Kutch : મીઠાના અગરો માટે નાના રણમાં ગેરકાયદે જમીન દબાણોના આક્ષેપ સાથે સ્થાનિકોનો વિરોધ

|

Mar 03, 2022 | 9:54 PM

રાપર તાલુકામા રણને અડીને આવેલા અનેક ગામોમાં આજ સ્થિતી છે. જેમાં ગેરકાયદે અગરો બનાવવાની પ્રવૃતિ બેરોકટોક ચાલી રહી છે. જે મામલે રાપર તાલુકાના કાનમેર,ગાગોદર,માણાબા ભીમદેવકા, અને પલાસવા સહિતના ગામ નજીકના રણમાં દબાણ થયુ છે.

Kutch : મીઠાના અગરો માટે નાના રણમાં ગેરકાયદે જમીન દબાણોના આક્ષેપ સાથે સ્થાનિકોનો  વિરોધ
Protest in small desert in Kutch for illegal salt Farming

Follow us on

કચ્છમાં (Kutch) મીઠાની(Salt)  સીઝન હવે શરૂ થવાની છે જો તે પહેલા કચ્છમાં મીઠાને લઇને મોટો વિવાદ ચાલી રહ્યો છે. એક તરફ મોટા ઉદ્યોગગૃહો દ્રારા મીઠાને એક્સપોર્ટ કરાતી હોવાની ફરિયાદ કચ્છ સ્મોલ સ્કેલ મીઠા ઉદ્યોગકારોએ આપી વિરોધ કર્યો તો બીજી તરફ ઉદ્યોગોએ પણ કાયદેસર મીઠાનુ પરિવહન કરાતુ હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ મીઠાના ઓવરલોડ ટ્રકોની અવરજવર વધતા RTO એક્શનમાં આવ્યુ છે. જો કે હવે રાપરના રણ વિસ્તાર નજીકના ગામોમાં રણ વિસ્તારમા થયેલા દબાણ સામે ગ્રામજનો અને જાગૃત સંસ્થાએ વિરોધ કર્યો છે. આમ તો ભચાઉ અને રાપર વિસ્તારમાં અનેક સ્થળો પર મીઠાના અગરો(Salt Farming)  બનાવવા માટે અભ્યારણ તથા અન્ય જગ્યાએ દબાણો થયાની ફરિયાદ છે. પરંતુ હજુ સુધી તે દુર થઇ શક્યુ નથી. જો કે તે વચ્ચે ગુરુવારે દલિત વિકાસ ટ્રસ્ટ તથા સ્થાનિક ગ્રામજનોએ કાનમેર નજીક દબાણો દુર કરવાની માંગ સાથે ધરણા કર્યા હતા. અને વાહનો અટકાવી વિરોધ નોંધાવ્યો હતો.

રાપર તાલુકાના અનેક ગામોની રજૂઆત

રાપર તાલુકામા રણને અડીને આવેલા અનેક ગામોમાં આજ સ્થિતી છે. જેમાં ગેરકાયદે અગરો બનાવવાની પ્રવૃતિ બેરોકટોક ચાલી રહી છે. જે મામલે રાપર તાલુકાના કાનમેર,ગાગોદર,માણાબા ભીમદેવકા, અને પલાસવા સહિતના ગામ નજીકના રણમાં દબાણ થયુ છે. જે મુદ્દે ગુરુવારે દલિત વિકાસ ટ્રસ્ટ તથા સ્થાનિક લોકોએ અનેકવાર કલેકટરથી લઇ મુખ્યમંત્રી સુધી રજુઆત કરી હોવા છંતા દબાણો દુર થયા નથી તેવા આક્ષેપ સાથે આજે સ્થાનિ કોએ રણમાં વાહનો અટકાવી વિરોધ નોંધાવ્યો હતો અને રસ્તા વચ્ચે બેસી ધરણા કર્યા હતા.

50 હજાર એકરમાં દબાણ કરવાની પ્રવૃતિ

આ ગ્રામજનોનો આક્ષેપ છે કે અંદાજીત 50 હજાર એકરમાં દબાણ કરવાની પ્રવૃતિ ચાલુ છે અને 200 કરતા વધુ વાહનોની દૈનિક અવરજવર છતા કોઇ કાર્યવાહી થતી નથી. જમીન પર દબાણોથી આસપાસના ગામોને અનેક મુશ્કેલી થાય છે. ચિત્રોડના ભાજપના તાલુકા પંચાયત સદસ્ય હિરા ગોહિલે જણાવ્યુ હતુ  કે ગ્રામજનોનો વિરોધ છે.જો તંત્ર કાર્યવાહી નહી કરે તો કલેકટર કચેરીએ ભુખ હડતાળ સાથે ઉગ્ર વિરોધ કરાશે શુક્રવારે આ મામલે તેઓ કલેકટર કચેરીએ રજુઆત પણ કરશે

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

યોગ્ય કાર્યવાહી નહી થાય તો ઉગ્ર વિરોધ

તેમજ ગ્રામજનોએ વનવિભાગ, પોલીસ તથા કલેકટરથી લઇ મુખ્યમંત્રીને પણ આ અંગે જાણ કરી છે પરંતુ હજુ પણ બેરોકટોક માથાભારે શખ્સો દ્રારા દબાણ કરાતુ હોવાની ફરિયાદ સાથે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો યોગ્ય કાર્યવાહી નહી થાય તો ઉગ્ર વિરોધ કરાશે. તેમજ માથાભારે શખ્સો સામે ધર્ષણ ઉભુ થશે જેની જવાબદારી તંત્રની રહેશે. જો કે ગ્રામજનોની રજુઆત અંગે જવાબદાર અધિકારીનો સંપર્ક કરાતા તેઓનો સંપર્ક થઇ શક્યો ન હતો.

આ પણ વાંચો : Surat : પાંડેસરામાં શ્રમજીવી પરિવારની ગુમ થયેલી બાળકીને પોલીસે શોધી, 15 ટીમ બનાવી કરી કામગીરી

આ પણ વાંચો : Gandhinagar : ઉતર ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડાયરેકટર એસ.કે.રંધાવા ગેરરીતિના કેસમાં સસ્પેન્ડ

 

Published On - 9:52 pm, Thu, 3 March 22

Next Article