Kutch : RSSના વડા મોહન ભાગવત ફરી આવશે ગુજરાત, ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વિશતાબ્દી મહોત્સવમાં આપશે હાજરી

|

Apr 17, 2023 | 12:29 PM

kutch news : RSS વડા મોહન ભાગવતે 15 એપ્રિલે ગુજરાતમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. ત્યારે હવે RSSના વડા મોહન ભાગવત ભૂજમાં સ્વામિનારાયણ મંદિર દ્વિશતાબ્દી મહોત્સવમાં પણ ધર્મ સભાને સંબોધન કરવાના છે.

Kutch : RSSના વડા મોહન ભાગવત ફરી આવશે ગુજરાત, ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વિશતાબ્દી મહોત્સવમાં આપશે હાજરી

Follow us on

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત ફરી એક વાર ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વિશતાબ્દી મહોત્સવમાં હાજરી આપવાના છે. મોહન ભાગવત તારીખ 22 એપ્રિલ શનિવારના બપોર પછી મહોત્સવ હાજરી આપશે. તેઓ યજ્ઞ શાળા દર્શન, ગૌ મહિમા દર્શન પ્રદર્શની, પ્રાકૃતિક ખેતીના પ્રયોગ અને સાંસ્કૃતિક પ્રદર્શનની મુલાકાત લેશે.

આ પણ વાંચો-Gujarati Video: ગીરસોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો આજથી પ્રારંભ, વર્ષોથી તમિલનાડુમાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના લોકો ગુજરાત આવતા જ બન્યા ભાવવિભોર

વિશાળ ધર્મસભાને સંબોધશે મોહન ભાગવત

2024ની લોકસભા ચૂંટણી પહેલા RSSએ ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. RSS વડા મોહન ભાગવતે 15 એપ્રિલે ગુજરાતમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. ત્યારે હવે RSSના વડા મોહન ભાગવત ભૂજમાં સ્વામિનારાયણ મંદિર દ્વિશતાબ્દી મહોત્સવમાં પણ ધર્મ સભાને સંબોધન કરવાના છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

અમદાવાદમાં 15 હજાર સ્વયં સેવકોને કર્યુ સંબોધન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે 15 એપ્રિલે અમદાવાદના વસ્ત્રાપુરના GMDC ગ્રાઉન્ડમાં આયોજીત સમાજ શક્તિ સંગમમાં 15 હજારથી વધુ સ્વયંસેવકોને સંબોધીત કર્યા હતા.આ પ્રસંગે સંઘના વડાએ કહ્યુ હતુ કે, સમાજના ભેદને દૂર કરવા પડશે અને સામાજિક સમરસતા લાવવી જરૂરી છે. તેમણે કહ્યુ કે,પરસ્પરના મતભેદ ભૂલી દેશ માટે એક થવુ પડશે.

મોહન ભાગવતે રાજકીય, સામાજિક અને વર્તમાન વિષયો પર સ્વયંસેવકો સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આપણે સૌ હિંદુ એટલે કે ભારતીય છે..ભાગવતે કહ્યુ કે કોઈપણ એક વ્યક્તિ, પાર્ટી કે અવતાર દેશને મોટો નથી કરી શકતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં રહ્યા હાજર

અમદાવાદના આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. મોહન ભાગવતે 8 વર્ષ બાદ ગુજરાતમાં જાહેર મંચ પરથી સંબોધન કર્યુ હતુ. આ પૂર્વે 2015માં ગુજરાતમાં વિશાળ જનસભાને મોહન ભાગવતે સંબોધન કર્યું હતું.મોહન ભાગવત શુક્રવારે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં એક બુક લોન્ચ કાર્યક્રમમાં હાજરી આપી હતી. શિક્ષણ ક્ષેત્રે કાર્યરત પુનરૂત્થાન વિદ્યાપીઠ દ્વારા આયોજીત કાર્યક્રમમાં 1051 ગ્રંથોનું લોકાર્પણ મોહન ભાગવતે કર્યુ હતુ. આ પુસ્તકો સમાજ અને રાષ્ટ્ર ચેતના પર લખાયેલા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article