કચ્છ : મીઠાના ઓવરલોડ વાહનોથી હાજીપીરથી-દેશલપર વચ્ચેનો માર્ગ જર્જરીત બનતા અનેક ગામને મુશ્કેલી !

|

Feb 02, 2022 | 7:07 PM

હાજીપીરથી નીકળતા આ ઓવરલોડ વાહનોથી હાજીપીરથી દેશલપર વચ્ચેનો માર્ગ જર્જરીત બન્યો છે. તાજેતરમાં જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગનુ નવિનીકરણ પણ કરાયુ છે. પરંતુ ઓવરલોડ વાહનોને પગલે અનેક જગ્યાએ નવો બનેલો રોડ બિસ્માર બન્યો છે.

કચ્છ : મીઠાના ઓવરલોડ વાહનોથી હાજીપીરથી-દેશલપર વચ્ચેનો માર્ગ જર્જરીત બનતા અનેક ગામને મુશ્કેલી !
Kutch: The road between Hajipir and Deshalpar is getting dilapidated due to overloaded vehicles

Follow us on

ઔદ્યોગીક વિકાસ સાથે કચ્છના (Kutch) સૌથી મોટા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ઓવરલોડ વાહનોની અવરજવર પણ વધી છે. સમયાંતરે વિવિધ વિભાગો દ્વારા તેની સામે કાર્યવાહી પણ થઇ છે. પરંતુ હજી પણ ઘણા વિસ્તારોમાં તંત્રના નાક નીચે ઓવરલોડ વાહનો બેફામ દોડી રહ્યા છે. જોકે  હાજીપીર નજીક આવેલી લુડબાય ગ્રામ પંચાયતે (Ludby gram panchayat)ઓવરલોડ સામે લડતની ચીમકી ઉચ્ચારી છે. પંચાયતે જાહેર નોટીસ બહાર પાડી હાજીપીરથી મીઠાનું પરિવહન કરતા તમામ ટ્રાન્સપોર્ટરોને (Transporters)ઓવરલોડ વાહનો (Overloaded vehicles)બંધ કરવા માટે જણાવ્યું છે.

હાજીપીરથી નીકળતા આ ઓવરલોડ વાહનોથી હાજીપીરથી દેશલપર વચ્ચેનો માર્ગ જર્જરીત બન્યો છે. તાજેતરમાં જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગનુ નવિનીકરણ પણ કરાયુ છે. પરંતુ ઓવરલોડ વાહનોને પગલે અનેક જગ્યાએ નવો બનેલો રોડ બિસ્માર બન્યો છે. જેથી લુડબાય ગ્રામ પંચાયતે પોતાના લેટરપેડ પર એક જાહેર નોટીસ થતી તમામ ટ્રાન્સપોર્ટર અને વાહનચાલકોને ચેતવ્યા છે કે બે દિવસમાં જો ઓવરલોડ વાહનો બંધ નહી થાય તો ગ્રામ પંચાયત આર.ટી.ઓ અને પોલીસને સાથે રાખી કાર્યવાહી કરશે આ અંગે ગ્રામ પંચાયતે અનેકવાર મૌખીક રજુઆતો કરી હોવાનું લુડબાયના સરપંચ જબ્બાર જતે જણાવ્યું હતું.

સીમેન્ટ, માટી, મીઠામાં ઓવરલોડ

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કચ્છના નવા બનેલા રસ્તાઓ બિસ્માર બનવા બાબતે અનેકવાર ઓવરલોડ વાહનો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જે બાબતે આર.ટી.ઓ પોલીસ તથા સંલગ્ન વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહી પણ જવાબદારો સામે કરાઇ છે. પરંતુ હજુ સુધી ઓવરલોડ સંપુર્ણ બંધ કરી શકાયું નથી, જોકે હાજીપીરથી નીકળતા મીઠાના ઓવરલોડ વાહનોને પગલે લુડબાય, ઢોરો,દેશલપર (ગુંથલી) અને મુરૂ ગામ તથા ત્યાથી પસાર થતા અનેક લોકોને મુશ્કેલી સર્જાય છે. તો ખેડુતોની પણ આ રસ્તા પરથી અવરજવર છે. તેવામાં ઓવરલોડ વાહનોથી જર્જરીત બનેલા માર્ગ પરથી પસાર થવામાં મુશ્કેલી પડતી હોવાનો સ્થાનીક ગ્રામ પંચાયત અને આગેવાનોનો આક્ષેપ છે.

કંપનીને નોટીસ પણ આપી RNB

બિસ્માર માર્ગ અને ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી મામલે માર્ગ મકાન વિભાગ( RNB) ના અધિકારીનો સંપર્ક કરાતા, તેઓએ પણ બિસ્માર માર્ગ ઓવરલોડ વાહનોના લીધે થયો હોવાનો સ્વીકાર કરી, સાથે મીઠું પરિવહન કરતી આર્ચયન કંપનીને અનેકવાર ઓવરલોડ વાહનો ચલાવવા બાબતે નોટીસ આપ્યાનું નખત્રાણાના ડેપ્યુટી એન્જીનિયર આર.બી .પંચાલે જણાવ્યું હતું. તાજેતરમાં હાજીપીરથી 16 કિ.મી નવો રસ્તો બની ગયો હોવાનું જણાવી લુડબાય પાસે ઓવરલોડ વાહનોને કારણે રસ્તો જર્જરીત બન્યો છે. જે માર્ગનુ પણ નવીનીકરણ થશે. પરંતુ ઓવરલોડ વાહનો પસાર થશે તો રસ્તાની ફરી એજ સ્થિતી થશે તો રોડની ક્ષમતા વધારવા માટેની વાત પણ તેઓએ કરી હતી.

કચ્છના હાજીપીર સ્થિતી આર્ચયન કંપની સામે ભુતકાળમાં પણ અનેક વિરોધ સ્થાનીક લોકો દ્વારા કરાયા છે. પરંતુ અનેક લડત અને રજુઆતો પછી પણ ઓવરલોડ વાહનો બંધ ન થતા આજે 4થી વધુ ગામના લોકો માટે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યુ છે. ત્યારે બે દિવસમાં કાર્યવાહી નહી થાય તો કાયદેસર કાર્યવાહી માટે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો : Kutch: છેવાડાના નરા ગામે 2 મહિનાથી વીજ સમસ્યાથી ખેડૂતો પરેશાન, 7 મુદ્દાને લઇ ઉકેલ માટે રજુઆત

આ પણ વાંચો : પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારતના સપનાને ઉમરેઠ પાલિકાના સત્તાધીશો જ ચકનાચૂર કરી રહ્યા છે !

Published On - 6:58 pm, Wed, 2 February 22

Next Article