના રણમાં મીઠું પકવતા દરેક અગરિયા પાસે સોલાર સિસ્ટમની સુવિધા થતાં હવે કચ્છનું પુરું નાનુ રણ સૌર ઉર્જા સંચાલિત તો બન્યું જ છે. સાથે પ્રદુષણની સમસ્યા પણ દુર થઈ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

રણના અગરિયાઓ હવે સોલારથી મીઠું પકવતા થયા છે. જેમાં ખારાઘોડા, ઝીંઝુવાડા અને કૂડા રણના 2200 અગરિયા પરિવારોમાંથી 1600 પરિવારોને સોલાર મળી બાકીના અગરિયાઓને પણ ઝડપી લાભ મળશે. થોડા ઘણા અગરિયાઓ રહી જશે એમને આવતા વર્ષની મીઠું પકવવાની સીઝન પહેલા સોલાર સિસ્ટમનો લાભ મળી જશે.

સરકાર પણ આપી રહી છે સૌર ઉર્જાને પ્રોત્સાહન

ગુજરાત પુનઃપ્રાપ્ત ઉર્જા ક્ષેત્રે પોતાનો ફાળો વધારવા માગે છે અને તેમાં પણ તે સૌર ઉર્જા ક્ષેત્ર ઉપર વિશેષ ધ્યાન આપી રહ્યું છે. ગુજરાત સરકારે વર્ષ 2009માં ગુજરાત સૌર ઉર્જા નીતિ જાહેર કરી છે. સૌર ઉર્જા નીતિના ભાગરૂપે સરકાર પોતાની છત ઉપર સૌર પેનલ સિસ્ટમ સ્થાપવા ઇચ્છતા લોકોને વિવિધ પ્રોત્સાહન પૂરું પાડે છે. સોલાર રૂફ ટોપ યોજના વર્ષ 2012માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન રાજ્યમાં કુલ બે લાખ રહેણાંક મકાનોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. નાણાંકીય વર્ષ 2021-22 સુધીમાં કુલ આઠ લાખ રહેણાંક મકાનોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

Published On - 1:57 pm, Thu, 2 June 22

Next Article