Kutch: દેશમાં કોમી દંગલ વચ્ચે કોમી એકતાનો આ કિસ્સો પ્રેરણાદાયી, મુસ્લિમ યુવકને બચાવવા હિન્દુ યુવકનું બલિદાન!

|

Jun 14, 2022 | 9:38 PM

કચ્છ જીલ્લા (Kutch News) મુસ્લિમ સમાજના આગેવાન હાજી જુમા રાયમાએ મૃતક યુવકના પરિવારની મુલાકાત લઈ સંદેશો પાઠવ્યો હતો. જેમાં જણાવ્યુ હતુ કે કચ્છ જીલ્લોએ કોમી એકતાનો ભાઈચારાનો જીલ્લો છે. અહીંનો ઈતિહાસ સાક્ષી છે, હિંદુ મુસ્લિમોએ એકબીજા માટે બલિદાન આપ્યા છે આજ એક બનાવે ભુતકાળની વાત તાજી કરી.

Kutch: દેશમાં કોમી દંગલ વચ્ચે કોમી એકતાનો આ કિસ્સો પ્રેરણાદાયી,  મુસ્લિમ યુવકને બચાવવા હિન્દુ યુવકનું બલિદાન!
કચ્છમાં કોમી એક્તાનો પ્રેરણાદાયી કિસ્સો

Follow us on

કચ્છ (Kutch News) તેની કોમી એકતા માટે જાણીતુ છે અને તેથી જ અહીં દેશના કોમી હિંસાના બનાવોના પડઘા ક્યારેક પડ્યા નથી અને કચ્છમાં હિન્દુ-મુસ્લિમ કોમી ઈતિહાસના અનેક પ્રેરણારૂપ ઉદાહરણ પણ છે. હાલ જ્યારે નુપુર શર્માના નિવેદન અને ત્યારબાદ થઈ રહેલા તોફાનોથી બે સમુદાયો વચ્ચે તણાવ છે તે વચ્ચે કચ્છનો એક પ્રેરણારૂપ કિસ્સો હાલ ચર્ચામાં છે. 12 તારીખે ભચાઉ નજીક કેનાલમાં ડુબી રહેલા એક મુસ્લિમ યુવકને બચાવવા માટે એક ક્ષત્રિય યુવાન કેનાલમાં પડ્યો અને પોતાની જીંદગી બીજાને બચાવવા કુરબાન કરી નાંખી બદ્દનસીબે મુસ્લિમ યુવક બચી ન શક્યો અને ક્ષત્રિય યુવાનનો બીજા દિવસે 13 તારીખે મૃતદેહ મળ્યો.

માંની નજર સામે પુત્ર ડૂબ્યો અને બચાવવા માટે યુવાને આહુતિ આપી

12 તારીખે ભચાઉ વિસ્તારમાં કેનાલમાં ડુબી જવાની બે અલગ-અલગ ઘટના બની હતી. જેમાં ભચાઉ SRP કેમ્પ નજીકની કેનાલમાં ધાર્મિક કાર્ય પુર્ણ કરવા એક મુસ્લિમ મહિલા તેના પુત્ર સાથે ત્યાં આવી હતી. પરંતુ પગ લપસી જતા અક્રમ યુસુફ અબડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી માતાએ બચાવો બચાવોની બુમો પાડી હતી, ત્યાંથી પસાર થતાં ભચાઉના ચોપડવા ગામના જીતેન્દ્ર બળવંતસિંહ જાડેજા નામનો યુવાન કુદી પડ્યો હતો, જો કે નસીબે સાથ ન આપ્યો અને બન્ને યુવક પાણીમાં ગરકાવ થઈ ગયા, જેમાં શોધખોળ બાદ યુસુફનો મૃતદેહ તો મળ્યો, પરંતુ જીતેન્દ્રનો મૃતદેહ બીજા દિવસે મળ્યો.

યુવાન બન્યો કોમી એકતાનો હીરો, મુસ્લિમ સમાજે પણ કરી શહાદતને સલામ

કચ્છ જીલ્લા મુસ્લિમ સમાજના આગેવાન હાજી જુમા રાયમાએ મૃતક યુવકના પરિવારની મુલાકાત લઈ સંદેશો પાઠવ્યો હતો. જેમાં જણાવ્યુ હતુ કે કચ્છ જીલ્લો એ કોમી એકતાનો ભાઈચારાનો જીલ્લો છે. અહીંનો ઈતિહાસ સાક્ષી છે, હિંદુ મુસ્લિમોએ એકબીજા માટે બલીદાન આપ્યા છે, આજ એક બનાવે ભુતકાળની વાત તાજી કરી. જેમ ભીયા કકલે એક ક્ષત્રીયના દીકરાને બચાવવા પોતાના દીકરાઓની કુરબાની આપી. આજે જાણે એજ જાડેજા વંશના વીર સપુત જીતેન્દ્રસિહ જાડેજા જાણે ભુતકાળનું ઋણ ચુકવતા હોય એમ સાચા ક્ષત્રીય તરીકે મુસ્લિમ સમાજના દીકરાને બચાવવા પોતાના પ્રાણની આહુતિ આપી. પોતાની જાતનું બલિદાન આપ્યું છે તે માટે એમની જનેતાને સલામ કરુ છુ.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

માલીક જીતેન્દ્રસિંહની આત્માને શાંતી આપે તેમના પરીવારને દુ:ખ સહન કરવાની શકિત આપે તે જ દુવા સાથે વીર સપુતને સમગ્ર મુસ્લિમ સમાજ ના સૌ સૌ સલામ.…અમારી સંવેદનાઓ તેમના પરીવાર સાથે છે તેમના બલીદાનને મુસ્લિમ સમાજ હમેશા યાદ રાખશે તો સમાજના અન્ય લોકો પણ તેના બલિદાન પર લાગણી દર્શાવી અન્યને પ્રેરણા લેવા જણાવે છે, હાલ જ્યારે નજીવી બાબતે કળયુગમાં લોકો લડી રહ્યા છે. ત્યારે નાની ઉંમરે કોઈપણ વિચાર કર્યા વગર જીવન બચાવવા માટે જીતેન્દ્રસિંહે કરેલી શહાદતને યાદ રાખી તેમાંથી પ્રેરણા લેવાના સંદેશા પણ સમાજમાં વહેતા થયા છે. કચ્છ હંમેશા કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ રહ્યુ છે, ત્યારે કચ્છએ ફરીથી આ કિસ્સાથી દેશમાં એક માર્ગદર્શક બની રહ્યુ છે, ક્ષત્રિય યુવાનનું બલિદાન સમગ્ર કચ્છ અને ગુજરાતમાં ચર્ચામાં છે.

Next Article