Russia-Ukraine war: કચ્છની 3 યુવતી 8 યુવાનો યુક્રેનમાં ફસાયા, મુશ્કેલી વચ્ચે મદદની આશા !

|

Feb 26, 2022 | 2:41 PM

કચ્છમાંથી (1) મીનલ લાલજી કટુવા(2)રાજ મંધુકાત ગોર(3) વિધી કિશોરભાઇ દામા(4)શિવમ શૈલેષભાઇ ગોસ્વામી(5)જાની ધર્મીત ધમેન્દ્ર (6)પ્રિયંકાન્ત શિવલાલ છાભૈયા(7)હિરાણી સંસ્કૃતિ પ્રવિણભાઇ(8)વિશાલ કાલુભાઇ મુરીયા(9)તમન્ના મહેશ જોષી(10) પાંજરીવાડા શિવમ તથા (11) પરગરૂ નિલેશ વેગેરેનો સમાવેશ થાય છે.

Russia-Ukraine war:  કચ્છની 3 યુવતી 8 યુવાનો યુક્રેનમાં ફસાયા,  મુશ્કેલી વચ્ચે મદદની આશા !
Russia-Ukraine war: 3 young women from Kutch 8 young men trapped in Ukraine

Follow us on

રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા (Russia-Ukraine war)બાદ સ્થિતી ખુબ નાજુક છે અને સતત રશિયા યુક્રેન પર હુમલાઓ કરી રહ્યું છે. સાથે યુક્રેન પણ જવાબી કાર્યવાહી સાથે નાગરીકોને સુરક્ષીત રાખવાના પ્રયાસો કરી રહ્યુ છે. ત્યારે અનેક ભારતીયો પણ યુક્રેનની મુશ્કેલ સ્થિતીમાં ત્યાં ફસાયા છે. ગુજરાતના સરકારની સાથે કચ્છમાં (Kutch) પણ ડીઝાસ્ટ્રર કન્ટ્રોલ નંબર જાહેર કરાયો છે. જેમાં અત્યાર સુધી કચ્છમાં 11 યુવાનો યુક્રેનમાં હોવાની પુષ્ટી થઇ છે જેઓ ત્યાં સુરક્ષીત છે. પરંતુ ભારત આવવા માટેના તેમના પ્રયત્નો સફળ રહ્યા નથી. યુક્રેનના કીવી, ટર્નોપીલ સીટીમાં આ વિદ્યાર્થીઓ (Students)વસવાટ કરતા હતા. યુક્રેનમાં ફસાયેલા યુવક-યુવતીઓ સતત તેમના પરિવારના સંપર્કમાં છે. અને ત્યાંની મુશ્કેલી વચ્ચે ભારત સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે. જોકે તમામ લોકો સુરક્ષીત છે તે રાહતની વાત છે.

3 યુવતી અને 8 યુવકો યુક્રેનમાં

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે સતત ભારત સરકાર પ્રયાસો કરી રહ્યું છે. પરંતુ ત્યાંની સ્થિતીને લઇને તે શક્યુ બન્યુ નથી. હા, ઘણા ભારતીય સુધી મદદ પહોંચી છે. અને તેઓ ભારત લાવવાની શરૂઆત કરાઇ છે, પરંતુ કચ્છમાં 11 લોકો હજુ પણ સુરક્ષીત પરંતુ યુક્રેનમાં જ છે. ગઇકાલે રશિયાના સતત હુમલા વચ્ચે તેઓને બંકર અને અન્ડરગ્રાઉન્ડ ઇમારતોમાં રખાયા હતા. તો કેટલાક યુવાનો ઉચ્ચા રેન્ટ સાથે ત્યાં સુરક્ષીત સ્થળે રહ્યા હતા. જોકે ખાવા પિવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાની ફસાયેલા કચ્છીઓએ આપવીતી વર્ણવી હતી. ભુજના રાજ ગોર નામના યુવાનના પરિવાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે તેમના પુત્ર સહિત અન્ય 12 જેટલા ભારતીયો અન્ય સુરક્ષીત સ્થળે જઇ રહ્યાં છે. અને આશા છે કે ઝડપથી તેઓ ભારત પાછા ફરશે. તો ગાંધીધામની એક યુવતીએ પણ રીધ્ધી મિશ્રાએ પણ ત્યાંની દયનીય સ્થિતીનો ચિતાર આપતો વિડીયો પરિવાર સાથે સેર કરી ઝડપથી મદદની આશા વ્યક્ત કરી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

યુક્રેનમાં કચ્છના ફસાયેલા લોકોની યાદી

કચ્છના વહીવટી તંત્રએ પણ યુક્રેન સ્થિતી પર કચ્છથી કોઇ યુવક-યુવતી કે અન્ય કોઇ ફસાયુ હોય તો તેના માટે કન્ટ્રોલરૂમ નંબર જાહેર કર્યા હતા. જેમાં અત્યાર સુધી 11 પરિવારોએ પોતાના સંતાનો ત્યાં હોવા અંગેની જાણકારી તથા તેની માહિતી આપી છે. જે દિલ્હી મોકલાઇ છે. કચ્છમાંથી ફસાયેલા 11 પૈકીનામાં સૌથી વધુ નખત્રાણા તાલુકાના છે. કચ્છમાંથી (1) મીનલ લાલજી કટુવા(2)રાજ મંધુકાત ગોર(3) વિધી કિશોરભાઇ દામા(4)શિવમ શૈલેષભાઇ ગોસ્વામી(5)જાની ધર્મીત ધમેન્દ્ર (6)પ્રિયંકાન્ત શિવલાલ છાભૈયા(7)હિરાણી સંસ્કૃતિ પ્રવિણભાઇ(8)વિશાલ કાલુભાઇ મુરીયા(9)તમન્ના મહેશ જોષી(10) પાંજરીવાડા શિવમ તથા (11) પરગરૂ નિલેશ વેગેરેનો સમાવેશ થાય છે. કચ્છના ,અબડાસા,ભુજ,નખત્રાણા,માંડવી અને ગાંધીધામ તાલુકામાંથી અત્યાર સુધી 11 લોકો યુક્રેનમાં હોવાની પુષ્ટી થઇ છે. જેઓ તમામ સુરક્ષીત છે.

યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયો અત્યાર સુધી સુરક્ષીત છે. પરંતુ પ્રાથમીક વ્યવસ્થાના અભાવે ઘણા યુવક-યુવતીઓ ભારત આવવાની આશા રાખી બેઠા છે. જેમાં કચ્છના પણ 11 લોકો હોવાનું ચિત્ર સામે આવ્યું છે. ત્યારે પરિવારજનો ચિંતીત સ્વરે તેમના વાહલસોયાને સુરક્ષીત ભારત આવવાની રાહ જોઇ રહ્યા છે. તો ફસાયેલા યુવક-યુવતીઓ પણ સુરક્ષીત પાછા ફરવા સંઘર્ષ કરી રહ્યાં છે. કચ્છના વહીવટી તંત્ર સહિત આગેવાનો સતત આ અંગે યોગ્ય સ્થળો પર માહિતીનું આદાન પ્રદાન કરી રહ્યા છે. કચ્છની વહીવટી તંત્રએ યુક્રેનમાં મુશ્કેલીમા ફસાયેલા સ્વજનોની જાણકારી માટે 02832-252347 પર જાણ કરવા નંબર જાહેર કર્યો છે.

 

આ પણ વાંચો : અમદાવાદ: આજે ટ્રાફિક જામથી નારોલ ચાર રસ્તાથી કૉઝી હોટલ ચાર રસ્તા સુધીનો રસ્તો બ્લોક થઇ ગયો હતો

આ પણ વાંચો : Rajkot: ખોડલ ધામ ખાતે પાસ આગેવાન અને નરેશ પટેલ વચ્ચેની બેઠક પૂર્ણ, કેસ પાછા ખેંચવાને અને મૃત્યુ પામેલાના પરિજનોને નોકરી બાબતે ચર્ચા

Published On - 2:40 pm, Sat, 26 February 22

Next Article