કચ્છના દરિયામાંથી 1 વર્ષમાં ઝડપાયા અધધધ.. રૂપિયા 22 કરોડની કિંમતના 1,452 બિનવારસી ચરસના પેકેટ

|

Jul 23, 2021 | 5:55 PM

જો કે જે રીતે વિવિધ એજન્સીઓ દ્વારા કચ્છના દરિયામાંથી ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. તે રીતે છેલ્લા એક વર્ષથી કચ્છમાં બિનવારસી ચરસના પેકેટ પણ દરિયામાંથી મળી રહ્યા છે.

કચ્છના દરિયામાંથી 1 વર્ષમાં ઝડપાયા અધધધ.. રૂપિયા 22 કરોડની કિંમતના 1,452 બિનવારસી ચરસના પેકેટ
ચરસના પેકેટો ઝડપાયા

Follow us on

છેલ્લા પાંચ વર્ષમાં કચ્છ (Kutch)નો દરિયો માદક દ્રવ્યોની હેરફેર માટે જાણે સ્વર્ગ બની ગયો હોય તેમ છાશવારે પાકિસ્તાનથી આવતો મોંઘા ડ્રગ્સ (Drugs)નો જથ્થો કચ્છના દરિયામાંથી ઝડપાઈ રહ્યો છે. માત્ર બે વર્ષના ટુંકાગાળામાં કચ્છના દરિયેથી 5,200 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જો કે ગુજરાતના અન્ય વિસ્તારોમાં થયેલા ઓપરેશન પર નજર કરીએ તો આ આંક તેના કરતા પણ વધુ છે.

 

જો કે જે રીતે વિવિધ એજન્સીઓ દ્વારા કચ્છના દરિયામાંથી ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. તે રીતે છેલ્લા એક વર્ષથી કચ્છમાં બિનવારસી ચરસના પેકેટ પણ દરિયામાંથી મળી રહ્યા છે. કચ્છમાં મે 2020માં પ્રથમવાર કચ્છના દરિયામાંથી બિનવારસી ચરસના પેકેટ ઝડપાયા હતા અને ત્યારબાદ કચ્છના દરિયામાં વિવિધ એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અત્યાર સુધી કુલ 1,452 ચરસના પેકેટ ઝડપ્યા છે. જેમાં સૌથી વધુ પશ્ચિમ કચ્છ પોલીસે ઝડપ્યા છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

 

1 વર્ષ અને 2 માસના સમયમાં કચ્છના વિવિધ વિસ્તારમાંથી એજન્સીઓએ અને પોલીસ દ્વારા અત્યાર સુધી ચરસના સૌથી વધુ 833 પેકેટ ઝડપ્યા છે, કોસ્ટગાર્ડ-191, BSF-198,મરીન ટાસ્કફોર્સે-113 તથા સ્ટેટ આઈ.બી-137 પેકેટ ઝડપ્યા છે. જે સીલસીલો હજુ પણ યથાવત છે અને છેલ્લા બે સપ્તાહમાં કચ્છના માંડવી-જખૌ નજીકના દરિયામાંથી હજુ પણ બિનવારસી પેકેટ ઝડપાઈ રહ્યા છે.

 

જથ્થો ક્યાંથી આવ્યો તે હજી રહસ્ય?

કચ્છમાં અગાઉ ઝડપાયેલા માદક દ્રવ્યો ડ્રગ્સના કિસ્સામાં તો પાકિસ્તાનથી કચ્છ સુધી જથ્થો લાવનાર ઝડપાઈ ગયા છે. પરંતુ ચરસના કિસ્સામાં અત્યાર સુધી કચ્છના દરિયે આ જથ્થો કઈ રીતે આવ્યો તે સામે આવ્યુ નથી, જો કે પશ્ચિમ કચ્છ જીલ્લા પોલિસવડાએ જણાવ્યું છે કે તમામ બિનવારસી જથ્થા મામલે પોલીસ મથકોએ ફરીયાદ નોંધાઈ છે. બે કિસ્સામાં માછીમારોને આ જથ્થો મળ્યો હતો, પરંતુ તેઓએ વહેંચવાનો પ્રયત્ન કરતા પણ પોલીસે ઝડપ્યા છે.

 

મુન્દ્રા તથા કોઠારા પોલીસ મથકે તેમની સામે ફરીયાદ પણ નોંધાઈ છે. જો કે ચોક્કસ આ જથ્થો કેવી રીતે આવ્યો તે તપાસ માંગી લે તેવો વિષય છે, પરંતુ પોલીસનું અનુમાન છે કે કન્સાઈન્મેન્ટ પકડાઈ જવાના ડરે કોઈએ દરિયામાં માલ ફેંકી દીધા બાદ આ જથ્થો કચ્છના વિવિધ દરિયાઈ વિસ્તારમાં તણાઈ આવ્યો હોય, ત્યારે પેકેટ પણ પાકિસ્તાનથી આવ્યા હોય તેવા ચિન્હો મળ્યા છે. પરંતુ પોલીસ તથા અન્ય એજન્સીઓ સતત પ્રયત્ન કરી આવો બિનવારસી જથ્થો ઝડપવા પ્રયત્નશીલ છે.

 

કચ્છમાં ચરસ, ડ્રગ્સ જેવા માદક પદાર્થો ઘુસાડવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે અને ઈનપુટ પણ મળી રહ્યા છે. કરોડો રૂપિયાના ડ્રગ્સના કિસ્સામાં વિવિધ એજન્સીઓ કરોડો રૂપિયાનો જથ્થો ઝડપવામાં સફળ રહી છે. પરંતુ એક વર્ષ અને 2 મહિનામાં 22 કરોડથી વધુનો બિનવારસી ચરસનો જથ્થો ઝડપાયો છે. પરંતુ તે કચ્છ કેવી રીતે પહોંચ્યો તે હજુ એક રહસ્ય છે.

 

આ પણ વાંચો: Surat : જયારે આક્રિકન આરોપીએ સુરત પોલીસને કહ્યું “જય માતાજી”

Next Article